જાણો ચીનમાં એન્જિનિયરોએ કચરામાંથી ઇંટ બનાવવાની પ્રક્રિયામાં મેળવી સફળતા…

406

જ્યારે સમસ્યા ખૂબ મોટી થાય છે, ત્યારે તેને દૂર કરવાના પ્રયત્ન કરવા જોઈએ છે. આજે કચરો શહેરોમાં એક સૌથી મોટી સમસ્યા બની છે. પરંતુ આજે કચરાનું વ્યવસ્થાપન એટલે કે વેસ્ટ મેનેજમેન્ટ અંગે યુવાનો દ્વારા એક નવી શરૂઆત કરવામાં આવી રહી છે, કચરાના વ્યવસ્થાપન અંગે પણ નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. ચેન્નાઇના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ ઇમારતો તૂટી ગયા બાદ કાટમાળમાંથી બ્લોક્સ બનાવવામાં સફળતા મેળવી છે.

કાટમાળ એ એક કચરો જ છે જેને ફેંકવો પણ સરળ કાર્ય નથી. શહેરોના રસ્તાઓની કિનારીઓ પર કાટમાળના ઢગલાઓ જોવા મળે છે. કોંગુ એન્જિનિયરિંગ કોલેજ ઇરોડના વિદ્યાર્થીઓને આ પ્રયોગ માટે આઈઆઈટી મદ્રાસ દ્વારા આયોજિત કાર્બન ઝીરો ચેલેન્જ સ્પર્ધામાં પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. બાંધકામ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતી ઇંટોની જેમ, કાટમાળથી બનેલા આ બ્લોક્સની ગુણવત્તા પણ શ્રેષ્ઠ છે. ભવિષ્યમાં તેનો ઉપયોગ ઉત્પાદન પ્રક્રિયામાં એક વધુ સારા વિકલ્પ તરીકે થઈ શકે છે.

બ્લોક બનાવવાની પ્રક્રિયામાં, કાટમાળમાંથી વેસ્ટ કચરાના મોટા ટુકડાથી અલગ કરવામાં આવે છે અને તેના નાના ટુકડાઓ કરી તેને સોડિયમ સિલિકેટમાં મિશ્રિત કરવામાં આવે છે, જે કંક્રિટના કણો ઘટાડે છે. તેનાથી બ્લોક મજબૂત બને છે. આ મિશ્રણમાં કાર્બન ડાયોક્સાઇડને અલગ પ્રેશર પર ચેમ્બરમાં નાખી ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ પછી પાણી અને સિમેન્ટમાં ભળવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે, તે પછી તેને સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડના ઇંજેક્ટ કરવાથી  મિશ્રણના ભૌતિક ગુણધર્મો તેમજ ઘનતાની ગુણવત્તામાં વધારો થાય છે જેથી તે લાંબા સમય સુધી ટકી રહે.

 

ચેન્નાઈ શહેરની વાત કરીએ તો અહીં દરરોજ 1200 ટન કાટમાળ ફેંકવામાં આવે છે. ચેન્નાઇ કોર્પોરેશનના બે સ્થળો અઠીપટ્ટુ અને પલ્લીકરાનાઇ ખાતે કચરા વ્યવસ્થાપનની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ તકનીક કંક્રિટ વેસ્ટ મેનેજમેન્ટને ખૂબ સફળ બનાવી શકે છે કારણ કે મકાન નિર્માણ એ દેશભરમાં સતત ચાલતી પ્રક્રિયા છે.

વિદ્યાર્થીઓની ટીમે કચરો વ્યવસ્થાપન પ્રક્રિયા અને તેમાં ઉપયોગી ટૂલ્સ ના પેટન્ટ માટે પણ અરજી કરી છે. વિકાસશીલથી વિકસિત દેશ તરફ જતા, ભારતમાં કરવામાં આવતી આ નવીનતા આખા દેશમાં કચરાના સંચાલનની દિશામાં એક અભૂતપૂર્વ પગલું હશે, જો આ પગલું દેશભરમાં સફળતાપૂર્વક અપનાવવામાં આવે તો, ભવિષ્યમાં યુવા પેઢી માટે નવા માર્ગ ખુલશે.

Previous article“કાળું જીરું” શરદી, દાંતના દુખાવો, પેટની સમસ્યાઓ અને વજન પણ ઘટાડશે જાણો તેના ફાયદા…
Next articleજાણો આ ભારતીયએ પ્લાસ્ટિકની થેલી જેવી જ થેલી બનાવી કે જેને તમે ખાઈ પણ શકો છો.