જાણો ગુજરાતના આ પ્રખ્યાત અને મુખ્ય ધાર્મિક સ્થળ વિશે કે જેની સાથે પ્રાચીન કથા જોડાયેલી છે.

533

ગુજરાત ભારતનુ એક પ્રખ્યાત પર્યટક સ્થળ છે, જ્યાંના મંદિર પોતાની ભવ્યતા માટે વિશ્વ પ્રખ્યાત છે. તે સ્થળે જવાથી અનોખો અનુભવ થાય છે. ધર્મ એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. આપણા દેશમાં ઘણા પ્રાચીન મંદિરો છે જે આસ્થા અને ધર્મના પ્રતીક છે. આપણુ ગુજરાત આવા કેટલાક પ્રખ્યાત અને પ્રાચીન મંદિરોનો સંગમ છે. જ્યાં દર વર્ષે લાખો લોકો આજે પણ મંદિરોમા એકઠા થાય છે અને ભગવાનના દર્શન કરવાનો લહાવો મેળવે છે. જો તમે હજી પણ આ મંદિરોની ભવ્યતાથી અજાણ છો તો પછી ગુજરાતની યાત્રાએ જવાનુ ભૂલશો નહી.

૧) સોમનાથ મંદિર :- સોમનાથ મંદિરએ ગુજરાતનો અનોખો વારસો છે. આ જગ્યાને ભગવાન શિવનુ ભક્તિસ્થળ માનવામા આવે છે અને તે બાર જ્યોતિર્લિંગોમાં નુ એક છે. દંતકથા અનુસાર ચંદ્રદેવને તેમના સસરા દક્ષ પ્રજાપતિના શ્રાપથી ભગવાન સોમનાથે મુકત કર્યા હતા. આની ભવ્યતા જોઈને મહમૂદ ગઝનવીએ આ મંદિર ઉપર ૧૭ વાર હુમલો કર્યો અને લૂંટ ચલાવી લીધી. દરેક વ્યક્તિએ પોતાના જીવનમા એકવાર અહી જવુ જોઈએ.

૨) દ્વારકાધીશ મંદિર :- ગુજરાતનુ આ મંદિર ૨૦૦૦-૨૨૦૦ વર્ષ જૂનુ છે જે ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. તે હિન્દુ સંસ્કૃતિના ચાર મંદિરોમાંનુ એક છે. એવુ માનવામા આવે છે કે દ્વારકાધીશ મંદિર ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર વજ્રભા દ્વારા બનાવવામા આવ્યુ હતુ. તે હિન્દુ સંસ્કૃતિનુ એક પવિત્ર સ્થળ છે. જેની સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલ છે.

૩) અક્ષરધામ મંદિર :- ભારતના સૌથી મોટા મંદિરોમા એક ગુજરાતનુ અક્ષરધામ મંદિર છે. દિલ્હીનુ અક્ષર ધામ મંદિર આ મંદિરની નકલ છે તે ગુજરાત આવતા પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનુ કેન્દ્ર છે જે ગુજરાતના ગાંધીનગરમા હાજર છે દર વર્ષે લાખો લોકો અહી આવે છે.

૪) નાગેશ્વર મંદિર :- નાગેશ્વર મંદિર ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગોમાનુ એક છે. આ મંદિરમા ભગવાન શિવની ૨૫ મીટર ઉંચી પ્રતિમા પોતાની ભવ્યતાની સાક્ષી છે. શાંતિ અને સુંદરતાથી ભરેલુ મંદિર શિવ ભક્તો માટે પવિત્ર છે. જ્યા તમે સુખ અને શાંતિનો અનુભવ થાય છે.

૫) ભાલકા તીર્થ :- તે ગુજરાતનુ એક એવુ મંદિર છે જેની કથા ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંબંધિત છે. આ તે પવિત્ર સ્થળ છે જ્યાં શ્રી કૃષ્ણએ પોતાના પ્રાણનો તાગ કર્યો હતો. દંતકથા અનુસાર એક બહેલીયા તીરે શ્રી કૃષ્ણના પ્રાણ હરી લીધા હતા. આ મંદિર સોમનાથથી માત્ર ૫ કિલોમીટર દૂર છે. આ મંદિરમા કૃષ્ણજીની સુતેલી મૂર્તિ છે.

૬) મહાકાળી મંદિર :- ૧૫૨૫ ફુટ ઉચી ટેકરી પર સ્થિત માતાકાલીનું આ મંદિર ગુજરાતના મુખ્ય મંદિરોમાંનુ એક છે. પાવાગઢ જિલ્લાના આ મંદિરમા માતા દક્ષિણમુખી કાલિની મૂર્તિ આવેલી છે. તે માતાના પવિત્ર શક્તિપીઠોમાંનુ એક છે. દર વર્ષે હજારો લોકો મહાકાળી મંદિરની મુલાકાત લે છે.

Previous articleજાણો ચોમાસામાં કેટલી અલગ-અલગ જાતની કેરીઓ આવે છે.
Next articleજો તમે ગાયનુ ઘી આવી રીતે સ્ટોર કરો છો તો તે વર્ષો પછી પણ ખરાબ થશે નહિ.