શું તમે જાણો છો કે દ્રોપદીને મદદ કરવામાં સૌથી આગળ કોણ હતું ?

ધાર્મિક

ભીમ દ્રૌપદીને સૌથી વધુ ચાહે છે અને તેણે દરેક પગલા પર દ્રૌપદીને ટેકો આપ્યો હતો. વળી તેણે દ્રૌપદીની દરેક ઇચ્છા પૂરી કરી હતી. જોકે ભીમે દ્રૌપદીને ઘણી જગ્યાએ મદદ કરી હતી.

૧) ભીમ કુબેરના અદભૂત બગીચામાથી દ્રોપદી માટે દિવ્ય સુંગધ વાળા ફૂલ લાવ્યા હતા.

૨) ભીમે મત્સ્ય વંશના રાજા કીચકને માર્યો કારણ કે તેણે દ્રૌપદી સાથે ખરાબ વર્તન કર્યું હતુ. પાછળથી કેચકના ભાઈઓને ખબર પડતા તેઓએ સ્મશાન ભૂમિ ઉપર સળગતી આગમા સળગાવા માટે દ્રૌપદીને બાંધી દીધી હતી પણ ભીમે એકલા હાથે લડાઈ કરીને દ્રૌપદીનો જીવ બચાવ્યો હતો.

૩) વનવાસ દરમિયાન ગાઢ જંગલમા ભીમ દ્રૌપદીને પોતાના ખભા ઉપર ઉચકીને ચાલતા હતા, જેથી તેને ચાલવામાં મુશ્કેલી ન પડે.

૪) ભીમે દ્રૌપદીના ચીર હરણ પછી ૧૦૦ કૌરવોનો અંત લાવવાનો પ્રણ લીધો હતો અને તેણે ૧૦૦ કૌરવોને મારીને પોતાના વચન પૂરા કર્યા હતા.

૫) જ્યારે અજ્ઞાત વાસ સમયે દ્રૌપદીને રાણી સુદેશનાની દાસી બનવુ પડ્યુ ત્યારે ભીમને અતિશય પીડા સહન કરવી પડી હતી અને દરેક ક્ષણે દ્રૌપદીની સંભાળ લીધી હતી.

૬) મહાભારત યુદ્ધના ૧૪ મા દિવસે ભીમે ચીર હરણ કરનાર દુ: શાસનની હત્યા કરી તેની છાતીના લોહીથી દ્રૌપદીના વાળ ધોયા હતા. ૧૫ વર્ષ પછી દ્રૌપદીએ ફરીથી પોતાના વાળ બાંધ્યા હતા.

૭) સ્વર્ગમા જતા સમયે ભીમે દ્રૌપદીને ઘણી વાર ચાલવામા મદદ કરી હતી. આ સમય દરમિયાન જ્યારે દ્રૌપદી સરસ્વતી નદી પાર કરી શક્યા નહી ત્યારે ભીમે એક શિલા ઉપાડી અને તેને નદીની વચ્ચે મૂકી જેના ઉપર ચાલીને દ્રૌપદીએ નદી પાર કરી હતી. તે ખડક હજી ભીમા પુલ તરીકે પ્રખ્યાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *