Homeરસપ્રદ વાતોએક કુતરાએ પોતાના માલિક માટે ઓરંગઝેબની સેનાને હરાવીને તેની વફાદારી સાબિત કરી...

એક કુતરાએ પોતાના માલિક માટે ઓરંગઝેબની સેનાને હરાવીને તેની વફાદારી સાબિત કરી હતી.

કૂતરો એક વફાદાર પ્રાણી છે. પોતાના માલિકને બચાવવા માટે તે પોતાનો જીવ પણ દઈ શકે છે. તમે આ પ્રાણીની વફાદારીની ઘણી વાર્તાઓ સાંભળી અને જોઈ હશે. આજે ઇતિહાસના પાના પરથી અમે આવી જ એક ઘટનાનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ. ફરી એકવાર સાબિત થઈ જશે કે ખરેખર સાથ નિભાવવો એક કુતરા પાસેથી શીખવુ જોઈએ.
અમે અહી એવા કૂતરાનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ જેણે પોતાના માલિકની જીંદગી બચાવવા ઓરંગઝેબની સેનાને ધૂળ ચટાડી દીધી હતી.. તે વર્ષ ૧૬૭૧ ની વાત છે. તે સમય દરમિયાન લોહારુ રીઆસત ઉપર ઠાકુર મદનસિંહનુ રાજ હતુ. તેમને મહસિંહ અને નૌરાબજી નામના બે પુત્રો પણ હતા અને તેમની સાથે તેમનો એક વફાદાર ગુલામ હતો જેનુ નામ બક્તાવરસિંહ હતુ.

હિસાર ગેઝેટિયરમા નોંધાયેલી વિગતો અનુસાર ૧૬૭૧ મા મોગલ શાસક ઓરંગઝેબે ઠાકુર મદન સિંઘની આ સમૃદ્ધ રજવાડીમાંથીકર વસૂલવાની માંગણી કરી પરંતુ તેણે મોગલ શાસકની દરખાસ્તને નકારી દીધી. ઠાકુરે મોગલ શાસકને એક પત્ર મોકલ્યો અને કહ્યુ કે અમારી પાસે અમારા રાજ્યની રક્ષા કરવાની ક્ષમતા છે.

ઠાકુર મદન સિંહના આ વર્તનથી બાદશાહ ગુસ્સે થયો અને હિસારના રાજ્યપાલ અલ્ફુ ખાનને લોહારુ ઉપર હુમલો કરવાનો આદેશ આપ્યો. જ્યારે રાજાને આ હુમલોનો ખ્યાલ આવ્યો ત્યા સુધીમા મુઘલ સૈન્ય કિલ્લામા પ્રવેશ કરી ચૂક્યુ હતુ.

તાત્કાલિક યુદ્ધ માટે ઠાકુરે પોતાના બંને પુત્રો અને વફાદાર બખ્તાવરને યુદ્ધ માટે મોકલ્યા. બખતાવર સાથે યુદ્ધના મેદાનમા તેનો વિશ્વાસુ કૂતરો પણ ગયો હતો. યુદ્ધના મેદાનમા એક કૂતરો જોઇને મોગલ સૈનિકો આશ્ચર્યચકિત થઈ ગયા.
આ યુદ્ધમા ઠાકુર મદન સિંહના બંને પુત્રો શહીદ થયા પરંતુ તેમનો વફાદાર ટેકો છેલ્લી ક્ષણ સુધી લડતો રહ્યો.

આશ્ચર્યજનક બાબત એ હતી કે બખ્તતાવરના લવારથી ઘાયલ થયા પછી પણ મોગલ સૈનિક નીચે પડતા કે તરત જ તે કૂતરો તેના ગળા પર હુમલો કરી તેને મારી નાખતો. આ રીતે તેણે કુલ ૨૮ મોગલ સૈનિકોને માર્યા હતા. આ સાથે ઘણા સૈનિકો ખુબ ખરાબ રીતે ઘાયલ થયા હતા.

આ બનતુ જોઈને રાજ્યપાલ અલ્ફુએ સૈનિકોને કૂતરા પર હુમલો કરવાનો આદેશ આપ્યો. જ્યારે બખ્તાવરે તેને બચાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મોગલ સૈનિકોએ બખ્તાવર ઉપર હુમલો કર્યો જેના કારણે તેને યુદ્ધના મેદાનમા વીરગતિ મળી હતી. તેના માલિકનું મૃત્યુ જોઈને કૂતરો સૈનિકો પર તૂટી પડ્યો પરંતુ તે પછી એક સૈનિકે કૂતરાનું માથુ તલવારથી કાપી નાખ્યુ. જો કે ત્યા સુધીમા ઓરંગઝેબની સેનાએ હાર માની લીધી હતી. પરિણામે અલ્ફુ ખાને ઠાકુર મદન સિંહની આગળ મેદાન છોડવુ પડ્યુ હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments