જાણો એક ચા વાળાની પુત્રી એ પાઈલટ બનવા માટે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સ્ટોરી

એવુ કહેવામા આવે છે કે હિંમત અને સમર્પણ પહેલા કશું બાકી રહેતુ નથી. આ વસ્તુઓ ઘણા લોકો માટે માત્ર એક કાલ્પનિક છે પરંતુ ઘણા ખરેખર તેને સાચુ કરીને બતાવે છે. આપણે કેટલીયવાર જોયુ અને સાંભળ્યુ છે કે વિશ્વભરની મુશ્કેલીઓ પાર કર્યા પછી પણ આપણે આપણુ ધ્યાન ભટકાવવા ન દીધુ અને સફળતા પ્રાપ્ત કરી. આવા જ કિસ્સા ઘણીવાર તમારી સામે આવ્યા હશે. આ કેસ છે આંચલ ગંગવાલનો. તમે આ નામ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થતુ જોયુ હશે. તેનુ કારણ એ છે કે આંચલે એક ગૌરવપૂર્ણ કાર્ય કર્યું છે.

મધ્યપ્રદેશની પુત્રી આંચલે એરફોર્સ પાઇલટ બનીને પોતાના સપના પૂરા કર્યા હતા. તેની જીત વધુ વિશેષ છે કારણ કે આંચલ એક ચા વાળાની પુત્રી છે. આંચલના ઘરના લોકો પાસે ઘણીવાર તેમની ફી ભરવા માટે પૈસા પણ ન હતા. આંચલના પિતા ઘણીવાર ફી ભરવા માટે પૈસા ઉધાર લેતા, તો કેટલીકવાર તે શહેરની બહાર હોવાનુ બહાનુ કાઢતા હતા.

નીમચના બસ સ્ટેન્ડ પર ચાની દુકાન ચલાવનારા આંચલના પિતા પોતાની પુત્રીને આગળ વધતા જોવા માંગતા હતા અને તે માટે તેમણે ખુબ જ મહેનત કરી હતી. ૨૦૧૮મા આંચલે ભારતીય એરફોર્સની પરીક્ષા પાસ કરી અને પછી તે તેની પોસ્ટની રાહ જોતી હતી. જ્યારે તે તેની પરીક્ષામા પાસ થઈ ત્યારે પણ તેને લોકોનો ઘણો ટેકો મળ્યો હતો. હવે આખરે તેને એરફોર્સ પાઇલટ તરીકે નિયુક્ત કરવામા આવી છે. ૨૪ વર્ષની આંચલે ભારતીય વાયુ સેનામા ફ્લાઈંગ ઓફિસર તરીકે કામ શરૂ કર્યું છે.

આંચલના પિતાએ કહ્યુ કે તેમની પુત્રી હંમેશા ભારતીય વાયુ સેનાનો ભાગ બનવા ઇચ્છતી હતી. હકીકતમ ૨૦૧૩ મા કેદારનાથ દુર્ઘટના સમયે આંચલને ભારતીય સંરક્ષણ દળોએ ત્યા ફસાયેલા લોકોને સુરક્ષિત રાખવાની રીત જોઈને એરફોર્સમા જોડાવાનો વિચાર કર્યો હતો. ત્યારે જ આંચલે પોતાનુ પહેલુ મિશન પૂર્ણ કરવાનુ શરૂ કર્યું.

આંચલે સર્વિસ સિલેક્શન બોર્ડ (એસએસબી) ની પરીક્ષા માંથી છઠી વારે પાસ થઈ હતી. પરંતુ નિષ્ફળતાથી તે ક્યારેય નિરાશ નહોતી થઈ. આંચલ કમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ છે અને એરફોર્સમા જોડાયા પહેલા તે મધ્ય પ્રદેશ પોલીસ વિભાગમા સબ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતી હતી. આંચલે જણાવ્યુ હતુ કે તે હંમેશા સપનું જોતી હતી કે તે યુનિફોર્મમા તેના માતા-પિતાની સામે ઉભી છે.

આંચલે સાબિત કર્યું છે કે જો સપનાને ઉડવાની છૂટ આપવામા આવે તો દરેક લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. આંચલની જીતનો આનંદ આજે સોશિયલ મીડિયા પર ઉજવાય રહ્યો છે. તો બીજી તરફ આંચલ આ પાઠ પણ આપે છે કે આપણે આપણી આસપાસની નકારાત્મકતાને અવગણીને હંમેશા આગળ વધવુ જોઈએ. પ્રેરણા ગમે ત્યાંથી આવી શકે છે અને આપણે બસ આપણું લક્ષ્ય નક્કી કરવાનુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *