શું તમે જાણો છો કે દેશના આ વ્યક્તિ સ્ટીલમેન કઈ રીતે બન્યા ?

317

દોરાબજી ટાટાનો જન્મ ૨૭ ઓગસ્ટ ૧૮૫૯ માં મુંબઇમાં થયો હતો. દોરાબજી એ જમશેદજી નૌસરવાનજી તાતા અને હીરાબાઈના મોટા પુત્ર હતા. દેશમાં સ્ટીલ ઉદ્યોગની શરૂઆત તાતા સ્ટીલ દ્વારા કરવામા આવી હતી. ગુરુવારે તાતા ગ્રૂપના બીજા અધ્યક્ષ સર દોરાબજી તાતા ની ૧૬૧ મી જન્મજયંતિ દેશભરમા ઉજવાઈ. આ પ્રસંગે તાતા સ્ટીલ દ્વારા સર દોરાબજી તાતાને શ્રદ્ધાંજલિ આપવા ઘણા રાજ્યોમા ઓનલાઇન કાર્યક્રમનું આયોજન પણ કરવામા આવ્યુ હતુ.

સ્ટીલમેન તરીકે જાણીતા દોરાબજી તાતાનો જન્મ ૨૭ ઓગસ્ટ ૧૮૫૯ મા મુંબઇમા થયો હતો. દોરાબજી એ જમશેદજી નૌસરવાનજી તાતા અને હીરાબાઈના મોટા પુત્ર હતા. દેશમાં સ્ટીલ ઉદ્યોગની શરૂઆત તાતા સ્ટીલ દ્વારા કરવામા આવી હતી. જેનો પાયો જમસેદજી નૌસરવાનજી તાતા એ નાખ્યો હતો. વર્ષ ૧૮૯૭ મા સર દોરાબજીએ મેહરબાઈ સાથે લગ્ન કર્યા પણ તેમને કોઈ સંતાન નહોતુ.

૧૯૦૭ મા દોરાબજી તાતાએ તેમના પિતા સાથે મળીને તાતા સ્ટીલની સ્થાપના કરી. આ પછી તાતા પાવર ૧૯૧૧ મા અને ‘ન્યૂ ઈન્ડિયા ઇન્સ્યુરન્સ કંપની’ ૧૯૧૯ મા ખોલી. તે સમયની સૌથી મોટી સામાન્ય વીમા કંપની હતી.
જણાવી દઈએ કે સર દોરાબજીએ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ હતા. ત્યારે વર્ષ ૧૯૨૪ મા પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય ટુકડીને આર્થિક સહયોગ કર્યો હતો. આ સિવાય તેમણે બે વર્ષ બોમ્બે ગેઝેટ અખબારમાં પત્રકાર તરીકે પણ કામ કર્યું હતું. વર્ષ ૧૯૩૨ મા તે યુરોપ ગયા. પછીના મહિનામા તેમનુ મોત જર્મનીના કિસીગ્રનમા થયુ હતુ. ૭૩ વર્ષમા તેમણે આ દુનિયાને વિદાય આપી હતી.

Previous articleકઈ રીતે થાય છે અસ્થમા, જાણો તેના કારણો અને લક્ષણો.
Next articleશું તમે જાણો છો કે ૨૯ ઓગષ્ટ ના દિવસને રાષ્ટ્રીય રમત દિવસ કોના લીધે ઉજવવામાં આવે છે?