જાણો ગણેશજી બ્રહ્મચારી રહેવા માંગતા હતા તો પછી રિદ્ધિ-સિદ્ધિ સાથે લગ્ન શા માટે કર્યા.

ધાર્મિક

ભગવાન ગણેશની જન્મજયંતિ ૨૨ ઓગષ્ટથી શરૂ થઇ ગઈ છે. જે ૧૦ દિવસ સુધી ચાલશે. કોઈ શુભ કાર્ય કરતા પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભલે તે લગ્ન સંબંધી કામ સાથે સંબંધિત હોય, પરંતુ એક સમયે ખુદ ભગવાન ગણેશજી લગ્નમાં અવરોધો મૂકવા લાગ્યા હતા. ચાલો આજે અમે તમને ભગવાન ગણેશના લગ્ન સાથે જોડાયેલી રસપ્રદ વાતો વિશે જણાવીએ.

દંતકથાઓ અનુસાર ભગવાન ગણેશ એક સમયે તપસ્યામાં લીન થયા હતા. પછી તુલસી ત્યાંથી પસાર થઈ અને તેમનાથી મોહિત થઈ ગઈ. તેમણે ભગવાન ગણેશ સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ તેમના મેદસ્વીપણાને કારણે બાપ્પાએ પોતાને બ્રહ્મચારી કહીને લગ્ન કરવાની ના પાડી. ત્યારબાદ દેવી તુલસી ગુસ્સે થઈ એને ૨ લગ્ન માટે ભગવાન ગણેશને શ્રાપ આપ્યો.આ જ કારણ છે કે ભગવાન ગણેશની ઉપાસનામાં તુલસીનો ઉપયોગ પ્રતિબંધિત છે.

બીજી દંતકથા અનુસાર હાથી જેવુ મોઢું અને જાડા પેટથી પરેશાન બાપ્પાએ બીજાઓના લગ્નમાં અવરોધ ઉભો કરવાનું શરૂ કર્યું. તેઓએ કહ્યું કે મારે લગ્ન નથી થયા તો કોઈ નહીં કરે. ત્યારબાદ ભગવાન ગણેશ અને તેમના પ્રિય વાહક ઉંદર રાજાએ બીજાઓના લગ્નમાં અવરોધ ઉભો કરવાનું શરૂ કર્યું.

ભગવાન ગણેશના આ વર્તનથી પરેશાન દેવતાગણ બ્રહ્માજી પાસે ગયા. પછી બ્રહ્માજી તેની બે માનસ પુત્રી રિદ્ધિ-સિદ્ધિ સાથે બાપ્પા પાસે આવ્યા અને ભગવાન ગણેશને તેમને શિક્ષા આપવા કહ્યું. જ્યારે પણ ભગવાન ગણેશ સાથે લગ્નના કોઈ સમાચાર આવતા ત્યારે રિદ્ધિ-સિધ્ધિ તેમનું ધ્યાન અન્ય કાર્યો તરફ વાળતા જેથી લગ્નનું કામ પૂર્ણ થાય.

રિદ્ધિ-સિદ્ધિના કારણે લગ્ન કોઈ અડચણ વિના પૂર્ણ થયા ત્યારે ભગવાન ગણેશ ગુસ્સે થયા. તે સમયે, તેનો ક્રોધ શાંત કરવા માટે બ્રહ્માએ ભગવાન ગણેશની સામે રિદ્ધિ-સિદ્ધિ સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. ત્યારે ભગવાન ગણેશ પણ રિદ્ધિ-સિદ્ધિ સાથે લગ્ન કરવા સંમત થયા. આ પછી તેમના લગ્ન ધામ-ધૂમથી સંપન્ન થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *