દિવાળીનો પવિત્ર તહેવાર આ વર્ષે 14 નવેમ્બરે છે. દર વર્ષે આ ઉત્સવ કારતક મહિનાના અમાસના દિવસે ઉજવવામાં આવે છે. તે સુખ અને સમૃદ્ધિનો તહેવાર છે. દિવાળીમાં લોકો એકબીજાને મીઠાઇ તેમજ કપડાંની ભેટો આપે છે. પરંતુ ઘણી વખત લોકો આકસ્મિક રીતે એકબીજાને આવી ભેટો આપે છે જેનો બંને પર નકારાત્મક પ્રભાવ પડે છે. શાસ્ત્રોમાં કેટલીક ભેટો વર્જિત અને અશુભ માનવામાં આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમાં ગીતાનો ઉપદેશ આપત હતા તેવું ચિત્ર કોઈને ભેટ તરીકે આપવું જોઈએ નહીં, અને તે તે ફોટાને ઘરમાં રાખવો પણ ન જોઈએ.
દિવાળી દરમિયાન ઘણીવાર લોકો એકબીજાને
દેવી-દેવતાઓની તસવીરો આપે છે. પરંતુ તેને હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે આવા ચિત્રો જેમાં દેવતાઓ ઉગ્ર સ્થિતિમાં અથવા યુદ્ધ કરતા હોય તેવા ફોટા ભેટમાં ન દેવા જોઈએ.
શાસ્ત્રોમાં રામાયણ, મહાભારત ગ્રંથ, જંગલી પ્રાણીઓ, દુષ્કાળ અને સૂર્યાસ્તનાં ચિત્રો જેવી ભેટો કોઈને આપવી કે લેવી જોઈએ નહીં.
દિવાળી પર દરેક માતા લક્ષ્મીની રાહ જુએ છે. આવી સ્થિતિમાં જો કોઈ માતા લક્ષ્મીની તસ્વીર કોઈને ભેટમાં આપવા માંગતા હોય તો, હંમેશા માતા લક્ષ્મીની બેઠકની તસવીર આપવી જોઈએ. શાસ્ત્રોમાં લક્ષ્મીનું ઘરમાં બેસવું એ શુભ માનવામાં આવે છે.
નીચે પડતા ધોધ (ઝરણા) ના પાણીનું ચિત્ર કોઈની પાસેથી ભેટમાં લેવું જોઈએ નહીં, અને દેવું પણ ન જોઈએ.