Homeધાર્મિકજાણો દેશની સૌથી પ્રખ્યાત દરગાહો વિષે કે જ્યાં માનેલી તમારી બધી જ...

જાણો દેશની સૌથી પ્રખ્યાત દરગાહો વિષે કે જ્યાં માનેલી તમારી બધી જ માનતા પૂરી થાય છે.

તમામ ધર્મોના લોકો દેશના આ પ્રખ્યાત દરગાહોમા પોતાની માનતા માને છે અને ખાલી હાથે પાછા નથી ફરતા. ચાલો જાણીએ તેમની વિશેષતા અને શહેરો વિશે. આપણા દેશમા વિવિધ ધર્મમા માનવાવાળાઓની કમી નથી. લોકો પોતાની ઇચ્છા પૂરી કરવા માટે મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારોની મુલાકાત લે છે. ઘણી જગ્યાએ લોકોની ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને આ કારણ આ સ્થાન પ્રખ્યાત થાય છે. લોકોને તેમના ઉપર એટલો વિશ્વાસ છે કે તેઓ વારંવાર અહી માથુ ટેકવવા આવે છે.

આજે અમે તમને આવી જ કેટલીક પ્રખ્યાત દરગાહો વિશે જણાવીશુ જ્યા લોકો પોતાની સાથે ઈચ્છાઓ લાવે છે અને ખાલી હાથે પાછા જતા નથી. આ દરગાહ આસ્થા અને વિશ્વાસનુ કેન્દ્ર છે. આ તમામ દરગાહો તેમના સ્થાપત્ય માટે પણ જાણીતા છે. આ દરગાહો વિશે સૌથી ખાસ વાત એ છે કે અહી માત્ર મુસ્લિમ સમાજના લોકો જ આવતા નથી પરંતુ દરેક ધર્મના લોકો અહી આવે છે. તો ચાલો જાણીએ એવા સૌથી પ્રખ્યાત દરગાહો વિશે કે જેના દરવાજા બધા માટે ખુલ્લા છે.

૧) મુંબઇમાં આવેલી હાજી અલીની દરગાહ :- હાજી અલીની દરગાહ મુંબઇના વરલી બીચ પર એક નાનકડા ટાપુ પર આવેલી છે. જ્યાં સુધી પહોંચવા માટે સમુદ્રમાંથી લાંબો રસ્તો પસાર થાય છે. તેને બાબા હાજી અલી શાહ બુખારીની દરગાહ પણ કહેવામા આવે છે અને તે વિશ્વભરમા પ્રખ્યાત છે. જો કોઈ મુંબઇ જોવા માટે આવે છે તો પછી આ દરગાહમા નમ્યા વિના ન જશો.

આ ધર્મસ્થાનમા તમામ ધર્મોના લોકો આવે છે અને માનતા માંગે છે. દરગાહ તરફના રસ્તે એક પુલ છે જેની બંને બાજુ સમુદ્ર છે અને અહીંનો નજારો જોવા માટે ખૂબ જ સુંદર છે. વરસાદના દિવસો દરમિયાન આ રસ્તો પાણીમા ગરકાવ થઈ જાય છે. આ સમયે ત્યાંથી અહીંની અવરજવર બંધ થઈ જાય છે.તેના ઇતિહાસ અને નિર્માણ વિશે કહેવામા આવે તો તેની સ્થાપના વર્ષ ૧૪૩૧ મા થઈ હતી.

આ દરગાહ ભારતીય ઇસ્લામિક સંસ્કૃતિનો એક નમૂનો છે. સફેદ રંગની આ દરગાહમા ૮૫ ફૂટ ઉચાઈ વાળો ટાવર છે. જે આ દરગાહની સુંદરતાને પ્રકાશિત કરે છે. દરગાહની આજુબાજુમાં ચાંદીના દડાથી બનેલુ એક વર્તુળ છે. દરગાહનો મુખ્ય ઓરડો આરસનો બનેલો છે તમને જણાવી દઈએ કે અહી બનાવેલા થાંભલા પર અલ્લાહનુ નામ ૯૯ જગ્યાએ લખાયેલું છે.

૨) હરિદ્વારમાં સ્થિત પીરાન કાલિયાર શરીફની દરગાહ :– અલાઉદ્દીન અલી અહેમદ સાબીર સુફી સંતને સમર્પિત આ દરગાહ હરિદ્વાર નજીક કાલિયારી નામના ગામમા સ્થિત છે. માનવામા આવે છે કે આ દરગાહ તેરમી સદીમા અફઘાન શાસક ઇબ્રાહિમ લોધી દ્વારા બનાવવામા આવી હતી.

અહી તમામ ધર્મોના લોકો આવે છે અને અહી રોજ બધા લોકો માટે લંગરની વ્યવસ્થા કરવામા આવે છે. જાળીદાર દિવાલોથી બનેલી આ સમાધિ દેખાવમા ખૂબ સુંદર છે. માન્યતા અનુસાર લોકો પોતાની મન્નતને એક ચીઠીમા લખીને ગુલરના ઝાડ સાથે બાંધી દે છે.

૩) અજમેર શરીફ સ્થિત ખ્વાજા ગરીબ નવાઝ દરગાહ :- અજમેર શરીફ મુસ્લિમ ધર્મનું પવિત્ર ધાર્મિક સ્થળ છે. સુફી સંત મોઇનુદ્દીન ચિશ્તી વિશે કહેવામા આવે છે કે તેઓ પોતાના ઉપદેશો માટે જાણીતા હતા. તે વર્ષ દરમિયાન તમામ ધર્મોના લાખો લોકોને આકર્ષિત કરે છે. આ દરગાહ હુમાયુ દ્વારા બનાવવામા આવી હતી અને તે શ્રેષ્ઠ સ્થાપત્યનો નમૂનો છે.

દરગાહ અજમેર શરીફનો મુખ્ય દરવાજો નિઝામ ગેટ તરીકે ઓળખાય છે જે મીર ઉસ્માન અલી ખાને બનાવ્યો હતો. અહીંની સમાધિ આરસ અને સોનાની બનેલી છે જ્યારે બહારની રેલિંગ ચાંદીની બનેલી છે. આ દરગાહ એટલી પ્રખ્યાત છે કે સામાન્ય લોકો સિવાય બોલીવુડની હસ્તીઓ અહી આવે છે.

૪) દિલ્હી સ્થિત હજરત નિઝામુદ્દીન દરગાહ :- હઝરત નિઝામુદ્દીન ઓલીયાની દરગાહ દક્ષિણ દિલ્હીમા સ્થિત છે અને માનવામા આવે છે કે તે સુફી કાળથી છે. ચિશ્તી ઘરના ચોથા સંત હઝરત નિઝામુદ્દીને તેમના સમયમા સહનશીલતા અને શાંતિ અપનાવી હોવાનુ કહેવાય છે. એવુ માનવામા આવે છે કે મોગલોએ હઝરત નિઝામુદ્દીનના કહેવાથી ૧૩૦૩ મા યુદ્ધ બંધ કર્યું હતુ.

દરગાહની અંદર એક આરસનો ઓરડો છે જેમા ગુંબજ પર કાળી લીટીઓ બનાવવામા આવી છે. આ દરગાહ ચારે બાજુથી કમાનોથી ઘેરાયેલુ છે જે ઇસ્લામિક સ્થાપત્યનો ભવ્ય નમૂનો છે.

૫) ફતેહપુર સીકરીમાં આવેલી સલીમ ચિશ્તીની દરગાહ :– ફતેહપુર સિકરીમા સુફી સંત શેઠ સલીમ ચિશ્તીની દરગાહ છે. આ દરગાહ મોગલ બાદશાહ અકબરે બંધાવી હતી. એવુ માનવામા આવે છે કે જ્યારે અકબર બાળક માટે વ્રત માંગતો હતો ત્યારે તે શેઠ સલીમ ચિશ્તીને મળ્યો અને અકબર માટે સંતાન માટે પ્રાર્થના કરી જેના પછી અકબરને સંતાન પ્રાપ્તિ થઈ. અકબરે આ બાળકના જન્મની ખુશીમા ફતેહપુરી સિકરી બંધાવી હતી અને જ્યારે શેઠ સલીમ ચિશ્તીનુ નિધન થયુ ત્યારે તે તેમની યાદમા ઉભુ કરવામા આવ્યુ હતુ.તે ૧૫૮૦ થી ૧૫૮૧ વર્ષ વચ્ચે બનાવવામા આવ્યુ હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments