Homeધાર્મિકજાણો દિવાળી ક્યારે ઉજવાશે, દિવાળીના શુભ સમયનું શું છે મહત્વ.

જાણો દિવાળી ક્યારે ઉજવાશે, દિવાળીના શુભ સમયનું શું છે મહત્વ.

દિવાળીએ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. તે 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જે ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી ઉજવવામાં આવે છે. દિવાળી એ અંધકાર ઉપર અજવાળાન વિજય મેળવતો તહેવાર છે. જે દરવર્ષે કાર્તિક મહિનાની અમાસના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.

આ વખતે દિવાળીનો તહેવાર 14 નવેમ્બર 2020 (શનિવાર) ને દિવસે ઉજવવામાં આવશે. પુરાણો અનુસાર ભગવાન રામ દિવાળીના દિવસે અયોધ્યા પરત આવ્યા હતા. ભગવાન રામના આગમનની ખુશીમાં અયોધ્યાના લોકોએ દીપ પ્રગટાવી તેનું સ્વાગત કર્યું હતું . સુખ અને સમૃદ્ધિની ઇચ્છા કરવા માટેનો દિવાળી સિવાયનો બીજો કોઈ ઉત્સવ નથી, તેથી આ પ્રસંગે માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. દિવાળી સાથે દીપદાન, ધનતેરસ, ગોવર્ધન પૂજા, ભાઈબીજ જેવા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.

દિવાળીનું મહત્વ :-
પુરાણો અનુસાર ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ જ્યારે રાવણનો વધ કર્યા પછી અયોધ્યા પાછા આવ્યા હતા, ત્યારે ત્યાંના લોકોએ તેમને દીવાઓ પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આથી આ દિવસને લોકો દર વર્ષે દિવાળીના તહેવાર તરીકે ઉજવે છે. દિવાળી પર ભગવાન ગણેશજી અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘરની બહાર મુખ્ય પ્રવેશદ્વાર પર રંગોળી બનાવવામાં આવે છે.

તેમજ માતા લક્ષ્મીના આગમનની તૈયારીઓમાં આખા ઘરને દીવડાઓથી સજાવીને માતા લક્ષ્મીનું સ્વાગત કરવામાં આવે છે. ભગવાન ગણેશજી અને દેવી લક્ષ્મીની પૂજા કર્યા બાદ દિવાળીની શુભેચ્છાઓ સાકર અને પતાસાનો પ્રસાદ વહેંચીને એક બીજાને શુભકામનાઓ પાઠવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મી આમ કરીને ઘરમાં રહે છે. વ્યક્તિના ઘરે પૈસાની કમી હોતી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments