તમે સાંભળ્યુ જ હશે કે દરેક દેશને શાસન ચલાવવા માટે એક રાજા હોય છે જે દરેક પ્રકારની વ્યવસ્થાનુ સંચાલન કરે છે. તેમ છતા રાજાશાહી પ્રણાલી વિશ્વના લાંબા સમય પહેલા નાબૂદ કરવામા આવી છે. પરંતુ આજે પણ આફ્રિકામા એક એવો દેશ છે જ્યા સંપૂર્ણ પણે રાજાશાહી સત્તા લાગુ છે. આ દેશનુ નામ સ્વાઝીલેન્ડ છે.પરંતુ વર્ષ ૨૦૧૮ મા દેશની આઝાદીના ૫૦ વર્ષ પૂર્ણ થયા પછી અહીંના રાજાએ દેશનુ નામ બદલીને કિંગડમ ઓફ ઇસ્વાતીની રાખ્યુ છે.
આ દેશ આફ્રિકા ખંડમા દક્ષિણ આફ્રિકાની બાજુમા છે. ક્રિકેટને કારણે દક્ષિણ આફ્રિકાના લોકો ભારતમા ઘણા લોકોને જાણતા થયા છે. દક્ષિણ આફ્રિકા અને મોજેબીકની સરહદથી જોડાયેલ આ દેશની ચર્ચા હાલમા જ એક અફવાને કારણે ચર્ચામા આવી હતી.
હકીકતમા આ દેશમાં દર વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામા રાણીની માતા લુદજીજીનીના રાજવી ગામમા ઉમાહલાંગા સેરેમની મહોત્સવ યોજવામા આવે છે. જેમા ૧૦,૦૦૦ થી વધુ કુંવારી છોકરીઓ અને બાળકી શામેલ હોય છે. આ તહેવારમા કુંવારી છોકરીઓ રાજાની સામે નૃત્ય કરે છે.
નેશનલ જિયોગ્રાફિકના અહેવાલ મુજબ આ છોકરીઓમાંથી રાજા પોતાની રાણીની પસંદગી કરે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ છોકરીઓ રાજા અને તેની આખી પ્રજાની સામે કઈ પણ પહેર્યા વિના નાચે છે. ગયા વર્ષે આ દેશની ઘણી યુવતીઓએ તેનો વિરોધ કર્યો હતો. ઘણી યુવતીઓએ આ પરેડમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.
પરંતુ રાજાને આ જાણકારી મળ્યા પછી તે છોકરીઓના પરિવારોને ભારે દંડ ભરવો પડ્યો હતો.આ સિવાય આ દેશના રાજા પર સતત આરોપો મુકવામા આવી રહ્યા છે કે તે પોતે ખૂબ જ રાજાશાહી જીવન જીવે છે .જ્યારે દેશની એક મોટી વસ્તી ખૂબ જ ગરીબ છે. તમને જણાવી દઈએ કે રાજા મસ્વાતી ત્રીજા વર્ષ ૨૦૧૫ મા ભારત આફ્રિકા શિખર સમ્મેલનમા ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. રાજા મસ્વાતી ત્રીજા ૧૫ પત્નીઓ, બાળકો અને ૧૦૦ નોકરો સાથે આવ્યા હતા. તે દિલ્હીની ફાઇવ સ્ટાર હોટેલમા રોકાયા હતા જેમા ૨૦૦ રૂમ તેમના માટે બુક કરાવામા આવ્યા હતા.