આ દુનિયામાં જેટલા સારા લોકો છે તેટલા જ ગુનાની દુનિયામા વધુ માથા ફરેલ લોકો છે. આ ગુનેગારો કેટલી હદ સુધી જાય છે તે ફક્ત કલ્પના કરતા જ ડર લાગે છે. અમે તમને આવા જ એક ગુનેગાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વર્ણનથી લોકોના મનમા ધ્રુજારી ઉભી થશે. ચાલો તેના વિશે જાણીએ.
આ સીરીયલ કિલરનુ નામ ”લિયોનાર્ડો સિયાનસુલી” છે અને આ એક મહિલા છે. આ મહિલાનુ મૃત્યુ થયુ હોવા છતા તેણીના મૃત્યુ પછી ૪૯ વર્ષ પછી પણ તેનો ઉલ્લેખ થાય છે. ઇટલીની આ મહિલાએ ૧૯૩૯ થી ૧૯૪૦ ની વચ્ચે ૩ મહિલાઓની હત્યા કરી હતી. આ મહિલાએ આ હત્યા પોતાના બાળકોની સુરક્ષા માટે કરી હતી.
સિયાનસુલી એ જે ત્રણ મહિલાઓની હત્યા કરી હતી તે તમામ તેના પાડોશી હતા. માથા ફરેલી માતાએ ફોસ્ટીના સેતીની પહેલી હત્યા કરી. ફોસ્ટીનાનો પતિ ઘણા સમયથી ગુમ હતો. સીયાનસુલી ને ખાતરી હતી કે જો મારે પોતાના બાળકોનુ રક્ષણ કરવુ હોય તો તેણે માનવનુ બલિદાન આપવું પડશે. તે ફોસ્ટિનાને પોતાના ઘરે બોલાવે છે અને દારૂમાં ઝેર ઉમેરીને તેને સર્વ કરે છે.
સૌથી આશ્ચર્યજનક બાબત આ પછી શરૂ થઈ જ્યારે સિયાનસુલીએ ફોસ્ટિના શબને કુહાડીની મદદથી 9 ટુકડાઓમા કાપી નાખ્યા. તેના શરીરમાંથી લોહી નીકળ્યુ તેને જમા કર્યુ. તેણે એક વાસણમા સાત કિલો કોસ્ટિક સોડા સાથે શરીરના ટુકડા ભેગા કર્યા અને તે ઓગળી જાય ત્યાં સુધી મિશ્રણ કર્યું જયા સુધી તે જાડા અને કાળા થઈ ગયા.
તેણે તેમાંથી સાબુ બનાવ્યો આટલું જ નહી તેણે ફોસ્ટિનાના લોહીમા લોટ, ખાંડ, ઇંડા, ચોકલેટ અને દૂધ ભેળવીને કેક બનાવી. ઘરે આવતા મહેમાનો દ્વારા આ કેકની મજા માણી અને તેનો સ્વાદ ચાખ્યો. તે જ સમયે ફ્રાન્સેસ્કા સોવી તેની બીજી શિકાર બની. તેને પણ ઝેર આપ્યુ હતું. પહેલાની જેમ તેણે આ મહિલાના શરીરના ટુકડા કાપીને સાબુ અને કેક બનાવ્યો.
સિયાનસોલીએ પોતે પોલીસને કહ્યુ હતુ કે તેણે પોતાનો ત્રીજો શિકાર વર્જિનિયા કેસિઓપીને બનાવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યુ હતુ કે તેણે પહેલા તેને ઝેર આપ્યુ હતુ અને શબને કાપીને પહેલાની જેમ સાબુ બનાવ્યો હતો. તેણે કહ્યુ કે તેણે આ સાબુને લોકોમા વહેંચ્યા છે. બીજી બાજુ વર્જિનિયા કેસિઓપ્પોની એક બહેને ગુમ થયાના અહેવાલ નોંધાવ્યા ત્યારે પોલીસને આ ત્રણેય ખૂન માટે સિયાનસોલીની ઉપર શંકા હતી. ૧૯૭૦ મા તે જ સમયે સેરેબ્રલ એપોપ્લેક્સીને લીધે આ સીરીયલ કિલર સીયાનસુલી નું મૃત્યુ થયુ હતુ. આ કેસ સાથે સંબંધિત પુરાવા હજી રોમના ક્રિમિનોલોજિકલ મ્યુઝિયમમા રાખવામા આવ્યા છે.