જાણો ઉત્તરાખંડ ના એક એવા વિશેષ મંદિર વિષે કે જેના દ્વાર વર્ષ માં એક જ વાર ખુલે છે.

488

ગઢવાલના ચમોલી જિલ્લામા આવેલા એક મંદિરની પોતાની આગવી માન્યતા છે. એવુ કહેવામા આવે છે કે અહી બિરાજમાન નાગરાજા અને તેમનુ અદભૂત મણિ વર્ષોથી અહી કેદ છે. ઉત્તરાખંડને દેશની દેવ ભૂમિ તરીકે પણ ઓળખાય છે. ઘણા સુંદર હિલ સ્ટેશનો આ રાજ્યની સુંદરતા તેમજ દેવતાઓનું સ્થાન પણ છે. અહી ઘણા મંદિરો અને દાર્શનિક સ્થળો છે જે વર્ષોથી રહસ્યમય છે. એવા ઘણા મંદિરો છે જ્યા એવુ કહેવામા આવે છે કે ભગવાન સ્વયં આવે છે અને ભક્તોને વિવિધ સ્વરૂપોમા દર્શન આપે છે.

ઉત્તરાખંડ મુખ્યત્વે કુમાઉ અને ગઢવાલ બે ભાગમાં વહેંચાયેલુ છે. આજે અમે તમને ગઢવાલના ચમોલી જિલ્લામા આવેલા એક મંદિર વિશે જણાવી રહ્યા છીએ જેની પોતાની આગવી માન્યતા અને રહસ્ય છે. એવુ કહેવામા આવે છે કે ભોલેના આ મંદિરમા બિરાજમાન નાગરાજા અને તેમનુ અદભૂત મણી વર્ષોથી કેદ છે.

જો કોઈ તેમને મુક્ત કરે તો વિશ્વનુ કલ્યાણ થશે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે આ મંદિરની અંદર કોઈપણ ભક્ત સ્ત્રી હોય કે પુરુષ તેને અંદર જવાની મંજૂરી નથી. તદુપરાંત આ મંદિરમા પૂજારીઓ આંખે પટ્ટી બાંધીને પૂજા કરે છે. ચાલો જાણીએ આ સુંદર મંદિરનુ રહસ્ય શું છે.

આ મંદિરનુ નામ દેવસ્થલ લાટુ મંદિર છે અને અહી લાટુના ભગવાનની પૂજા થાય છે. આ મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના દેવાલ નામના બ્લોકમા વાણ નામના સ્થળે સ્થિત છે. અહીના રહેવાસીઓ કહે છે કે ઉત્તરાખંડના પ્રખ્યાત દેવતાઓમા એક છે જે આરાધ્યા નંદા દેવીના ધાર્મિક ભાઈઓ છે. ખરેખર વાણ ગામ પ્રત્યેક ૧૨ વર્ષો ઉપર થવા વાળી ઉતરાખંડની સૌથી લાંબી પગપાળા યાત્રા શ્રીનંદા દેવીની રાજ જાત યાત્રાનો બારમો સ્ટોપ છે.

એવુ માનવામા આવે છે કે અહી લાટુ દેવતાઓ વાણ થી લયને હેમકુંડ સુધી પોતાની બહેન નંદા દેવીની સુરક્ષા કરતા હતા. પુજારીઓ આંખો ઉપર પટ્ટી બાંધીને આ મંદિરના દ્વાર ખોલે છે. આ મંદિરની વિશેષતા એ છે કે તેના દરવાજા વર્ષમા એક વાર જ ખુલે છે. વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે આ દ્વાર ખોલવામા આવે છે.

પુજારીઓ મંદિરના દરવાજા ખોલે છે ત્યારે તેઓ પોતાની આંખો અને મો ઉપર પટ્ટીબાંધે છે. આ દિવસે પણ મંદિરની અંદર કોઈને પણ જવાની મંજૂરી નથી અને ભક્તો દૂરથી ભગવાનના દર્શન કરી લે છે. જ્યારે મંદિરના દરવાજા ખુલે છે ત્યારે વિષ્ણુ સહસ્ત્રનામ અને ભગવતી ચાંડિકાના પાઠ યોજવામા આવે છે.

આ મંદિરનુ રહસ્ય ખૂબ જ આશ્ચર્યજનક છે. એવુ કહેવામા આવે છે કે નાગરાજા તેમના અદ્ભુત રત્ન સાથે આ મંદિરમા રહે છે. સામાન્ય લોકો માટે આ દ્રશ્ય જોવુ શક્ય નથી. જ્યારે પુજારીઓ પણ અહીં પ્રાર્થના કરે છે ત્યારે તેઓ આંખો અને મો ઉપર પટ્ટી બાંધે છે. એવુ કહેવામા આવે છે કે જો તે કરવામા ન આવે તો પૂજારી પણ નાગરાજાના મહાન સ્વરૂપને જોઈને ડરી જશે. કારણ કે મણિનો પ્રકાશ એટલો તીક્ષ્ણ છે કે તે માનવને અંધ બનાવી શકે છે. જ્યારે મો ઉપર પટ્ટી બાંધવા પાછળનુ રહસ્ય એ છે કે પૂજારીના મોંમાંથી ગંધ દેવતા પાસે ન જવી જોઈએ અને નાગરાજની ઝેરી ગંધ પૂજારીના નાકમા પહોંચવી જોઈએ નહી.

Previous articleજો તમે જીવનની મૂંઝવણમાંથી બહાર નીકળ્યા પછી માનસિક શાંતિ શોધી રહ્યા છો, તો આ આશ્રમની મુલાકાત જરૂર લો.
Next articleજાણો ઇન્ડોનેશિયામાં શા માટે જ્વાળામુખીના મુખ પર ગણેશજીની મૂર્તિ મૂકવામા આવી છે. શું છે તેનું રહસ્ય.