૧૨ ડિસેમ્બરે દિલ્હીને ભારતની રાજધાની બનાવવાની ઘોષણા કરવામા આવી હતી. દિલ્હી પહેલા કોલકાતા ભારતની રાજધાની બનાવવામામા આવી હતી. જે પછી ૧૩ ફેબ્રુઆરી ૧૯૩૧ ના રોજ સત્તાવાર રીતે દિલ્હીને રાજધાની જાહેર કરવામા આવી.. ભારતના શાસક કિંગ જ્યોર્જ પાંચમાએ ૧૨ ડિસેમ્બર ૧૯૧૧ ના રોજ દિલ્હી દરબારમા શિલાન્યાસ કર્યો હતો. બાદમા બ્રિટીશ આર્કિટેક્ટ્સ સર હર્બર્ટ બેકર અને સર એડવિન લ્યુટિઅન્સએ નવા શહેરની યોજના બનાવી હતી. આ યોજના પૂર્ણ કરવામા બે દાયકા લાગ્યા હતા. જે પછી દિલ્હીને ૧૩ ફેબ્રુઆરી ૧૯૩૧ ના રોજ સત્તાવાર રીતે દેશની રાજધાની જાહેર કરી હતી.
દિલ્હી શહેર આજે ભારતની રાજધાની તરીકે જાણીતુ છે, તેના નામ વિશે ઘણી પ્રખ્યાત વાર્તાઓ છે. કેટલાક લોકો માને છે કે દિલ્હી શબ્દ પર્શિયન ‘દેહલીજ’ પરથી આવ્યો છે કારણ કે ગંગાના મેદાનો માટે દિલ્હી ‘દહલીજ’ હતુ. તે જ સમયે કેટલાક લોકો માને છે કે દિલ્હીનુ નામ તોમર રાજા ધિક્કાર ઢીલ્લુના નામ ઉપર પડ્યુ હતુ. એક અભિપ્રાય એવો પણ છે કે કોઈ શ્રાપને ખોટો સાબિત કરવા માટે રાજા ઢીલ્લુએ આ શહેરના પાયામા ખીલીને કોતરવાની કોશિશ કરી હતી. આ ઘટના પછી તેમનો રાજપાટ સમાપ્ત થયો હતો.
એવુ માનવામા આવે છે કે પ્રથમ વખત પાંડવોએ ૧૪૫૦ ઈ.સ પૂર્વ ‘ઇન્દ્રપ્રસ્થ’ તરીકે દિલ્હી સ્થાયી કર્યું હતુ.
દિલ્હીને ભારતની રાજધાની બનાવવાની ઘોષણા કરી ત્યારે તે ખૂબ પછાત હતુ. મુંબઈ,કોલકાતા અને મદ્રાસ જેવા મહાનગરો દરેક બાબતમા ઘણા આગળ હતા. લખનવ અને હૈદરાબાદને પણ દિલ્હી કરતા વધુ સારુ માનવામા આવતુ હતુ. દિલ્હીની ૩% લોકો અંગ્રેજી વાંચી શકતા હતા.
આ કારણોસર વિદેશી લોકો પણ ઓછી વાર દિલ્હી આવતા હતા. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે કોઈ મોટો માણસ ત્યા રોકાણ કરવા તૈયાર નહોતો. પરંતુ ભૌગોલિક રીતે દેશની મધ્યમા હોવાથી દિલ્હીને રાજધાની બનાવવાની ઘોષણા કરવામા આવી હતી. તે બે દાયકા સુધી તેને વિકસિત કરવામા આવ્યુ હતુ.
જણાવી દઈએ કે સમય જતા દિલ્હીના સાત શહેરો, લાલકોટ, મેહરોલી, સિરી, તુગલકાબાદ, ફિરોઝાબાદ, દીનપનાહ અને શાહજહાનાબાદ આજે ખંડેરમાં ફેરવાઈ ગયા છે, જે દિલ્હીના સ્થાયી થવાની અને નિર્જનતાની કથાઓ કહે છે. આ સાત શહેરો પછી આઠમુ શહેર બનાવવામા આવ્યુ જેનુ નામ ‘નવી દિલ્હી’ રાખવામા આવ્યુ.
૧૨ ડિસેમ્બર ૧૯૧૧ ની સવારે જ્યારે બ્રિટનના કિંગ જ્યોર્જ ૮૦ હજારથી વધુ લોકોની ભીડની સામે આ જાહેરાત કરી ત્યારે લોકો સમજી શક્યા નહી કે થોડીક ક્ષણોમા તે ભારતના ઇતિહાસમા એક જોડાવવાવાળો એક નવો અધ્યાય ઉમેરાય ગયો છે.