Homeહેલ્થજાણો, ડુંગળી ખાવાના જબરજસ્ત ફાયદાઓ વિષે, તેનાથી આ ગંભીર રોગો થશે દૂર...

જાણો, ડુંગળી ખાવાના જબરજસ્ત ફાયદાઓ વિષે, તેનાથી આ ગંભીર રોગો થશે દૂર…

તમે ડુંગળીનું શાક તો કરતા જ હશો અને કાચી ડુંગળી પણ ખાતા હશો. પરંતુ શું તમે ડુંગળીના ફાયદાઓ વિશે જાણો છો? ઉનાળાની ઋતુમાં લોકો ઘણીવાર કાચી ડુંગળી ખાવાનું પસંદ કરે છે, કારણ કે, તે માત્ર ગરમ લૂ થી બચાવે છે. આ સાથે તે તમને અનેક રોગો માટે પણ ફાયદાકારક છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કાચી ડુંગળી ખાવાથી કેન્સર અને રક્તવાહિનીના રોગોમાં હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઓછું થાય છે. વર્ષ 1990 માં અમેરિકામાં કરાયેલા એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કાચી ડુંગળી ખાવાથી હ્રદય સંબધિત રોગો થતા નથી. ડુંગળી પાચન ક્રિયા સુધારવામાં પણ મદદ કરે છે. તો ચાલો જાણીએ કાચી ડુંગળી ખાવાના ફાયદાઓ વિશે…

સલાડમાં કાચી ડુંગળી ખાવાથી ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય  છે અને શ્વસન સંબધિત રોગો પણ થતા નથી. ડુંગળીમાં હાજર મેગ્નેશિયમ અને અન્ય ખનિજ ક્ષાર તત્વો શરીરમાં લોહીના પ્રવાહને જાળવવામાં મદદ કરે છે, તેનાથી ઉર્જાનું સ્તર જાળવાઈ રહે છે. તમે બોપરના ભોજન સાથે સલાડમાં કાચી ડુંગળી ખાઈ શકો છો.

ડુંગળી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ પણ કરે છે. તેમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન સી જેવા ગુણધર્મો હોય છે, જે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે અને આ ઉપરાંત તે શરીરને સ્વસ્થ રાખે છે.

ડુંગળીમાં કેન્સર વિરોધી ગુણધર્મો પણ છે. ડુંગળી શરીરમાં કેન્સરના કોષોને વધતા રોકે છે અને કેન્સરના કોષોનો નાશ પણ કરે છે. ઘણા અભ્યાસોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ડુંગળી ખાનારા લોકોને કેન્સર જેવા ગંભીર રોગનું જોખમ ઓછું છે.

ડુંગળીમાં સલ્ફર સંયોજનો હોય છે, જે બ્લડ સુગરનું જોખમ ઘટાડે છે. જો કોઈને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તેણે કાચી ડુંગળીનું સેવન કરવું જોઈએ. મેરીલેન્ડ યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરના જણાવ્યા અનુસાર કાચી ડુંગળીના સેવનથી બ્લડ ઈંફેક્શનની સમસ્યા થતી નથી. ઘણા અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ડુંગળીનું સેવન હૃદય સંબંધિત રોગોમાં પણ ફાયદાકારક છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments