Homeફિલ્મી વાતોદયાનંદ શેટ્ટી દરવાજો તોડતા પહેલા આ કામ કરતા હતા સીઆઈડીમાં, જાણો તેની...

દયાનંદ શેટ્ટી દરવાજો તોડતા પહેલા આ કામ કરતા હતા સીઆઈડીમાં, જાણો તેની રિયલ લાઈફમાં જીવે છે આવી જિંદગી.

બોલિવૂડ અને નાના પડદાના અભિનેતા દયાનંદ શેટ્ટી ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. દયાનંદ શેટ્ટીને તેની વાસ્તવિક ઓળખ નાના પડદાની સુપરહિટ અને લોકપ્રિય સીરિયલ સીઆઈડીથી મળી છે. દયાનંદ શેટ્ટીનો જન્મ 11 ડિસેમ્બર 1969 ના રોજ કર્ણાટકમાં થયો હતો. અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા તે એક પ્રખ્યાત રમતવીર હતો, પરંતુ ગંભીર ઈજાને કારણે દયાનંદ શેટ્ટીને રમતોને અલવિદા કહેવું પડ્યું. ત્યારબાદ તેણે અભિનય તરફ વળવાનું નક્કી કર્યું. તેણે અજય દેવગણની ફિલ્મ દિલજલેથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેણે બંદૂકધારની ભૂમિકા ભજવી હતી.

દયાનંદ શેટ્ટીને તેની ખરી ઓળખ સોની ચેનલની સીરિયલ સીઆઈડીથી મળી છે. આ સીરિયલની શરૂઆત વર્ષ 1998 માં થઈ હતી. દયાનંદ શેટ્ટીનો આ પહેલો ટીવી શો હતો. તેણે આ સિરિયલ માટે લાંબા સમય સુધી સતત કામ કર્યું હતું. સિરિયલમાં દયાના દરવાજા તોડવાની સ્ટાઇલ આજે પણ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. સીઆઈડી સીરિયલમાં દયાનંદ શેટ્ટી ઉપરાંત અન્ય પાત્રો પણ ખૂબ જ લોકપ્રિય છે.

દયાનંદ શેટ્ટી લગભગ બે દાયકાથી સીઆઈડી સીરીયલ સાથે સંકળાયેલા છે. તેના અભિનયને હંમેશા પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવે છે. દયાનંદ શેટ્ટી સાધારણ જીવન જીવવા માટે જાણીતા છે. તે લાઈમ લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ તેના શો અને મૂવીઝ આવતા જ રહે છે. પોતાના અંગત જીવનની વાત કરીએ તો દયા કર્ણાટકના મૈસુર શહેરના છે અને તે તેની પત્ની અને એક દીકરી સાથે મુંબઇમાં રહે છે.

દયાનંદ શેટ્ટી ફિલ્મ સિંઘમ રિટર્ન્સમાં પણ જોવા મળ્યા હતા. આ સિવાય તેણે બીજી ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું છે જેમ કે ગુટર ગુ, કુસુમ, ઝલક દિખલા જા, ખતરો કે ખિલાડી વગેરે. તે અત્યાર સુધીમાં કુલ ચાર ફિલ્મોમાં જોવા મળ્યા છે. દયાનંદ શેટ્ટી 2007 માં આવેલી ફિલ્મ જોની ગડ્ડર પછી ફિલ્મ દિલજલે જોવા મળી હતી. આ પછી તેણે વર્ષ 2009 માં ફિલ્મ રનવેમાં પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી હતી.

દયાનંદ શેટ્ટીએ વર્ષ 2014 માં ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી. તે અજય દેવગન સાથે સિંઘમ રિટર્ન્સ ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં પણ દયાનંદ શેટ્ટીનું પાત્ર એક પોલીસ કર્મચારીનું હતું. અજય દેવગન સાથેની તેના અભિનયને પણ પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ આવી હતી. ફિલ્મ ઉપરાંત દયાનંદ શેટ્ટી રિયાલિટી શો ઝલક દિખલાજા અને ખતરો કે ખિલાડીનો પણ ભાગ રહી ચૂક્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments