Homeધાર્મિકકેમ મનાવવામાં આવે છે ધનતેરસનો તહેવાર, જાણો તેની પૌરાણિક કથા વિષે...

કેમ મનાવવામાં આવે છે ધનતેરસનો તહેવાર, જાણો તેની પૌરાણિક કથા વિષે…

દીવાળીનો તહેવાર ધનતેરસના દિવસથી શરૂ થાય છે. ધનતેરસનો તહેવાર કાર્તિક મહિનાની તેરસની તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે ધનતેરસનો તહેવાર 13 નવેમ્બર છે. આ દિવસ ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. દીવાળીની ખરીદી ધનતેરસના દિવસથી જ શરૂ થાય છે. આ દિવસે વાસણો અને નવી વસ્તુઓ ખરીદવાની પરંપરા છે. શું તમે જાણો ભગવાન ધનવંતરી કોણ છે અને ધનતેરસની પૌરાણિક કથા શું છે.

દીવાળીના બે દિવસ પહેલા ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. દંતકથા અનુસાર સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા. તેથી જ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. ભગવાન ધનવંતરીને ચિકિત્સાના દેવતા માનવામાં આવે છે. માતા લક્ષ્મી પણ સમુદ્રના મંથન દ્વારા પ્રગટ થયા હતા, તેથી ભગવાન ધનવંતરીની સાથે માતા લક્ષ્મીની પૂજા પણ કરવામાં આવે છે. ધન સંબધિત એવી માન્યતા છે કે તે ભગવાન વિષ્ણુનો જ એક અંશ છે. ધનતેરસ સંબધિત એક બીજી પણ કથા છે જે નીચે મુજબ છે…

રાજા ‘બલી’ ખૂબ જ શક્તિશાળી અને દાનવીર  રાજા હતા. તે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. રાજા બલીએ ત્રણેય લોક પર પોતાનો અધિકાર લઈ લીધો હતો. દંતકથા અનુસાર, દેવતાઓની મદદ કરવા માટે, વિષ્ણુજીએ વામન અવતાર લીધો, અને રાજા બલીના યજ્ઞ સ્થળ પર જઈને તેમણે રાજા બલી પાસે ત્રણ પગ જમીન માંગી.

અસુરોના ગુરુ, શુક્રચાર્યે વામન રૂપે ભગવાન વિષ્ણુને ઓળખી લીધા હતા. તેથી તેણે રાજા બલીને દાન આપવાની ના પાડી, પણ રાજા બલીએ તેની વાત માની નહીં. તે પછી, રાજા બલીએ દાનની પ્રતિજ્ઞા લેવા માટે તેના હાથમાં પાણીનું કમંડળ લીધુ, ત્યારે શુક્રાચાર્ય લઘુરૂપ દ્વારા કમંડળમાં ગયા, જેથી કમંડળમાંથી પાણી બહાર ન નીકળી શકે. ભગવાન વિષ્ણુ શુક્રચાર્યની યુક્તિ સમજી ગયા, તેથી તેણે પોતાના હાથની કુશાને કમંડલમાં એવી રીતે નાખી કે તેનાથી શુક્રચાર્યની આંખ ફૂટી ગઈ અને તે કમંડળમાંથી બહાર આવી ગયા. 

પછી વામન અવતાર ભગવાન વિષ્ણુએ એક પગલામાં આખી પૃથ્વી માપી લીધી અને બીજા પગલામાં અવકાશ માપ્યું. ત્રીજુ પગલુ મુકવા માટે રાજા બલીએ તેનું માથું ભગવાન સમક્ષ આગળ કર્યું. જેના કારણે દેવતાઓને બધી જ સંપત્તિ અને ધન પાછું મળી ગયું. એવું કહેવામાં આવે છે કે, આ પ્રસંગે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments