૧૦૦ વર્ષનો કાચબો લુપ્ત થવાના અંત પર પહુચેલી પોતાની આખી પ્રજાતિને બચાવી રહ્યો છે. ડિએગો (ચલોનોદિસ હુડેન્સિસ) નામની પ્રજાતિના અસ્તિત્વને જોખમ છે. ૮૦ કિલો જેટલુ વજન ધરાવતા ડિએગો એ નોંધપાત્ર ઉપલબ્ધી હાસલ કરી છે.
ડિએગો નામના આ કાચબાએ એક કે બે નહી ૮૦૦ કાચબાઓના જન્મમા મોટી ભૂમિકા ભજવી હતી. ૫૦ વર્ષ પહેલાં આ પ્રજાતિના ફક્ત ૧૪ કાચબા જ બચ્યા હતા. ડિએગો કુલ ૮૦૦ બાળકોનો પિતા છે. ડિએગોએ પોતાની સંપૂર્ણ પ્રજાતિઓને બચાવવામા મહત્વનુ યોગદાન આપ્યુ હતુ જે લુપ્ત થવાની આરે હતી.
ડિએગો નામનો આ કાચબો સાન્તાક્રુઝ આઇસલેન્ડના કાચબાના સંવર્ધન કેન્દ્રમા રહે છે. તેઓ ગાલાપોગાસ રાષ્ટ્રીય ઉદ્યાનો પર એટલી વિશાળ જગ્યામાં રહેતા હતા કે પોતાની વસ્તી વધારવામા તેઓ મુશ્કેલી અનુભવતા હતા. ૧૯૬૫ મા ડિએગોને ૧૪ અન્ય કાચબાની સાથે કેપ્ટિવ બ્રીડિંગ પ્રોગ્રામ હેઠળ સધર્ન કેલિફોર્નિયાના સાન્ટા ક્રુઝ આઇલેન્ડ ઝૂ પર લાવવામા આવ્યા હતા.
અહિયા આવ્યા પછી આ સમયગાળા દરમિયાન કાચબાઓની વસ્તી ૨૦૦૦ સુધી વધી છે. આમાંથી ૮૦૦ કાચબાના ૪૦ ટકા જન્મ માટે ડિએગો જવાબદાર છે. લગભગ પાંચ દાયકા સુધી પોતાની જાતિના વિકાસમાં ભૂમિકા ભજવ્યા પછી ડિએગોને પેસિફિક મહાસાગરમાં ગેલપાગોસ આઇલેન્ડમા પોતાના ઘરે પરત મોકલવામા આવશે.
ડિએગો હવે નિવૃત્ત થઈ ગયો છે અને એસ્પાઓલા પરત ઘરે આવી રહ્યો છે. લગભગ ૭૮૦૦ કાચબા એસ્પેનોલા પરત ફર્યા છે. ગેલપાગોસ આઇલેન્ડ્સ એ વન્યપ્રાણીના જીવન જોવા માટેના વિશ્વના મુખ્ય સ્થળોમાંનુ એક છે. જે એક ખૂબ સુંદર ક્ષેત્ર છે.