શું તમે જાણો છો કે તાજમહેલ ફક્ત આગ્ર માં જ નથી, પરંતુ તે બીજુ શહેર છે જ્યા તાજમહેલ જેવીજ બીજી ઈમારત છે.

જાણવા જેવું

પ્રેમનુ ચિહ્ન તાજમહેલ આખી દુનિયામા પ્રખ્યાત છે. ભાગ્યે જ કોઈ હશે જેમને આ વિષે ખબર નહી હોય. પરંતુ શુ તમે જાણો છો કે તાજમહલ જેવા ઘણા મહેલો બનાવવામા આવ્યા છે. જે તમને તાજમહેલની પ્રથમ નજરે યાદ કરાવે છે. આજે અમે તમને આવા જ એક મહેલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તાજમહલ જેવો દેખાય છે. હા, આજે અમે તમને બીબી કા મકબરા વિશે જણાવીશુ જે જોયા પછી તમને લાગશે કે તમે આગરાનો તાજમહેલ જોઇ રહ્યા છો. તે ”ગરીબોના તાજમહેલ” તરીકે પણ ઓળખાય છે. તો ચાલો જાણીએ આ ”ગરીબોના તાજમહેલ” વિશે કેટલીક રસપ્રદ વાતો જે તાજમહેલ જેવો લાગે છે.

આ સમાધિ ઓરંગાબાદ, મહારાષ્ટ્રમા સ્થિત છે. તેથી તે મહારાષ્ટ્રના તાજમહેલ તરીકે પણ ઓળખાય છે. જ્યારે શાહજહાંએ તેની બેગમ મુમતાઝ માટે આગ્રામા તાજમહેલ બનાવ્યો હતો. આ મહેલને જોઈને તેનાથી પ્રેરાઈને ઓરંગઝેબના પુત્ર અને શાહજહાંના પૌત્ર આઝમ શાહે પોતાની માતા દિલરસ બાનો બેગમની યાદમા બીબીની સમાધિ બનાવી હતી.

તેને ઈ.સ ૧૬૫૧ અને ૧૬૬૧ ની વચ્ચે બનાવવામા આવ્યો હતો અને તેને દેશનો બીજો તાજમહેલ પણ કહેવામા આવે છે. એવુ માનવામા આવે છે કે તેને બનાવવા માટે રૂ. ૭ લાખનો ખર્ચ કરવામા આવ્યો હતો. જ્યારે તાજમહેલ બનાવવા માટે તે સમયે રૂ ૩.૨૦ કરોડ ખર્ચવામા આવ્યા હતા.

આ જ કારણ છે કે બીબી કા મકબરાને ”ગરીબોનો તાજમહેલ” કહેવામા આવે છે. આગરાનો તાજમહેલ સફેદ આરસથી બનાવવામાં આવ્યો હતો. જ્યારે આ સમાધિનો ગુંબજ આરસનો બનેલો છે અને બાકીના ભાગે પ્લાસ્ટર કરવામા આવ્યુ છે જેથી તે આરસનો બનેલો હોય તેવુ લાગે છે.આ સમાધિમા સુંદર ગુડન પોઇન્ટ્સ છે. અહી એક સુંદર રસ્તો છે અને તેના બગીચાની દિવાલો પણ ઉચી બનાવવામા આવી છે.જેથી કોઈ બહારનો વ્યક્તિ અંદર ન જોઈ શકે. આની ત્રણેય બાજુ ખુલ્લુ પવેલીયન છે.

વાસ્તુકલાની ખાસિયત :- સ્થાપત્ય વિશે વાત કરતા તાજમહેલની જેમ તે મુઘલ સ્થાપત્યનુ પ્રતીક છે. ચારબાગ અથવા બગીચાના નકશા પર પર્શિયન શૈલીની છાપ પ્રદર્શિત થાય છે. આ સમાધિની વિશેષ વાત એ છે કે અહીંનો ચતુર્ભુજ બગીચો ચાર નાના ભાગોમા વહેંચાયેલો છે. સમાધિ ચોરસ પ્લેટફોર્મ ઉપર છે જેમા ખૂણા પર ચાર ટાવર છે.

અંદર ત્રણ બાજુથી પહોંચી શકાય છે. મુખ્ય દરવાજાની મધ્યમા ફુવારાઓ છે જે હરિયાળી લીલા બગીચાઓથી ઘેરાયેલુ છે.તેની ટિકિટ ફી ભારતીય લોકો માટે દસ રૂપિયા છે અને વિદેશી નાગરિકો માટે અઢીસો રૂપિયા. આ સ્થાન બધા દિવસો માટે ખુલ્લુ છે અને મુલાકાતનો સમય સવારે ૮ થી સાંજના ૮ વાગ્યા સુધીનો છે.

કેવી રીતે જાઓ :-

– જો તમારે બસમા જવુ હોય તો રાજ્યના કોઈપણ શહેરથી ઓંરંગાબાદ સુધીની બસ સેવા ઉપલબ્ધ છે. તે જ સમયે ઘણી બસો શહેરમા ફરે છે. જે તમને આખા શહેરમા ફેરવે છે.

– જો તમારે ટ્રેનમા જવુ હોય તો અહીંથી ૧૨૦ કિ.મી. દૂર મનમાડ રેલ્વે સ્ટેશન છે. સ્ટેશનથી તમે ખાનગી ટેક્સી દ્વારા અહીં પહોંચી શકો છો.

– ચાલો તમને જણાવી દઈએ કે ઓરંગાબાદમા એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ છે, જે દેશના તમામ મોટા શહેરો અને રાજ્યો સાથે જોડાયેલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *