જાણો ઘરના મંદિરમાં ગરુડના મુખવાળી ટંકોરી (ધંટી) રાખવાના 5 રહસ્ય વિષે, જે જાણીને તમે ચોકી જશો.

460

ઘણીવાર આપણે મંદિરમાં અથવા પૂજાગૃહમાં ગરૂડ વાળી ટંકોરી જોઇ હશે. પ્રાચીન કાળથી મંદિરના દરવાજા અને ખાસ સ્થળોએ ટંકોરી મુકવાની રીત ખૂબ જ પ્રચલિત છે. આ ટંકોરી 4 પ્રકારની આવે છે.
1) ગરુડવળી ટંકોરી
2) દ્વાર ટંકોરી
3) હાથમાં રાખવાની ટંકોરી અને
4) ટંકોરો

1. ગરુડવળી ટંકોરી :- ગરુડવળી ટંકોરી નાની હોય છે, જે એક હાથે વગાડી શકાય છે.
2. દરવાજાની ટંકોરી :- તે દરવાજા પર લટકાડવામાં આવે છે. તે કદમાં મોટી અને નાનો બેલ હોય છે.
3. હાથમાં રાખીને વગાડવાની ટંકોરી :- પિત્તળની એક થાળી જેવી ગોળ હોય છે, જેને લાકડાના દંડાથી વગાડવામાં આવે છે.
4. ટંકોરો :- તે ખૂબ મોટો હોય છે. ઓછામાં ઓછું 5 ફુટ ઉચું અને પહોળું. તેને વગાડ્યા પછી, ધ્વનિ કેટલાક કિલોમીટર સુધી જાય છે.

સૃષ્ટિની રચનામાં હિન્દુઓ ધર્મ ધ્વનિને મહત્વપૂર્ણ યોગદાન આપે છે. પ્રકાશમાંથી ધ્વનિના ઉત્પત્તિ અને બિંદુ સ્વરૂપમાંથી ધ્વનિના મૂળના સિદ્ધાંત હિન્દુ ધર્મના જ છે. જ્યારે પૃથ્વીની શરૂઆત થઈ ત્યારે ટંકોરીના અવાજને અવાજનું પ્રતીક માનવામાં આવતું હતું. ઓમકારના ઉચ્ચારણ દ્વારા પણ આ જ અવાજ જાગૃત થાય છે.

જ્યાં ટંકોરીનો અવાજ નિયમિત આવે છે તે સ્થાનોનું વાતાવરણ હંમેશાં શુદ્ધ અને પવિત્ર રહે છે. આ અવાજ નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. નકારાત્મકતા દૂર કરવાથી સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આથી મંદિરમાં સવારે અને સાંજે રોજ ટંકોરી વગાડવાનો નિયમ છે.

ટંકોરીને કાળના સમયનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે પ્રલયનો સમયગાળો આવશે, ત્યારે આજ પ્રકારનો અવાજ આવશે. જે જગ્યાએ ટંકોરીનો અવાજ નિયમિત આવે છે, તે સ્થાનોનું વાતાવરણ હંમેશાં શુદ્ધ અને પવિત્ર રહે છે. આ અવાજથી નકારાત્મક શક્તિઓને દૂર રહે છે. નકારાત્મકતા દૂર થવાથી સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સ્કંદ પુરાણ અનુસાર, મંદિરમાં ટંકોરી વગાડવાથી મનુષ્યના સો જન્મોના પાપનો નાશ થાય છે અને એવું પણ કહેવામાં આવે છે કે, ટંકોરી વગાડવાથી તમે દેવતાઓ સમક્ષ હાજર થશો.

Previous articleમાતા મહાલક્ષ્મીનું આ એવું અનોખું મંદિર, જ્યાં પ્રસાદી રૂપે આપવામાં આવે છે સોના-ચાંદીના સિક્કા અને આભૂષણો…
Next articleઆ મંદિર માં માતાદેવી ની આરતીના સમયે આવે છે રીંછ અને કરે છે મૂર્તિની પ્રદક્ષિણા.