આજે દુનિયામાં ગાયને ગળે ભેટવાનું ચલણ કેમ ખુબ વધી રહ્યું છે, જાણો તેનું આશ્ચર્યજનક કારણ…

189

લોકો શરીરને સ્વસ્થ રાખવા માટે નવા-નવા વલણો અપનાવે છે. નેધરલેન્ડ્સની પોતાની સંભાળ લેવાની એક પરંપરા સ્વાસ્થ્યની દુનિયામાં એક નવો ટ્રેન્ડ બની રહી છે. સ્થાનિક ભાષામાં તેને ‘કાઉ નફલેન’ કહેવામાં આવે છે, જેનો અર્થ છે ગાયને ગળે ભેટવું. આ પરંપરા મનની શાંતિ પર આધારિત છે. 

ગાયની પીઠ થપથપાવવી, ગાય સાથે બેસવું અથવા તેને ગળે ભેટવું એ થેરાપીનો એક ભાગ છે. જો ગાય તમને ચાટે, તો તે તમને જણાવે છે કે, તમારા અને તેના વચ્ચેનો વિશ્વાસ કેટલો ઉંડો છે. ગાયના શરીરનું હૂંફાળું તાપમાન, ધીમા ધબકારા અને મોટું કદ તેમની પાસે બેસનારા લોકોને શાંતિની અનુભૂતિ આપે છે. ગાય પાસે બસેવાથી તેને પણ સુખદ અનુભવ થાય છે. તેની પીઠ પરખંજવાળવું, તેની પાસે બેસવું અને તેને ચાટવા દેવું એ ચિકિત્સક અનુભવનો એક ભાગ છે.

નેધરલેન્ડના એક ગાયોના ફાર્મની માલિક કહે છે, ગાય સામાન્ય રીતે ખૂબ શાંતિપૂર્ણ પશુ છે, તે કારણ વગર ક્યારેય ઝઘડતી નથી અને કોઈને ત્રાસ આપતી નથી. તે કહે છે, ઘણી ગાય ખુબ જ શાંત હોય છે. જ્યારે ગાય કંટાળી જાય છે, ત્યારે તે ઉભી થઈને ચાલવા માંડે છે.

એવું માનવામાં આવે છે કે, ગાયને ગળે ભેટવાથી વ્યક્તિના શરીરમાં ઓક્સીટોસિન નીકળે છે તેથી તેનાથી શાંતિનો અહેસાસ થાય છે. આ હોર્મોન્સ સારી સામાજિક ક્રિયાપ્રતિક્રિયા દરમિયાન નીકળે છે. માનવામાં આવે છે કે ઓક્સીટોસિન હોર્મોન્સ વ્યક્તિમાં સંતોષની ભાવના લાવે છે, તણાવને દૂર કરે છે અને વ્યક્તિના મનને શાંતિનો અહેસાસ થાય છે.

એવું માનવામાં આવે છે કે પાળતુ પ્રાણીઓને ગળે ભેટવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. પ્રાણીઓ સાથે સમય પસાર કરવાની આ પરંપરા નેધરલેન્ડના ગ્રામીણ વિસ્તારોમાં લગભગ એક વર્ષ પહેલા શરૂ થઈ હતી.

હવે આ પરંપરા એક મોટા અભિયાનનો ભાગ બની ગઈ છે, જેના હેઠળ લોકોને પ્રકૃતિ અને સ્વદેશી જીવન અનુભવી રહ્યા છે. ગાયને ગળે ભેટવાથી તણાવ દૂર થાય છે. આનાથી ગાયને પણ આનંદનો અનુભવ થાય છે. વર્ષ 2017 માં કરવામાં આવેલા એપ્લાઇડ એનિમલ બિહેવિયર સાયન્સ જર્નલ સંશોધન મુજબ, હવે ડોકટરો પણ તણાવની સમસ્યા ધરાવતા લોકોને ગાયને ગળે ભેટવાનું કહે છે.

Previous articleપોલિયાના દર્દીઓએ જરૂર રસગુલ્લા ખાવા જોઈએ, જાણો રસગુલ્લાના ફાયદાઓ વિશે…
Next articleજાણો ભગવાન વિષ્ણુ વિશે, ક્યારે ધારણ કરશે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર, થશે ત્યારે કળિયુગનો વિનાશ.