Homeફિલ્મી વાતોકોઈ હતું વેઈટર તો કોઈ હતું બસ કંડક્ટર, જાણો અમિતાભ બચ્ચનથી લઈને...

કોઈ હતું વેઈટર તો કોઈ હતું બસ કંડક્ટર, જાણો અમિતાભ બચ્ચનથી લઈને અક્ષય કુમાર સુધીની સંઘર્ષની કહાની…

બોલિવૂડમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને અક્ષય કુમારની એવી છાપ છે કે જેમનું નામ દરેક લોકોની જીભ પર રહે છે. આ સીતારાઓને તેમનું નામ બનાવવામાં ભલે સમય લાગ્યો હોય, પરંતુ તેઓએ તેમની કારકિર્દીમાં દરેક જગ્યાએ સફળતા જ મેળવી છે. આ કલાકારોએ સફળતા સિદ્ધ કરવા માટે સખત મહેનત કરી છે, એ વાત દરેકને ખબર નથી કે ફિલ્મોમાં કામ કરતા પહેલા, આમાંના કોઈ કલાકાર બસ કંડક્ટર તરીકે કામ કરતા હતા તો કોઈ રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે કામ કરતા હતા.

1) અમિતાભ બચ્ચન :- અમિતાભ બચ્ચનને કોણ નહીં ઓળખતું હોય. બોલીવુડના શહેંશાહ અને પોતાની અભિનય દ્વારા લોકોના દિલ પર રાજ કરનારા અમિતાભ બચ્ચન શિપિંગ કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા હતા. અમિતાભ બચ્ચનને ઘણી વાર તેના ભારે અવાજને કારણે કામ મળતું ન હતું, પરંતુ આજે તે જ અવાજ લોકોને દિવાના બનાવે છે. અમિતાભ બચ્ચને પોતાની કારકિર્દી દરમિયાન ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં જંજીર, શોલે, દિવાર વગેરે સમાવેશ થાય છે.

2) ધર્મેન્દ્ર :- બોલિવૂડમાં, ધર્મેન્દ્રની પંજાબથી મુંબઇ સુધીની સફર સરળ નહોતી. મુંબઇ આવ્યા પછી, ધર્મેન્દ્ર ઘણા દિવસો સુધી એક ડ્રિલિંગ ફર્મમાં કામ કરતા હતા, જ્યાં તેને 200 રૂપિયા મળતા હતા. મુંબઇમાં રહેવાના સુવિધાના અભાવને કારણે ધર્મેન્દ્ર તેની રાત ગેરેજમાં વિતાવતા હતા. અભિનેતાએ ફિલ્મ ઉદ્યોગમાં લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો, ત્યારબાદ તેને 1960 માં દિલ ભી તેરા હમ ભી તેરા ફિલ્મથી ડેબ્યૂ કરવાની તક મળી.

3) રજનીકાંત :- સાઉથ સિનેમાના થલાઇવા રજનીકાંતની ફિલ્મ જોવા માટે ભલે લોકો ટિકિટની લાંબી લાઇનોમાં ઉભા હોય, પણ એક સમય એવો હતો જ્યારે રજનીકાંત પોતે બસમાં ટિકિટ વહેંચતા હતા. ફિલ્મોમાં કામ કરતા પહેલા રજનીકાંત બેંગ્લોર ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કંડક્ટર તરીકે કામ કરતા હતા. વર્ષ 1973 માં, રજનીકાંતે અભિનયમાં ડિપ્લોમા કરવા માટે મદ્રાસ ફિલ્મ સંસ્થાને અરજી કરી હતી. આ પછી, રજનીકાંતને તમિલ ફિલ્મમાં બ્રેક મળ્યો, રજનીકાંતને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ એવોર્ડ પણ મળ્યો છે.

4) અક્ષય કુમાર :- એ વાત બધા લોકો જાણે જ છે કે અક્ષય કુમારે તેની ફિલ્મ કારકીર્દિ પહેલા રેસ્ટોરન્ટમાં વેઈટર અને રસોઇયા તરીકે કામ કર્યું હતું. આ સિવાય અક્ષય કુમાર માર્શલ આર્ટના ટ્રેનર પણ રહી ચૂક્યા છે. વર્ષ 1990 ના દાયકામાં અક્ષય કુમારે અનેક એક્શન ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં તેણે પોતે જ તેના જોખમી સ્ટન્ટ્સ કર્યા હતા.

5) શાહરૂખ ખાન :- બોલિવૂડના બાદશાહ અને બાઝીગર કહેવાતા શાહરૂખ ખાનનો સંઘર્ષ પણ ઓછો નથી. શાહરૂખ ખાન ફક્ત 1,500 રૂપિયા લઈને દિલ્હીથી મુંબઇ આવ્ય હતા, પરંતુ રહેવાની વ્યવસ્થાના અભાવે તે રાત રેલ્વે પર ગુજારતા હતા. સંઘર્ષના દિવસો દરમિયાન, આ અભિનેતાએ કૉન્સર્ટ અટેંડેંટનું કામ પણ કરતા હતા. વર્ષ 1994 માં આવેલી ફિલ્મ કભી હા કભી ના કી ટિકિટ વહેંચી પણ છે. ફિલ્મોમાં દેખાતા પહેલા શાહરૂખ ખાને ઘણાં નાટકોમાં કામ કર્યું હતું, જ્યાં તેના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી.

6) કંગના રનૌત :- કંગના રનૌતે વર્ષ 2005 માં ફિલ્મ ગેંગસ્ટરથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, જોકે તેની ફિલ્મ કારકીર્દિ મુશ્કેલીઓથી ભરેલી હતી. કંગનાના પરિવારજનો ઇચ્છતા હતા કે તેણી ડોક્ટર બને, પરંતુ તેની એક્ટર જ બનવું હતું, જેના કારણે તે 16 વર્ષની વયે પોતાનું ઘર છોડીને મુંબઇ રહેવા જતી રહી હતી. કંગના અહીં ઘણા દિવસો સુધી રોટલી અને અથાણાં ખાઈને રહેતી હતી. આ પછી, તેણે મોડેલિંગ અને થિયેટરમાં પોતાની કિસ્મત અજમાવી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments