Homeજાણવા જેવુંએક રહસ્યમય દુનિયા પગ નીચે દબાઇ ગઈ હતી, વર્ષો પહેલા ખોવાયેલુ આ...

એક રહસ્યમય દુનિયા પગ નીચે દબાઇ ગઈ હતી, વર્ષો પહેલા ખોવાયેલુ આ રહસ્ય એક ગધેડા ના લીધે બહાર આવ્યુ હતુ.

આપણુ વિશ્વ રહસ્યમય વસ્તુઓથી ભરેલુ છે. અહી સમયાંતરે અનેક પ્રકારની સંસ્કૃતિઓ વિકસિત થઈ છે. સમય સાથે તે પણ ઢળી ગઈ અને આ પછી બીજી સંસ્કૃતિ વિકસિત થઈ અને તેનો દિવસ પણ સમાપ્ત થઈ ગયા. આવી ઘણી વસ્તુઓ લોકો સમક્ષ આવી છે જેમકે જૂની ઇમારતો અને હાડપિંજરના અવશેષો. જો કે કદાચ આજે પણ આવી ઘણી વસ્તુઓ છે જેનો પર્દાફાશ થવાનો બાકી છે. આજે અમે તમને તે રહસ્યમય દુનિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એક ગધેડાના કારણે વર્ષ ૧૯૦૦ મા બહાર આવી હતી.

જ્યારે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામા આવા રહસ્યનો પર્દાફાશ મુંગા પશુ દ્વારા થયો ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. સ્થાનિક લોકોએ આ ઘટના અંગે જણાવ્યુ કે એક દિવસ ‘ગધેડો’ અચાનક રસ્તામા ચાલતા ચાલતા ખાડામાં પડી ગયો.
તેને બહાર કાઢવા માટે તેના માલિકે ખાડો ખોદવાનુ શરૂ કર્યું અચાનક જ તેને ખાડામા એક મોટુ છિદ્ર જોયુ.

ગધેડાના માલિકે ઘણી વખત છિદ્ર ઉપર પ્રહાર કરીને તેને મોટુ કર્યું, છિદ્ર મોટુ કરતાની સાથે જ અંદર તેણે કંઈક એવુ જોયુ જેનાથી તેના હોશ ઉડી ગયા હતા. અંદર કોમ અલ શોકાફા નામની એક વિશાળ સમાધિ હતી. કાયમ માટે ખોવાયેલી આ સમાધિ એક સામાન્ય ગધેડાના માલિક દ્વારા મળી આવી હતી. જ્યારે આ બાબત પુરાતત્ત્વવિદો પાસે પહોચી ત્યારે તેઓએ તેની તપાસ શરૂ કરી.

તેમને ખબર પડીકે આ સમાધિ ગ્રીકો-રોમન યુગની સૌથી મોટુ કબ્રસ્તાન હતુ જે બીજી સદીમા બનાવવામાં આવ્યુ હતુ.
પુરાતત્ત્વવિદોએ એમ પણ કહ્યુ હતુ કે અગાઉ ફક્ત એક જ પરિવારના લોકોના મૃતદેહને દફનાવવામા આવ્યા હત પરંતુ બાદમાં આ પરંપરામા પરિવર્તનને કારણે અન્ય લોકોના મૃતદેહને પણ દફનાવવામા આવ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે અહી દફનાવવામા આવેલા ઘણા મૃતદેહો હજી સલામત સ્થિતિમા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments