જાણો નાવાબીઓ ના ફૈઝાબાદ માંથી રામ જન્મ ભૂમિ અયોધ્યા કેવી રીતે બન્યું.

379

૬ નવેમ્બર ૨૦૧૮ ના રોજ ફૈઝાબાદ જિલ્લાનુ નામ અયોધ્યા રાખવામા આવ્યુ. બાબરના શાસન પછી ધર્મંનગરી અયોધ્યા વિવાદોમા આવી. અયોધ્યાની મનોકામના પૂર્ણ થવા જઇ રહી છે. સંતોની સાથે લોકોમા આનંદ અને ઉત્સાહ છે. અયોધ્યાને શણગારવામા આવી હતી. ૫ ઓગસ્ટે રામ મંદિરનો શિલાન્યાસ થઈ ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંદિરનો શિલાન્યાસ કરવામા આવ્યો હતો. આખા ભારતમાંથી ચુનિંદા મહેમાનોને આમંત્રણ આપવામા આવ્યુ હતુ.

કોરોના સમયગાળામા ટેકનોલોજી દ્વારા આ પ્રસંગને મોટો બનાવવાના પ્રયાસો કરવામા આવ્યો હતો. અયોધ્યા દેશ-વિદેશ અને સમગ્ર મીડિયામા લોકપ્રિય છે. પરંતુ આ અયોધ્યાએ તેનુ નામ મેળવવા માટે લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો.
અયોધ્યા મંદિર આંદોલનને લીધે હેડલાઇન્સમા હમેશા રહ્યુ છે. અન્ય રાજ્યોથી આવતા લોકોને અહી કેવી રીતે પહોંચયા તે કહેવ પડ્યુ હતુ.

સતત એવી માંગ કરવામા આવી રહી હતી કે ફૈઝાબાદ જિલ્લાનુ નામ બદલીને અયોધ્યા કરવામા આવે. આ અંગે ફૈઝાબાદના સાંસદ વિનય કટિયાર અને હાલના સાંસદ લલ્લુ સિંહે પણ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. ઉત્તર પ્રદેશમા ૨૦૧૭ મા ભાજપની સરકાર બની અને યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા. મંદિરના આંદોલન સાથે સંકળાયેલા યોગીએ તેને ગંભીરતાથી લીધુ અને ૬ નવેમ્બર ૨૦૧૮ ના રોજ ફૈઝાબાદ જિલ્લાનુ નામ બદલીને અયોધ્યા રાખ્યુ.

તેમણે સંતોની આ ફરિયાદને દૂર કરી જેમા તેઓ કહેતા હતા કે જે શહેરમા રામનો જન્મ થયો છે તે શહેરને આપણે ઓળખ ન આપવી શકીયે તો આપણને ધિક્કાર છે. પ્રાચીન ગ્રંથો અનુસાર અયોધ્યાની સ્થાપના આશરે ૨૨૦૦ વર્ષ પહેલા કરવામા આવી હતી. મહાકાવ્ય રામાયણ અનુસાર રામનો જન્મ અયોધ્યામા થયો હતો. ઇક્ષ્વાકું વંશનો રાજા દશરથ તેમના પિતા હતા જે ૬૩ મા શાસક હતા.

જ્યારે પણ પ્રાચીન ભારતના તીર્થસ્થાનોનો ઉલ્લેખ કરવામા આવે છે ત્યારે ચોક્કસપણે અયોધ્યાનુ નામ પહેલા આવે છે. બૌદ્ધ માન્યતાઓ અનુસાર ભગવાન બુદ્ધ ૧૬ વર્ષ સુધી અયોધ્યામા રહ્યા હતા .અયોધ્યા રામાનંદી સંપ્રદાયનુ મુખ્ય કેન્દ્ર રહ્યુ છે. ભારતમા બાબરના શાસન પછી ધર્મંનગરી અયોધ્યા વિવાદોમા આવી હતી. આ વિવાદને ૫૦૦ વર્ષ થયા છે. ઐતિહાસિક તથ્યો અનુસાર મોગલ શાસક બાબરના સેનાપતિ મીર બાકીએ મંદિર તોડી નાખ્યુ હતુ અને અહી એક મસ્જિદ બનાવી હતી જે બાબરી મસ્જિદ તરીકે ઓળખાતી હતી.

સરયુ નદીનો કિનારો અને લખનઉથી તેનુ અંતર તેને વિશેષ બનાવતુ હતુ. આ શહેરનો પાયો ત્યારે નાખ્યો જ્યારે નવાબોના શાસનનો ઉદય થતો હતો. આ શહેરની સ્થાપના બંગાળના નવાબ અલીવરદી ખાને કરી હતી. પરંતુ બીજા નવાબ સઆદત ખાને ફૈઝાબાદનો પાયો નાખ્યો હતો. સઆદત ખાનના અનુગામી શુજા-ઉદ-દોલાએ ફૈઝાબાદને અવધની રાજધાની બનાવી હતી.

નવાબ સફદરજંગે ૧૭૩૯-૫૪ મા તેને લશ્કરી મુખ્યાલય બનાવ્યુ હતુ. આ પછી શુજા-ઉદ-દૌલાએ ફૈઝાબાદમા કિલ્લો બનાવ્યો. આ સમયગાળા દરમિયાન ફૈઝાબાદ ભારતભરમા જાણીતુ હતુ. તે લખનૌથી માત્ર ૧૩૦ કિલોમીટર દૂર હતુ અને તે બંગાળ જતા રસ્તામા પડતુ હતુ. ફૈઝાબાદને છોટા કોલકાતા પણ કહેવામા આવતુ હતુ.

શુજા-ઉદ-દૌલાહના શાસનને ફૈઝાબાદ માટે સુવર્ણ અવધિ કહી શકાય. તે સમય દરમિયાન ફૈઝાબાદ સમાન પ્રકારની સમૃદ્ધિ કરી શક્યો નહી. તે સમયગાળામા અહી ઘણી ઇમારતો બનાવવામાં આવી હતી. જેના નિશાનો આજે પણ હાજર છે. શુજા-ઉદ-દૌલાહની પત્ની બહુ બેગમ મોતી મહેલમા રહેતી હતી. અહીથી આખા ફૈઝાબાદનો નજારો દેખાતો હતો. ૧૭૭૫ મા નવાબ અસફ-ઉદ-દૌલાએ તેની રાજધાની બદલીને ફૈઝાબાદથી લખનવ કરી દીધી હતી.

રામ મંદિર આંદોલન અયોધ્યાને વિશ્વના મંચ પર લાવ્યા. સમય એવો પણ આવ્યો કે ફૈઝાબાદ અયોધ્યાની સામે ફીકી પડી ગઈ. રાજકીય સમીકરણ એવુ બન્યું કે કોઈ પણ સરકારે અયોધ્યાના વિકાસ તરફ ધ્યાન આપ્યુ નહી. અયોધ્યાની અવગણના થતી રહી. પરંતુ રામ મંદિરને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણયથી તેનો સુવર્ણ કાળ પાછો ફર્યો છે. સરકારે તેના બ્યુટીફિકેશન માટે મોટી જાહેરાતો કરી છે. અહી એરપોર્ટ પણ બનાવવામા આવી રહ્યુ છે.

Previous articleજાણો કેવી રીતે અને કોણે ૧૧૪ વર્ષ પહેલા વિમાનની શોધ કરી હતી.
Next articleજાણો ભોળાનાથ ના એવા શિવલિંગ ના રહસ્ય વિષે કે જ્યાં મૃત માણસ પણ ફરીથી જીવતો થઇ જાય છે.