Homeધાર્મિકશું તમે જાણો છો કે, દિવાળીનો તહેવાર કેમ મનાવવામાં આવે છે, જાણો...

શું તમે જાણો છો કે, દિવાળીનો તહેવાર કેમ મનાવવામાં આવે છે, જાણો દિવાળીથી સંબંધિત 4 પૌરાણિક કથાઓ વિષે…

દિવાળી મનાવવા પાછળનું માત્ર એક જ કારણ નથી, પરંતુ પુરાણોમાં તેની સાથે જોડાયેલી ઘણી કથાઓ છે. તમે મોટાભાગે પુસ્તકોમાંથી બાળપણમાં રામ વનમાંથી પાછા આવ્યા તેથી દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે એવું વાંચ્યું હશે. અને વડીલોએ તમને ઘરે પણ એવું જ કહ્યું હશે કે, દિવાળીની ઉજવણીનું મુખ્ય કારણ રામ અયોધ્યા પરત આવ્યા એ છે. પરંતુ હકીકતમાં દિવાળીને લગતી બીજી ઘણી કથાઓ છે જેમાં દૈવી શક્તિઓએ તેમની હિંમત અને શક્તિથી દુષ્ટ શક્તિઓનો નાશ કર્યો છે. દિવાળીના દિવસે અનેક સંયોગો રચાય છે, જે વિશ્વાસ આપે છે કે, અંધકાર પછી અજવાળું  આવે છે, તેથી તેને દીપોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ, દિવાળીથી સંબંધિત 4 અન્ય વાતો.

દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની પૂજા એટલા માટે કરવામાં આવે છે કારણ કે, આ દિવસે તે પ્રગટ થયા હતા. પૌરાણિક કથાઓ અનુસાર, આ દિવસે દેવી લક્ષ્મી કેસર સમુદ્રમાંથી પ્રગટ થયા હતા. આ સાથે કુબેર અને આરોગ્યના દેવતા ધનવંતરી પણ આ દિવસે સમુદ્ર મંથન દ્વારા પ્રગટ થયા હતા. તેથી દેવી લક્ષ્મીની પૂજા સાથે ધનવંતરી દેવની પૂજા પણ કરવામાં આવે છે.

કારતક મહિનાની ચૌદશના દિવસે શ્રી કૃષ્ણએ અત્યાચારી રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો. તેથી જ દિવાળીના આગળના દિવસે નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદશ ઉજવવામાં આવે છે. જેને ભારતના ઘણા વિસ્તારોમાં બડી દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે નરકાસુર વધના સમાચાર ગોકુળના રહેવાસીઓને મળ્યા તો, તેઓએ બીજા દિવસે ઘી ના દિવા પ્રગટાવીને ખુશી મનાવી અને ભગવાનનો આભાર માન્યો હતો.

વિષ્ણુ પુરાણ મુજબ દિવાળીના દિવસે ભગવાન વિષ્ણુએ નરસિંહનો અવતાર ધારણ કરીને હિરણ્યકશ્યપ રાક્ષસનો વધ કર્યો હતો. હિરણ્યકશ્યપએ બ્રહ્માજીની કઠોર તપશ્ચર્યા કરીને વરદાન મેળવ્યું હતું, તેથી તેને મારવો એ સરળ કાર્ય નહોતું. નરસિંહ અવતારમાં તે બધા ગુણો હતા જે હિરણ્યકશ્યપનો વધ કરી શકે. આમ હિરણ્યકશ્યપના વધ પછી આ દિવસે લોકોએ ઘીનાં દીવા પ્રગટાવ્યાં હતાં.

જ્યારે પાંડવો ચૌસરની રમતમાં પર કૌરવો દ્વારા પરાજિત થયા, ત્યારે તેઓને બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ મળ્યો હતો. તેર વર્ષોનો કઠિન સમય વિતાવ્યા બાદ પાંડવો તેના રાજ્યમાં જે દિવસે પાછા આવ્યા હતા તે દિવાળીનો દિવસ હતો. તેના પરત આવવાની ખુશીમાં લોકોએ દીપ પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments