જાણો ડાયનોસોરમાં પણ મનુષ્ય જેવી ઘાતક બીમારી હતી, જે તેના ખુબજ જુના હાડકાના સંશોધનમાં બહાર આવી છે.

225

કેન્સર એ એક ખતરનાક રોગ છે જેનો હજી સુધી કોઈ ઈલાજ થઈ શક્યો નથી. જો કે પ્રારંભિક તબક્કે જો કોઈને કેન્સર થયુ હોવાનુ જાણી શકાય છે. તો પછી દવાઓની મદદથી તે આ જીવલેણ રોગના યુદ્ધમા જીતવા માટે સક્ષમ છે. પરંતુ હજી પણ આ દરમિયાન તેમને આપવામાં આવતી દવાઓ તેના શરીરને ઘણુ નુકસાન પહોંચાડે છે.

કેન્સર જેવા ખતરનાક રોગ કોઈ પણને થઈ શકે છે કારણ કે તે વ્યક્તિના ખાણી પીણી ઉપર નિર્ભર છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે હજારો વર્ષો પહેલા પૃથ્વી પરના ડાયનાસોરમા પણ કેન્સર જેવો જોખમી રોગ હતો. ઓન્કોલોજીના ઓગષ્ટ ના અંકમા પ્રકાશિત અહેવાલમા આ દાવો કરવામા આવ્યો છે.

કેનેડિયન સંશોધનકારોએ વૈજ્ઞાનિક પત્રિકા ધ ઓન્કોલોજીના ઓગષ્ટના અંકમા પ્રકાશિત થયેલા એક અભ્યાસમા દાવો કર્યો છે કે તેઓએ ડાયનાસોરમા કેન્સરનો પ્રથમ કેસ શોધી કાઢ્યો છે. સેન્ટ્રોસરસની ના એક પગના હાડકને ૧૯૮૯ મા કેનેડિયન પ્રાંત અલ્બર્ટાના વૈજ્ઞાનિકોએ શોધ કરી હતી.

૭.૬ મિલિયન વર્ષ જુના ડાયનાસોર પગના આ હાડકા વિશે નિષ્ણાતો શરૂઆતમા માનતા હતા કે હાડકામા ફ્રેક્ચર છે જે સારુ થઈ ગયુ હતુ . પરંતુ તાજેતરના પરીક્ષણો અનુસાર માઇક્રોસ્કોપ હેઠળ અને ઉચ્ચ-રીઝોલ્યુશન ટોમોગ્રાફી જેવી અદ્યતન તકનીકીઓનો ઉપયોગ કરીને જાહેર થયુ કે હાડકા પર સફરજનના આકારની ગાઠ હતી જે ખરેખર એક કેન્સરગ્રસ્ત ગાંઠ હતી.

લેન્સેટ ઓન્કોલોજી જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ સેન્ટ્રોસોરસ ડાયનાસોરના હાડકામા જોવા મળતી ખોડ એ ખરેખર ઓસ્ટિઓ સારકોમાને કારણે થઈ હતી. ઓસ્ટિઓ સારકોમા હાડકાંનુ અદ્યતન કેન્સર છે. ઓન્ટારિયો યુનિવર્સિટીના સંશોધનકર્તા ડો. માર્ક ક્રોવથરના મતે આ ડાયનાસોરનુ જીવન સરળ ન હતુ, તેમાંના ઘણાને હીલિંગ ફ્રેક્ચર અથવા હાડકાના ચેપ જેવી સમસ્યાઓ હતી.

તેમણે કહ્યુ કે આવા પ્રાચીન હાડકાં પર કેન્સરના પુરાવા શોધવાનું મુશ્કેલ છે. આવી ઘણી ગાંઠો નરમ પેશીઓમા થાય છે જે સરળતાથી અવશેષોમા ફેરવાતા નથી. તેથી જ આપણને અવશેષોમાંથી કેન્સર હોવાના પુરાવા મળ્યા છે. સંશોધન પરિણામોમા પણ પુષ્ટિ મળી છે કે કેન્સર એ કોઈ નવી બીમારી નથી તેની સાથે સંકળાયેલ ગૂંચવણો પણ પ્રાણીઓમા જોવા મળી છે.

કેનેડાના ટોરોન્ટોમાં રોયલ ઓન્ટારિયો મ્યુઝિયમના પેલેઓનોલોજિસ્ટ ડેવિડ ઇવાન્સના જણાવ્યા અનુસાર આ ડાયનાસોરનુ હાડકુ ૬ મીટર લાબુ છે જે ક્રેટીસીયસ સમયગાળાની છે. તે સમયે ત્યા ચાર પગવાળા શાકાહારી ડાયનાસોર પણ હતા. ડાયનાસોરનુ હાડકુ મળી આવ્યુ હતુ તે તેનો પાછલો પગ છે. બીજા સંશોધકે કહ્યુ કે આશ્ચર્યજનક વાત એ છે કે આ કેન્સર લાખો વર્ષો પહેલા હાજર હતો અને હજી પણ હાજર છે.પગના હાડકા એક જ ટોળાના સો હાડકાંમાંથી મળી આવ્યા હતા જે કદાચ પૂર જેવી અચાનક આપત્તિથી ભળી ગયા હશે.

Previous articleજાણો કારગીલ યુદ્ધ માં જવાવાળી પહેલી મહિલા પાઈલટ વિષે કે જેને શૌર્યચક્ર થી નવાજવામાં આવી હતી.
Next articleજાણો એક એવા રાજા વિષે કે જે દરવર્ષે કુંવારી છોકરી સાથે લગ્ન કરે છે.