જાણો મહાલક્ષ્મી ના એવા મંદિર વિષે કે જે ૧૫ હજાર કિલો શુદ્ધ સોનાથી બનાવવામા આવ્યુ છે.

659

મહાલક્ષ્મીનુ મંદિર ૧૫ હજાર શુદ્ધ કિલો સોનાથી બનાવવામા આવ્યુ છે, જ્યા દરરોજ લાખો ભક્તો દેવી લક્ષ્મીની પૂજા કરવા પહોંચે છે. તામિલનાડુના વેલ્લોર નગરની મલાઈકોડી પહાડો પર સ્થિત મહાલક્ષ્મી મંદિર વર્ષ દરમિયાન લાખો ભક્તોને લક્ષ્મીની પૂજા માટે આકર્ષિત કરે છે.

મહાલક્ષ્મીના આ મંદિરને દક્ષિણ ભારતનુ સુવર્ણ મંદિર કહેવામા આવે છે. સુવર્ણ મંદિર શ્રીપુરમના નિર્માણ માટે રૂ. ૩૦૦ કરોડથી વધુનો ખર્ચ થયો છે અને આ મંદિરની આંતરિક અને બાહ્ય સુશોભનમા સોનાનો મોટા પ્રમાણમા ઉપયોગ થતો હતો. વિશ્વમા કોઈ પણ મંદિરના નિર્માણમા આટલુ સોનું નથી વપરાયુ.

આ મંદિરને દક્ષિણ ભારતનુ સુવર્ણ મંદિર કહેવામા આવે છે. ૧૦૦ એકરમા ફેલાયેલ આ મંદિર ચારે બાજુથી હરિયાળીથી ઘેરાયેલુ છે. આસપાસમા હરિયાળી અને ૧૫ હજાર કિલોગ્રામ શુદ્ધ સોનાથી બનેલુ આ મંદિર રાતના પ્રકાશમા ખૂબ જ સુંદર લાગે છે. ઓગસ્ટ ૨૦૦૭ મા મંદિરનું ઉદઘાટન કરવામા આવ્યુ હતુ.

આ મંદિર સવારે ૪ થી ૮ વાગ્યા સુધી અભિષેક માટે અને ૮ થી ૮ વાગ્યા સુધી દર્શન માટે ખોલવામા આવે છે.એવુ કહેવામા આવે છે કે આ વિશ્વનુ એકમાત્ર એવુ મંદિર છે જ્યાં આટલા સોનાનો ઉપયોગ કરવામા આવ્યો હોય. અમૃતસરના સુવર્ણ મંદિરમા ૭૫૦ કિલોગ્રામ સોનાની છત્ર બનાવવામા આવી છે. આ મહાલક્ષ્મી મંદિરમા દરેક કલાકૃતિ હાથથી બનાવવામા આવી છે.

આ મંદિરની સૌથી નજીક કાટપાડી રેલ્વે સ્ટેશન છે. આ મંદિર આ સ્ટેશનથી ૭ કિલોમીટરના અંતરે સ્થિત છે અને આ ઉપરાંત તમિળનાડુથી અહી આવવા માટેના અન્ય ઘણા માર્ગો છે. અહી માર્ગ દ્વારા અથવા ફ્લાઇટ દ્વારા પણ પહોંચી શકાય છે.આ મંદિર હંમેશા ભક્તોથી ભરેલુ રહે છે અને લાખો ભક્તો અહી ઘણા દિવસોની મુલાકાતે આવે છે.

Previous articleશું તમે મધ્યપ્રદેશ ના આ મહેલ વિષે જાણો છો કે જ્યાં આજે પણ રાજા બાઝ બહાદુર અને રાણી રૂપમતીની લવ સ્ટોરી માટે જાણીતુ છે.
Next articleજાણો રાજસ્થાનમાં આવેલ આ ગણેશજીના મંદિર વિષે કે જ્યાં લોકો પત્રો લખીને અને લગ્ન ના કાર્ડ મોક્લ્યા પછી જ શુભ કાર્યોની શરૂઆત કરી શકે છે.