Homeજાણવા જેવુંજાણો એક એવા મંદિર વિષે કે જેની સ્થાપના એક મહિલાએ કરી છે...

જાણો એક એવા મંદિર વિષે કે જેની સ્થાપના એક મહિલાએ કરી છે અને તેની પાછળ નું ખુબજ રસપ્રદ કારણ.

દક્ષિણેશ્વર કાલી મંદિરની સ્થાપના એક મહિલાએ કરી હતી.તે કોણ હતા અને કેવી રીતે આ મંદિરનુ નિર્માણ થયું. જાણો તેની રસપ્રદ વાર્તા. સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસની પ્રથમ મુલાકાત અને ત્યારબાદ ભગવાનના દર્શન સુધીના બધા કિસ્સા દક્ષીણેશ્વર કાલી મંદિર સાથે જોડાયેલ છે. વિશ્વને નવો સંદેશ આપનારા સ્વામી વિવેકાનંદે આધ્યાત્મિકતાની યાત્રા અહીંથી શરૂ કરી હતી. આ મંદિરમા સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ આ મંદિરના પુજારી હતા.આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે અને આજે અમે તમને તેની સ્થાપનાને લગતી બાબતો જણાવીશુ.
આ મંદિર બ્રિટિશ શાસન દરમિયાન ૧૮૪૭ મા બનાવવામા આવ્યુ હતુ.

મંદિરની સ્થાપના સંબંધિત કથા ખૂબ જ રોમાંચક છે. ખરેખર આ મંદિર એક રાણી દ્વારા બનાવવામા આવ્યુ હતુ જેનુ નામ રાણી રાસમની હતુ. જોકે રાસમની એક ગરીબ પરિવારમાંથી હતી પરંતુ તેણીના લગ્ન કોલકત્તાના જાનબજારના રાજાચંદ્ર સાથે થયા હતા.

રાસમની બાળપણથી જ ધાર્મિક વૃત્તિના હતા અને ભગવાનની ઉપાસનામા ખુબ આનંદથી કરતા હતા. જ્યારે રાજા મૃત્યુ પામ્યા ત્યારે રાણીએ તીર્થયાત્રાનુ આયોજન કર્યું અને બનારસ જવાનુ વિચાર્યું. તે દિવસોમા બનારસ અને કોલકાતા વચ્ચે કોઈ રેલ્વે લાઇન નહોતી.

કોલકાતાથી બનારસ જવા લોકો હોડીમા બેસીને જતા હતા.રાણી રાસમનીએ પણ ગંગા નદીમાંથી જવાનો માર્ગ અપનાવ્યો અને ત્યારબાદ તેનો કાફલો બનારસ જવા માટે સંમત થયો. પરંતુ મુસાફરી ઉપર જવાની એક રાત પહેલા જ રાની રાસમની સાથે એક અજીબ ઘટના બની.

એવુ કહેવામા આવે છે કે મા કાલી તેમના સ્વપ્નમા આવ્યા અને તેમને કહ્યુ કે ક્યાંય ન જશો અને અહી મંદિર બનાવવા માટે કહ્યુ.આ પછી રાણીએ બનારસ જવાનો કાર્યક્રમ રદ કરીને ગંગાના કાંઠે માતા કાળી નુ મંદિર બનાવવાનુ નક્કી કર્યું અને મંદિરની જગ્યા શોધવાની શરૂઆત કરી.

એવુ કહેવામા આવે છે કે જ્યારે રાણી ગંગા ઘાટ ઉપર સ્થળની શોધમા આવી ત્યારે તેમના હૃદયમાંથી એક અવાજ આવ્યો કે આ સ્થાન પર એક મંદિર બનાવવુ જોઈએ. ત્યારબાદ આ જમીન ખરીદી અને મંદિર બનાવવાનુ કામ ઝડપથી કરવામા આવ્યુ હતુ.મંદિરનુ નિર્માણ કાર્ય ૧૮૪૭ મા શરૂ થયુ હતુ અને તેનુ કામ સંપૂર્ણ આઠ વર્ષ પછી ૧૮૫૫ મા પૂર્ણ થયુ હતુ. આ મંદિરની ભવ્યતા જોઈને આનો અંદાજ લગાવી શકાય છે.આ મંદિરમા રામકૃષ્ણ પરમહંસ સાથે જોડાયેલ એક વાર્તા ખુબ રસપ્રદ છે.

હકીકતમા મંદિરના નિર્માણ પછી રાજ પુરોહિતને અહી પ્રાર્થના કરવાની જવાબદારી સોંપવામા આવી હતી. રામકૃષ્ણ પરમહંસના મોટા ભાઇ રાણી રાસમનીને ત્યા રાજ પુરોહિત હતા અને તે રામકૃષ્ણ પરમહંસને પોતાની સાથે લઈને આવ્યા હતા.

દક્ષિણેશ્વર કાલી મંદિર એક જાણીતા ધાર્મિક સ્થળો માંથી એક છે.જ્યા દેશના દરેક ખૂણામાંથી લોકો આવે છે અને દેવીના દર્શન કરવા કતારમા ઉભા રહે છે. એવુ કહેવામા આવે છે કે દક્ષિણેશ્વર કાલી મંદિર એ જ મંદિર છે જ્યા રામ કૃષ્ણ પરમહંસને મા કાલીએ દર્શન આપ્યા હતા અને સ્વામી વિવેકાનંદે પણ આ મંદિરમા ભગવાનને જોયા હતા.

દક્ષિણેશ્વર કાલી મંદિરમા પરમહંસ દેવોનો ઓરડો છે. જેમા તેમનો પલંગ અને અન્ય વસ્તુઓ સુરક્ષિત રાખવામા આવી છે અને તે વટ વૃક્ષ છે, જેના હેઠળ પરમહમહંસ ધ્યાન કરતા હતા. દક્ષિણેશ્વર કાલી મંદિરની બહાર રામકૃષ્ણ પરમહંસના ધર્મ પત્ની શારદા અને રાણી રાસમનીની સમાધિ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments