વિશ્વમાં ઘણી એવી જગ્યાઓ છે, જે પોતાના ઘણા રહસ્યો ધરાવે છે. તે સ્થાનોમાંથી એક મેક્સિકોના યુકાટન ક્ષેત્રમાં બાંધવામાં આવેલું પિરામિડ છે. આ પિરામિડનું નામ ‘ચિચેન ઈટજા ચીર્પ’ છે, જે મેક્સિકોની સૌથી રહસ્યમય કલાકૃતિ છે. સાંસ્કૃતિક ધરોહરનું કેન્દ્ર હોવાની સાથે-સાથે આ પિરામિડ અનેક અજાયબીઓથી ભરેલું છે. ચિચેન ઈટજા એક કોલમ્બિયન મંદિર છે જે માયા આદિજાતિની સંસ્કૃતિના લોકો દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરની સૌથી અગત્યની વિશેષતા એ છે કે અહીં ઉભા રહીને તાળીઓ પાડવાથી ચકલીઓનો અવાજ આવે છે.
ચિચેન ઈટજા મંદિર એક ખુબજ સુંદર બાંધકામ છે. પરંતુ તેની સૌથી રહસ્યમય બાબત અહીં સંભળાતા અવાજ છે. ધ્વનિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ પિરામિડમાં અવાજ પ્રતિબિંબિત થઈને ક્વિજટલ નામના પક્ષીના અવાજ જેવો અવાજ આવે છે. આટલું જ નહીં જો ઘણા લોકો વારાફરતી તાળીઓ પાડે તો ઘણીબધી ચકલીઓનો અવાજ આવે છે.
૧૯૯૮ માં કેલિફોર્નિયાના અવાજ નિષ્ણાત ડેવિડ લ્યુબમેને ચિચેન ઈટજા પર સંશોધન કર્યું. તે પછી ઘણા અવાજ નિષ્ણાતો અહીં સંશોધન કરવા માટે આવ્યા હતા પરંતુ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યા ન હતા. આજ સુધી કોઈ વૈજ્ઞાનિક સમજાવી શક્યું નથી કે ચિચેન ઈટજા માં તાળીઓ પડવાથી શા માટે ચકલીઓનો અવાજ આવે છે.
ચિચેન ઈટજાની વિશેષતા એ છે કે જો કોઈ તેના ભોયરામાં ઉભું રહે અને ડ્રમ વગાડે કે અવાજ કરે તો દરેક વખતે જુદા-જુદા અવાજો પ્રતિબિંબિત થાય છે. આવી સ્થિતિમાં તે કહેવું મુશ્કેલ છે કે માયા સંસ્કૃતિના લોકો આ બધી બાબતોથી વાકેફ હતા અથવા આવા અવાજોને પ્રતિબિંબિત કરવા માટે તેઓએ આ પિરામિડ બનાવ્યું હતું. જો આ પિરામિડની એક બાજુ ની સીડી પર સૂર્યપ્રકાશ પડે છે, તો તે સાપ જેવી લાગે છે.
આ પિરામિડ પર સંશોધન કરતી વખતે બેલ્જિયમ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક મીકો ડિકલર્કે પણ નોંધ્યું છે કે પિરામિડના પગથિયા ચડતી વખતે એક અવાજ આવે છે કે જાણે ડોલમાં વરસાદનું પાણી પડી રહ્યું હોય એવું લાગે છે. માયા સંસ્કૃતિના લોકો વરસાદના દેવની ઉપાસના કરે છે, તેથી તે સહ-ઘટના બની શકે. આ પિરામિડનું રહસ્ય તેને વધુ રસપ્રદ બનાવે છે.