દુનિયાભરમા એકથી એક ચડીયાતા બ્રીજ જોવા મળશે. પરંતુ આજકાલ આવા બ્રિજના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અમે તમને જણાવીશુ કે દુનિયામા એક જગ્યા છે જ્યા તમે ભગવાનના હાથ પર ચાલીને જઈ શકો છો તો પછી તમે અમારી વાતો પર વિશ્વાસ નહી કરો પરંતુ આજે અમે તમને આવા અનોખા પુલ વિશે જણાવીશુ જે ખરેખર ભગવાનના હાથ પર બનેલો છે. હા, આ સાંભળીને તમને ખૂબ જ આશ્ચર્ય થવુ જોઈએ, પરંતુ તે સાચુ છે કે એક પુલ છે જે ભગવાન પોતાના હાથમા પકડેલ છે. આ પુલ વિયેતનામ માં છે અને આ પુલ ગોલ્ડન બ્રિજ ઓન ગોડ હેન્ડ્સ તરીકે ઓળખાય છે. આજકાલ આ પુલની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને દરેક આ પુલની ડિઝાઇન જોઈને તેની તરફ આકર્ષાય છે.
વિયેતનામ માં બનેલા આ પુલની વિશેષતા એ છે કે તે બે વિશાળ હાથ પર ટકેલ છે. સમુદ્ર સપાટીથી ૧૪૦૦ મીટરની ઉચાઇ પર બનેલો આ પુલ ખૂબ જ અનોખી રીતે બનાવવામા આવ્યો છે. આ પુલ બે હાથ પર ટકેલ છે અને આ હાથોને ‘ભગવાનનો હાથ’ કહેવામા છે. તે ખૂબ જ અલગ તકનીકથી બનાવવામા આવ્યો છે. જો એવુ કહેવામા આવે કે તે તકનીકી અને કારીગરીનુ એક ઉત્તમ ઉદાહરણ છે તો તે ખોટુ નહી થાય.
વિયેતનામ એક ખૂબ જ સુંદર દેશ છે અને આ પુલ બન્યો ત્યારથી જ આ દેશની સુંદરતામા ચાર ચાંદ લાગી ગયા હતા. પ્રવાસીઓ આ બ્રિજને જોવા માટે દૂર-દૂરથી આવે છે અને બ્રિજ ઉપર ચડીને લીલા પર્વતો જોઈને ઘણા ફોટા પડાવે છે. જો કે દુનિયામા આવા ઘણા પુલ છે જે ખૂબ જ સુંદર છે.
પરંતુ આ બ્રિજની અનોખી ડિઝાઇન લોકોને પોતાની તરફ ખૂબ આકર્ષિત કરે છે. ખરેખર આ પુલ ૧૫૦ મીટર લાંબો છે અને આ પુલ ફક્ત બે હાથમા ટેકવવામા આવ્યો છે. મૂળ વાત એ છે કે આ હાથ ખૂબ મોટા છે અને તેથી જ તેને ભગવાનનો હાથ કહેવામા આવે છે. આ ગોલ્ડન કલરનો બ્રિજ માટીના રંગના બે હાથ પર બનાવવામા આવ્યો છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પુલ ફક્ત ૧ વર્ષમા પૂર્ણ થયો હતો. આ બ્રિજનુ ઉદ્દઘાટન જૂન ૨૦૧૮ મા કરવામા આવ્યુ છે. આટલો સુંદર પુલ બનાવનાર દેશ વિયેતનામ એ ટૂંકા સમયમા આ પ્રકારનો પુલ બનાવનાર વિશ્વનો પહેલો દેશ છે. આ પુલ એક સુંદર સ્થાન પર બનાવવામા આવ્યો છે અને આ પુલની સુંદરતા વધારવા માટે લોબેલિયા ક્રાયસાન્થેમ ફૂલો પણ લગાવવામા આવ્યા છે.
આ પુલ ચારે બાજુ પર્વતોથી ઘેરાયેલ છે. આ પુલ ટી.એ. લેન્ડસ્કેપ આર્કિટેક્ચર દ્વારા બનાવવામા આવ્યો છે. કંપનીના ડિઝાઇન આચાર્ય વુ વીટ એન એ કહ્યુ કે આ પુલ બે હાથ પર બનાવવામા આવ્યો છે. આ હાથને ભગવાનનો વિશાળ હાથ કહેવામા આવે છે.