પાણીમા દુર દુર સુધી એક સાથે હજારો બોટ જોવામા આવે તો કોઈક મા શાકભાજી તો કોઈકમા ફૂલો વેચતા દેખાશે એકસાથે જોવા મળે છે તો કોણ આવું દ્રશ્ય જોવાની ઇચ્છા નહી કરે. જો તમે પણ રોજેરોજ એક જ બજારમા ફરતા-ફરતા થાકી ગયા છો અને નવા માર્કેટમા ફરવા માંગતા હો તો ફ્લોટીગ માર્કેટ જોવુ શ્રેષ્ઠ છે. ભારતથી લઈને આખા વિશ્વ સુધી ઘણા ફ્લોટિંગ બજારો છે જ્યાંથી તમે તમારી જાતને ખરીદી કરતા રોકી શકશો નહી. તો ચાલો તમને જણાવીએ કે દુનિયાભરના પ્રખ્યાત ૭ ફ્લોટિંગ બજારો વિશે.
૧) ભારતના 3 ફ્લોટિંગ બજારો :-
– શ્રીનગરમા ડલ તળાવ પર ફ્લોટિંગ બજાર ખૂબ જ લોકપ્રિય છે. જમ્મુ-કાશ્મીર ટૂરિઝમ વેબસાઇટ અનુસાર આ ફ્લોટિંગ માર્કેટને ભારતનુ પ્રખ્યાત શાકભાજીનુ બજાર પણ માનવામા આવે છે જે આજ સુધી ભારતમા પોતાની જાતનુ એક અનોખુ બજાર છે. અહી મોટાભાગે શાકભાજી તળાવના કાંઠે ઉગાડવામા આવે છે અને આ બજાર સવારે ૫ થી સાંજ સુધી ચાલે છે.
– જાન્યુઆરી ૨૦૧૮ મા પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામા દેશનુ પ્રથમ કાયમી ‘ફ્લોટિંગ માર્કેટ’ બનાવવામા આવ્યુ છે. આ માર્કેટમા ૧૦૦ થી વધુ બોટો છે. તેમા ફળ, શાકભાજી, માછલી, ફૂલો વગેરે વેચાય છે.
– કેરળમા એક બોટ પર ‘ફ્લોટિંગ ત્રિવેણી સુપર સ્ટોર’ નામથી મોલ બનેલો છે. આ બોટ મોલ ૫૦ થી વધુ ગામોમા ફરે છે અને અનાજથી લઈને ટીવી સેટ સુધીની ખરીદી કરી શકાય છે.
૨) ઇન્ડોનેશિયાનુ ફ્લોટિંગ માર્કેટ :-
– ઇન્ડોનેશિયામા એક ”બંજરમસીન ફ્લોટિંગ માર્કેટ” છે જ્યા તમને વિવિધ પ્રકારના મસાલા, ફળો અને શાકભાજી સરળતાથી મળી રહેશે. આ બજાર સુંગાઇ પીનાંગ ગામમા આવેલુ છે. તેને પાસર અપુંગ સુગાઇ માર્તાપુરા નામ તરીકે પણ ઓળખવામા આવે છે. આમની નાની-નાની હોડીઓને ”જુકુંગ” કહેવામા આવે છે. આને પરંપરાગત રીતે પેડલ સાથે ઉપયોગમા લેવાય છે.
૩) વિયેતનામના ૨ ફ્લોટિંગ બજારો :-
– વિયેતનામમા, ”ફૂંગ હેપ અને કાઇ બે” ફ્લોટિંગ બજારો છે. ફૂંગ હેપને વિયેતનામનુ સૌથી મોટુ તરતુ બજાર માનવામા આવે છે.
– બે માર્કેટ જોઈંટ ટિએન નદી પર સ્થિત છે જે પરિવહન કેન્દ્ર છે. આ બજાર હોચી મિન્હ સિટીની નજીક છે તેથી વિશ્વભરના પ્રવાસીઓ આ શહેરની મુલાકાત લેવા આવે છે. જો આ બજારો વિશે કહેવામા આવે તો તે ખોટુ નહી થાય કે લોકો અહી ફરવા અને ખરીદી કરવા આવે છે.
૪) થાઇલેન્ડનું ફ્લોટિંગ માર્કેટ :- થાઇલેન્ડમા ડેમ્નોએન સડુક ફ્લોટિંગ માર્કેટ ખૂબ જ લોકપ્રિય છે. તે થાઇલેન્ડની રાજધાની બેંગકોકથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર છે. આ બજાર ફક્ત પર્યટક આકર્ષણો માટે જ બનાવવામા આવી છે. જો તમે અહીંના લોકોની જીવનશૈલીની પરંપરાગત રીત જોવા માંગતા હો તો ફરવા માટે આ સ્થાન એક સારો વિકલ્પ છે.