Homeહેલ્થહાઈ બ્લડ પ્રેશર, અસ્થમા, પાચક સંબંધી રોગો, અલ્સર, કેન્સર, આંતરડાની બળતરા વગેરે...

હાઈ બ્લડ પ્રેશર, અસ્થમા, પાચક સંબંધી રોગો, અલ્સર, કેન્સર, આંતરડાની બળતરા વગેરે જેવા રોગોને દૂર કરવા માટે કરો આ ઘઉંના જુવારાના રસનું સેવન, જે તમારા માટે છે ખુબ જ ફાયદાકારક…

લોહીની કમી, હાઈ બ્લડ પ્રેશર, શરદી, અસ્થમા, કેન્સર, પાચક રોગો, અલ્સર, આંતરડાની બળતરા, દાંતની સમસ્યાઓ, ચામડીના રોગો, કિડની અને થાઇરોઇડ ગ્રંથિની સમસ્યાઓમાં ઘઉંના જુવારા ખુબ જ ફાયદાકારક છે. તેના જ્યુસમાં હાજર કલોરોફિલ એકદમ ફાયદાકારક છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરીને શરીરને સાફ કરે છે. આ પાચનમાં સુધારો કરે છે.

ઉગાડવાની રીત :- માટીની કુંડામાં ખાતર સાથે મિશ્રિત માટી લો. હવે તેમાં ઘઉં વાવો. તેમાં પાણી ઉમેરી છાયામાં રાખો. વધુ પડતો સૂર્યપ્રકાશ તે કુંડા પાર ના પડે તેનું ધ્યાન રાખો. તેમાં રોજ પાણી ઉમેરો. આઠથી નવ દિવસમાં આ જુવાર કાપીને ઉપયોગમાં લઇ શકાય છે. ધ્યાનમાં રાખો કે કુંડુ માટીનું હોવું જોઈએ.

કાપ્યા પછી તરત જ જુવારને ધોઈ લો. પછી તેમને પાણી સાથે ભળવી દો અને મિક્સિમાં મિશ્રણ કરો. તમે તેમાં મધ અને આદુ ઉમેરી શકો છો, આ રસને ફિલ્ટર કરી શકો છો. હંમેશાં તેને તાજો પીવો કારણ કે તેના પોષક તત્વો ત્રણ કલાકમાં ખોવાઈ જાય છે. જોકે ઘઉંના જુવારાનો રસ દિવસના કોઈપણ સમયે પીય શકાય છે, પરંતુ ખાલી પેટ પર આ જ્યુસ પીવાથી વધારે ફાયદો થાય છે. જ્યુસના અડધા કલાક પહેલાં અને ખાધા પછી અડધો કલાક સુધી કંઈપણ ખાવું જોઈએ નહીં. જુવારના રસમાં મીઠું અથવા લીંબુ ના નાખો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments