જાણો ભોળાનાથ ના એવા મંદિર વિષે કે જ્યાં શિવલિંગ ના દર્શન ફક્ત ૨ સેકન્ડ માટે જ થાય છે.

731

શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરને ભગવાન શિવને સમર્પિત ભારતના સૌથી પ્રાચીન મંદિરોમાંનુ એક માનવામા આવે છે. ભારતમા ઘણા એવા મંદિરો છે જેમનો ઇતિહાસ સદીઓ જૂનો છે. કેટલાક મંદિરો રામાયણ કાળ દરમિયાન બનાવવામા આવ્યા હતા અને કેટલાક મંદિરો કૃષ્ણ કાળ દરમિયાન બનાવવામા આવ્યા હતા. સદીઓથી ભારતની ભૂમિ આવા ઘણા પ્રાચીન મંદિરોની સાક્ષી છે. આજે પણ ભારતના દરેક ખૂણામા તમને પ્રાચીન દેવતાઓના આકર્ષક મંદિરો જોવા મળશે. આમાંના એક પ્રાચીન મંદિરોમા શ્રી ગંગેશ્વર મહાદેવ અને આ મંદિરનુ ” શિવલિંગ ”.

દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ શિવલિંગની મુલાકાત લેવા આવે છે અને આ મંદિરના આંગણે પ્રાર્થના કરે છે. આ શિવલિંગ સમુદ્ર કિનારાના ખડકો પર સ્થિત છે. દર બે સેકંડમા જ્યારે સમુદ્રની લહેરો શિવલિંગ સાથે ટકરાતી હોય ત્યારે તેની સુંદરતા જોતા જ બની જાય છે. તો ચાલો શ્રી ગંગેશ્વર મંદિર અને શિવલિંગ વિષે વધુ જાણીએ.

એવુ માનવામા આવે છે કે આ મંદિર લગભગ ૫૦૦૦ વર્ષ જૂનુ છે અને આ મંદિરનુ નિર્માણ અને શિવલિંગની સ્થાપના મહાભારત કાળમા પાંડવોએ કરી હતી. આ મંદિરમા પાંચ શિવલિંગો છે જે દર બે સેકંડમા સમુદ્રની લહેરો શિવલિંગ સાથે ટકરાતી હોય છે અને પછી આ મોજા સમુદ્રમા ફરી ભળી જાય છે. આ મંદિરની આજુબાજુનુ વાતાવરણ એટલુ શાંત છે કે જ્યારે કોઈ પણ આ મંદિરના પરિસરમા પ્રવેશ કરે ત્યારે સમુદ્રના મોજાઓનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે.

પૌરાણિક કથા અનુસાર જ્યારે પાંચ પાંડવો વનવાસ પર હતા તે દરમિયાન તેમણે આ મંદિર બનાવ્યુ હતુ. એવુ પણ કહેવામા આવે છે કે પાંચ પાંડવો દરરોજ અહી ભગવાન શિવની ઉપાસના કરવા આવતા હતા. ગંગેશ્વર મંદિરમા શિવરાત્રીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામા આવે છે. શ્રાવણ મહિના દરમિયાન લાખો ભક્તો આ સ્થાનની મુલાકાત લે છે.

આ મંદિર મા પાંચ શિવલિંગ છે તેથી આ મંદિરને પંચ શિવલિંગ તરીકે પણ ઓળખવામા આવે છે. આ મંદિરને ‘સીશોર મંદિર’ તરીકે પણ ઓળખવામા આવે છે. નામ અંગે એવુ પણ માનવામા આવે છે કે ગંગેશ્વર ભગવાન શિવનુ એક નામ છે જે ગંગા માતાને પોતાની જટામા ધારણ કરવાથી મળ્યુ હતુ.તેથી આ મંદિર ગંગેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે.

શ્રી ગંગેશ્વર મંદિર ભારત દેશના ગુજરાતના દીવ શહેરથી લગભગ ૩ કિલોમીટર દૂર ફદુમ ગામમા છે. આ મંદિર ગુજરાતના સૌથી પ્રાચીન શિવ મંદિરોમાંનુ એક માનવામા આવે છે. આ મંદિર સંપૂર્ણપણે ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિરનુ આંગણુ ભક્તો માટે સવારે ૬ થી રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લુ છે. તમે અહી ટ્રેન, બસ અથવા વ્યક્તિગત વાહન દ્વારા પણ મુલાકાત લઈ શકો છો.

આ મંદિરમા ભગવાન શિવની મૂર્તિ તેમજ ભગવાન ગણેશ, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી માતાની મૂર્તિઓ છે. આ મંદિરને ભગવાન શિવની સાથે સાથે આ દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવા માટેનુ એક મુખ્ય તીર્થસ્થાન માનવામા આવે છે. ભક્તોને અહી આધ્યાત્મિક વાતાવરણ જોઈને આનંદ થાય છે.

Previous articleજાણો ભારતમાં આવેલા આ ૫ ભૂતિયા સ્થળ વિશે કે જ્યાં તમે એકવાર ગયા પછી બીજી વાર જવાનું નામ નહિ લો.
Next articleશું તમને ખબર છે કે રસ્તામાં આવતા લાલ, પીળા, કાળા અને લીલા કલરના પથ્થર શું સૂચવે છે ?