ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલુ છે. જેની ઉત્તર સીમા પાકિસ્તાન અને રાજસ્થાન સાથે પૂર્વ સીમા મધ્યપ્રદેશ સાથે, દક્ષિણ સીમા મહારાષ્ટ્ર, કેન્દ્રશાસિત પ્રદેશ દિવ, દમણ, દાદરા નગર હવેલી અને પૂર્વ અને દક્ષિણ સીમા અરબી મહાસાગર સાથે જોડાયેલી છે. ગુજરાત રાજ્યનુ નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહી રાજ કર્યું હતુ.
પ્રાચીન ઇતિહાસ :- સૌ પ્રથમ ગુજરાત પ્રાંતમા ગુજ્જરોએ વસવાટ કર્યો. જે ભારત અને હાલના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો ભાગ છે. હુણોએ ઉત્તર ભારત અને સૌરાષ્ટ્ર ઉપર આક્રમણ કર્યું. તે જાતિના નામ પરથી ગુજર થયુ. જે પછીથી હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ ધર્મમા પરિવર્તિત થયા.
ભૂસ્તર શાસ્ત્રીઓને ભૂમિ ઉત્ખનન દરમિયાન પાષણ યુગના અવશેષો ગુજરાતની ભૂમિમાંથી તેમજ સાબરમતી અને મહી નદી પાસેના પ્રદેશમાંથી મળી આવ્યા. હડપ્પા સંસ્કૃતિ સમયના શહેરો લોથલ, રામપુર, અચરજ અને બીજી જગ્યાઓથી પણ અવશેષો મળી આવેલ છે.પ્રાચીન ગુજરાત પર મોર્ય શાસકે પણ શાસન કરેલુ. ગુજરાતના કેટલાક સ્થળો સમ્રાટ ચંદ્રગુપ્ત મોર્યએ જીતેલા. જ્યારે તેના પૌત્ર સમ્રાટ અશોકે તેમા વિસ્તાર કરેલો.
શરૂઆતના ત્રણ મૌર્યના સ્તૂપો મળી આવેલ હતા. ઇ.સ. પૂર્વ ૨૩૨ સમ્રાટ અશોકના મૃત્યુ થવાથી તેના સામ્રાજ્યમા રાજકીય મતભેદોને લીધે તે અંત તરફ આગળ વધ્યુ. રાજા શુંગારુએ રાજકીય કૂનેહથી મૌર્ય સામ્રાજ્યનો અંત કર્યો.
મૌર્ય સામ્રાજ્યના પતન પછી કેથેલિસ્ટએ આ પ્રાંતમાં ઇ.સ. ૧૩૦થી ૩૯૦ શાસન કર્યું. રૂદ્ર દમનના શાસન હેઠળ સામ્રાજ્યમા માલવા (મધ્યપ્રદેશ), સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાન મેળવ્યા.
ઇ.સ. ૩૦૦થી ૪૦૦ દરમિયાન આ વિસ્તાર ગુપ્ત સામ્રાજ્યના તાબા હેઠળ આવ્યુ જે પછીથી મૈત્રકા નામથી ઓળખાયુ. ધ્રુવસેનાના શાસન કાળ દરમિયાન મહાન ચાઇનીઝ પ્રવાસી અને વિચારક હુ-એન-ત્સાંગએ ઇ.સ. ૬૪૦મા ભારતની મુલાકાત લીધી.
મૌર્ય સામ્રાજ્યના પતન અને સંપ્રતી સૌરાષ્ટ્ર આવવા દરમિયાન, ડેમેટ્રીસ્ટના તાબા હેઠળ ગ્રીક આક્રમણ ગુજરાત પર થયુ હતુ. સ્થાનિય રજવાડાઓની સંખ્યા ૨૩ હતી. તેમાના મુખ્ય ત્રણ હિન્દુ રજવાડાઓ ચાવુરા, સોલંકી અને બાઘીલાહ હતા. તેમણે ભારત પર ૫૭૫ વર્ષ સુધી શાસન કર્યું. જ્યારે ગુજરાત મોહંમેદન્સના કબ્જામા હતુ. ચવુરા જાતિએ ૧૯૬ વર્ષ સુધી શાસન કર્યું. તેમના પછી સોલંકી જાતિએ શાસન કર્યું.
ઇ.સ. ૯૦૦ દરમિયાન સોલંકી શાસન આવ્યુ. સોલંકી શાસન દરમિયાન ગુજરાતનો સૌથી વિશાળ વિસ્તાર તેમના તાબા હેઠળ હતો.. ગુર્જરો સોલંકી જાતિની સાથે સંકળાયેલ હતા. કારણકે પ્રતિહારાઓ, પરમારો અને સોલંકી ગુજરોને મળતા આવે છે. પ્રાચીન ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક સોલંકી અને રાજપુત હતા. જેમણે ઇ.સ. ૯૬૦ થી ૧૨૪૩ સુધી શાસન કર્યું. એમ માનવામા આવે છે કે ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક કરનદેવ વાઘેલા ઇ.સ. ૨૯૭મા દિલ્હીના સુલતાન અલાદ્દીન ખીલજી સામે પરાજય પામ્યા હતા.
મધ્યકાલીન આક્રમણો :– મુસ્લિમોનુ શાસન ૪૦૦ વર્ષ સુધી રહ્યુ હતુ. ઝફરખાન મુઝફ્ફરે તે સમયના નબળા દિલ્હીના સુલતાનનો ફાયદો ઉઠાવીને ગુજરાતનો પહેલો સ્વતંત્ર સુલતાન બન્યો. તેણે પોતાનુ નામ મુઝફ્ફર શાહ જાહેર કર્યું. અહમદ પહેલો, જેણે ગુજરાત પ્રાંતમા પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ શાસક તરીકે ઇ.સ. ૧૪૧૧મા સાબરમતી કિનારે અમદાવાદ વિકસાવ્યુ.
આ અગાઉ ઇ.સ. ૧૦૨૬ મોહંમદ ગજનીએ ગુજરાત પર આક્રમણ કર્યું. તે મૂર્તિ પૂજાનો વિરોધી હતો. તેણે રાજ્યમા મૂર્તિઓનો નાશ કરાવ્યો. યુદ્ધમા પકડાયેલા સૈનિકોને બંદી બનાવ્યા અને સમૃદ્ધ ગુજરાતની સંપત્તિની લૂંટ ચલાવી. જે સંપત્તિ-વૈભવ માટે ગુજરાત જગ મશહુર હતુ. ત્યારબાદ અલાઉદ્દીન ખીલજી ઇ.સ. ૧૨૯૮મા ગુજરાતમાં આવ્યો.
ગુજરાતના તત્કાલિન સુલતાન ઇ.સ. ૧૫૭૬ સુધી સ્વતંત્ર રહ્યા.
મુગલ સમ્રાટ અકબરે ગુજરાતને મુગલ સામ્રાજ્યમા ભેળવી દીધુ. તેણે મલવા અને ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ઇ.સ. ૧૫૭૦મા સામેલ કર્યા. મુગલોએ બે સદીઓ સુધી શાસન કર્યું. ત્યારબાદ મહાન મરાઠા સેનાપતિ છત્રપતિ શિવાજીએ પોતાના પ્રભાવ અને કૂનેહથી ગુજરાત પ્રાંન્ત કબજે કર્યો.
અદ્યતન પદ્ધતિનો પ્રભાવ :- ઇ.સ. ૧૬૦૦માં ડચ, ફ્રેન્ચ, અંગ્રેજ અને પોર્ટુગીઝ, દરેક ગુજરાતના દરિયા કિનારેથી આવ્યા અને પોતાના વિસ્તારો વિકસાવ્યા જેમા દમણ, દીવ અને દાદરા અને નગરહવેલીના પ્રદેશો મુખ્ય હતા. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના વેપારી કામકાજો ઇ. સ. ૧૬૧૪મા સુરત ખાતે શરુ કર્યા. પરંતુ ઇ.સ. ૧૬૬૮ પોર્ટુગીઝે પાસેથી મુંબઇનો કબજો લીધા બાદ તેઓએ તેમના વેપારી કામકાજો મુંબઇ લઇ ગયા.
કંપનીએ ગુજરાતના મોટા ભાગનો અંકુશ મરાઠા શાસકને આપ્યો હતો. ઘણા સ્થાનિક શાસક જેમકે વડોદરાના મરાઠા ગાયકવાડ પોતાની શાંતિવાર્તા બ્રિટિશ સરકાર સાથે કર્યા બાદ બ્રિટિશ શાસન હેઠળ તેમણે પોતાનુ શાસન ચલાવ્યુ.
ગુજરાતની શાસન વ્યવસ્થા તત્કાલિન બોમ્બેના શાસક દ્વારા કરવામા આવતી હતી. જેમા વડોદરા સામેલ ન હતુ. જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતુ.
ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ.૧૯૪૭ દરમિયાન આજનુ ગુજરાત અનેક નાના-નાના વિસ્તારો જેવાકે કાઠિયાવાડ, કચ્છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમા વહેંચાયેલુ હતુ. પણ ઘણા મધ્યના જિલ્લા જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંન્તો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હેઠળ હતુ.
મોહનદાસ કરમચંદ ગાંધીના સ્વતંત્રતાના આંદોલનથી નવા યુગની શરૂઆત થઇ. જેમા તેમની સાથે સરદાર વલ્લભભાઇ પટેલ, મોરારજી દેસાઇ, મોહનલાલ પંડયા, ભુલાભાઇ દેસાઇ, રવિશંકર મહારાજ વગેરે જેવા ગુજરાતી નેતાઓએ ભોગ આપ્યો હતો. ગુજરાત ઘણી રાષ્ટ્રીય ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. જેવી કે બારડોલીનો સત્યાગ્રહ, બોરસદનો સત્યાગ્રહ અને મીઠાનો સત્યાગ્રહ.
મહાગુજરાત આંદોલન :- સ્વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮મા મહાગુજરાત સંમેલન થયુ. જેમા ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી અને ઇ.સ. ૧૯૬૦, ૧ લી મે ના રોજ સંયુક્ત મુંબઇ-ગુજરાતનુ વિભાજન કરી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમા ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મેળવી લીધો.
રાજકીય વ્યવસ્થા :– ઇ.સ. ૧૯૪૭મા સ્વતંત્રતા મેળવ્યા બાદ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે મુંબઇ રાજ્ય પર શાસન કર્યું. (બોમ્બે આજનુ મહારાષ્ટ્ર અને ગુજરાત દર્શાવે છે.) વિભાજન બાદ પણ ગુજરાતમા કોંગ્રેસનુ શાસન ચાલુ રહ્યુ. ઇ.સ. ૧૯૭૫-૧૯૭૭ દરમિયાનમા લાદવામા આવેલી કટોકટીને પરિણામે કોંગ્રેસની સ્થિતી ગુજરાતમા નબળી પડી. છતા પણ કોંગ્રેસે સને ૧૯૯૫ સુધી ગુજરાતમા રાજ કર્યું.
વિભાજન બાદ ઇ.સ. ૧૯૬૦થી ગુજરાતમા ૧૪ મુખ્યમંત્રી આવ્યા. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ નારાયણ મહેતા બન્યા. જેમણે ૧લી મે ૧૯૬૦થી ૧૯મી સપ્ટેમ્બર ૧૯૬૩ સુધી શાસન કર્યું. ઇ.સ. ૧૯૯૫ની વિધાનસભાની ચૂંટણીમા કોંગ્રેસનો પરાજય થયો અને ભારતીય જનતા પાર્ટીના શ્રી કેશુભાઇ પટેલે રાજ્યની શાસન ધૂરા સંભાળી.
૨૦૦૧ મા શ્રી નરેન્દ્ર મોદી શાસનમા આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ ૨૦૦૨ ની ચુંટણીમા પણ બહુમત મેળવ્યો અને નરેન્દ્ર મોદી ૭ ઓકટોબર ૨૦૦૧ થી ૨૧ મે ૨૦૧૪ સુધી મુખ્યમંત્રી તરીકે ની ફરજ બજાવી. ૧ જુન, ૨૦૦૭ ના રોજ તેઓ સૌથી લાંબો શાસન કરનાર મુખ્યમંત્રી બન્યાં હતા. નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી આનંદી બેન પટેલને બનવવામા આવ્યા હતા. અત્યારે હાલમા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે.