Homeજાણવા જેવુંઆ ગોળઘર બ્રિટીશ શાસનમા બનાવવામા આવ્યો હતો અને એક સમયે લાખો કિલોગ્રામ...

આ ગોળઘર બ્રિટીશ શાસનમા બનાવવામા આવ્યો હતો અને એક સમયે લાખો કિલોગ્રામ અનાજનો સંગ્રહ કરવામાં આવતો હતો.

બ્રિટિશરોએ ઘણા દાયકાઓ સુધી ભારત પર શાસન કર્યું હતુ. આ સમય દરમિયાન જ્યારે ભારત પોતાની સ્વતંત્રતા માટે લડ્યુ હતુ ત્યારે બ્રિટીશરોએ ઘણા એતિહાસિક કાર્યો કર્યા હતા. આવુ જ એક કામ બિહારના પટનામા કરવામા આવ્યુ હતુ. જ્યા તત્કાલીન બ્રિટીશ સરકારે ૧૭૭૦ મા ભયંકર દુષ્કાળને પહોંચી વળવા માટે ગોળઘરનુ નિર્માણ કરાવ્યુ હતુ.આ ગોળઘર એક એવા સમયે બનાવવામા આવ્યો હતો જ્યારે ભારતના લાખો નાગરિકો ભયંકર દુષ્કાળથી મરી રહ્યા હતા.

આ ૨૯ મીટર ઉચા ગોળઘરનુ નિર્માણ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સના આદેશથી એન્જિનિયર જ્હોન દ્વારા બનવવામા આવ્યુ હતુ. તેનુ નિર્માણ ૧૭૮૪ મા શરૂ થયુ હતુ અને ૧૭૮૬ મા પૂર્ણ થયુ હતુ. આ ગોળઘરની વિશેષતા એ છે કે તે એક જ સમયે ૧,૪૦,૦૦૦ કિલો અનાજનો સંગ્રહ કરી શકે છે. એટલુ જ નહી ગોળઘર તે સમયે પટનાની સૌથી ઉંચી ઇમારત હતી.

ગોળઘરના ઉપરના ભાગમા એક છિદ્ર બનાવવામા આવ્યુ છે જ્યાંથી ગોળઘરમા અનાજ ભરાતુ હતુ. અનાજ બહાર કાઢવા માટે ચાર દરવાજા બનાવવામા આવ્યા છે. છત ઉપર જવા માટે બે સર્પાકાર સીડી બનાવવામા આવી છે. તેનુ કદ ૧૨૫ મીટર અને ઉચાઈ ૨૯ મીટર છે. તેનો કોઈ આધારસ્તંભ નથી અને તેની દિવાલો આધારમા ૩.૬ મીટર જાડી છે.

ગોળઘરના શિખર પર પહોંચવા માટે ૧૪૫ પગથિયા છે. રાજ્ય સરકાર દ્વારા ૧૯૭૯ મા તેને રાજ્ય સ્મારક તરીકે જાહેર કરવામા આવ્યુ હતુ. ખાસ વાત એ છે કે શહેરનો મોટો ભાગ અહીંથી જોઇ શકાય છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે. રાજ્ય સરકાર દ્વારા તેને સ્મારક તરીકે ઘોષણા કરી છે તેના પરથી ગોળઘરનુ મહત્વ જાણી શકાય છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ બિહાર આવે છે અને તે જોઈને ખુશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments