તમે તમારી ત્વચા માટે શ્રેષ્ઠ સ્કીન કેર ઉત્પાદન શોધી રહ્યા છો, તો તમારે ફુદીનાના તેલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તે ખૂબ જ ફાયદાકારક છે. હવામાનનો બદલાવ અને વૃદ્ધાવસ્થામા પરિવર્તન મા પ્રથમ અસર ત્વચા ઉપર જ જોવા મળે છે. આ કિસ્સામા ત્વચામા થોડી સમસ્યા રહે છે. કેટલીકવાર ત્વચા ઉપર ખીલ આવે છે અને કેટલીકવાર ત્વચામા ઉંમરની કરચલી દેખાવા લાગે છે. જો કે બજારમા ત્વચાની સંભાળ માટે ઘણા ઉત્પાદનો છે. પરંતુ અમે તમને ઘરેલુ પદ્ધતિ જણાવીશુ જે તમારી ત્વચાને લગતી બધી સમસ્યાઓ દૂર કરશે.
આપણે ફુદીના ના તેલ વિશે વાત કરી રહ્યા છીએ. બજારમા તમને પિપરમિન્ટ તેલ મળે છે જેને ફુદીનાનુ તેલ પણ કહેવામા આવે છે. આ તેલ સરળતાથી મળી જશે. જો તમે તેને ત્વચા પર લગાવશો તો આ તેલ ચહેરાની ચમકની સાથે સાથે વૃદ્ધત્વની સમસ્યાને પણ દૂર કરશે. તો ચાલો જાણીએ કે ફુદીનાના તેલથી ત્વચાને શું ફાયદો થાય છે અને તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.
૧) ચહેરાનો રંગ વધારે છે :- જો તમારો રંગ શ્યામ છે અને તમે તમારા રંગને નિખારવા માંગો છો તો પછી તમારા માટે ફુદીનાનુ તેલ શ્રેષ્ઠ વિકલ્પ છે. ખરેખર ફુદીનાના તેલમા વિટામિન-સી ની માત્રા વધારે હોય છે. જો જોવામા આવે તો ફુદીનાના તેલમા વિરંજન ગુણધર્મો રહેલા હોય છે, જેને કારણે તમારી ત્વચાનો રંગ નિખરે છે. ફૂદીનામા હાજર વિટામિન-સી એન્ટીઓકિસડન્ટનુ કામ કરે છે.
જે ત્વચા ઉપર રંગદ્રવ્યતા ઘટાડે છે (તે રંગદ્રવ્યતાની સમસ્યાને દૂર કરે છે) અને ઓક્સિડેટીવ સ્ટ્રેસને દુર કરે છે. આવુ થવાને કારણે તમારી ત્વચાનો રંગ સાફ થઇ જાય છે. જો તમે આ તેલના 2 ટીપા નાળિયેરના તેલમા મિક્સ કરી ત્વચા પર લગાવશો તો તમને મોટો ફાયદો થશે.
૨) ખીલથી આરામ આપે છે :- જો તમારા ચહેરા ઉપર ઘણા ખીલ છે તો તમારે ચહેરા ઉપર ફુદીનાનુ તેલ લગાવવુ જોઈએ. આ તમારી ત્વચા ઉપર બેક્ટેરિયા ફેલાવશે નહી અને તમને ખીલ થશે નહી. જો તમે દરરોજ કપાસની સહાયથી આ તેલ પિમ્પલ ઉપર લગાવશો તો તમને ઘણો ફાયદો થશે. તમારી ત્વચા ઉપરના પિમ્પલ્સ દબાઈ જશે અને સુકાઈ જાય છે.
૩) સ્ક્રબ માટે સારું છે :- જો તમે સારા સ્ક્રબરને શોધી રહ્યા છો તો તમારે ફુદીનાનુ તેલ પસંદ કરવુ જોઈએ. તેમા વિટામિન-એ ભરપુર માત્રામા હોય છે. જો તમારી ઉંમર 30 ની ઉપર છે તો તમારે ચહેરા ઉપર ફુદીનાનુ તેલ લગાવવુ જોઇએ કારણ કે તે બેકટેરિયાનો નાશ કરે છે.તેનાથી તમારા ચહેરાની બધી કરચલીઓ અદૃશ્ય થઈ જાય છે. તમે ઓલિવ તેલ,ફુદીનાનુ તેલ અને મીઠાને મિક્ષ કરી ચહેરા ઉપર સારી રીતે સ્ક્રબ કરો. આ તમને ચહેરા ઉપર એક અનોખી ગ્લો આપશે અને ત્વચાના ઓક્સિડેટીવ સ્ટ્રેસને પણ દૂર કરશે.
૪) ફુદીનાનુ તેલ સારુ ટોનર છે :- ફુદીનાનુ તેલ તમારી ત્વચા ઉપર એક સારા ટોનર તરીકે કાર્ય કરે છે. ફુદીનાના તેલમા મેન્થોલ ખૂબ સારી માત્રામા હોય છે. તે ત્વચાને ઠંડી પાડે છે. જો તમે તેમા એપલ સાઈડર વીનેગર ઉમેરશો તો તે એન્ટી બેક્ટેરિયલ બની જાય છે.
તેનાથી તમારી ત્વચા ઉપર કોઈ પણ પ્રકારનો ચેપ લાગતો નથી. તેમાં લેક્ટિક અને મેલિક એસિડ હોય છે જે ત્વચામા હાજર પીએચને સંતુલિત કરે છે. તમને ફુદીનાના તેલથી ટોનર બનાવવા માટે ¾ પાણી ¼ સફરજન સરકો, ફુદીનાના તેલના ૨૦ ટીપા નાખી બનાવી સકો છો. તમે આ ટોનરને રેફ્રિજરેટરમા રાખી શકો છો અને તેનો રોજ ઉપયોગ કરી શકો છો.