જાણો, ગુરુ અને શિક્ષક વચ્ચે શું તફાવત હોય છે.

519

આપણા દેશમાં પ્રાચીન કાળથી જ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા અને સન્માન કરવાની પરંપરા છે. આ ગુરુ પૂર્ણિમા મહાન ગુરુ “મહર્ષિ વેદ વ્યાસ”ની જન્મજયંતિના દિવસે ઉજવવામાં આવે છે. આજના યુગમાં શિક્ષક દિનની ઉજવણી પણ કરવામાં આવે છે. શિક્ષક દિન મહાન શિક્ષક “ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન”ના જન્મદિવસ 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 1888 માં તમિલનાડુના એક નાના ગામ તિરુતનીમાં થયો હતો.

ભારતમાં વૈદિક કાળ પહેલાથી જ ગુરુ-શિષ્ય પરંપરા પ્રચલિત છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને વિશ્વના પ્રથમ ગુરુ માનવામાં આવે છે, જેમના મહાન શિષ્ય સપ્તઋષિ ગણ હતા. તેના પછી ગુરુઓની પરંપરામાં ભગવાન દત્તાત્રેયનું નામ મુખ્યત્વે લેવામાં આવે છે. દત્તાત્રેયએ શિવપુત્ર કાર્તિકેયને ઘણા ઉપદેશો આપ્યા હતા. દત્તાત્રેયએ ભક્ત પ્રહલાદને અનાસક્તિ-યોગનો ઉપદેશ આપી તેને શ્રેષ્ઠ રાજા બનાવા માટેનો શ્રેય આપ્યો હતો.

આવા તેના હજારો શિષ્યો હતા. ભગવાન રામના ગુરુ વશિષ્ઠ અને વિશ્વામિત્ર હતા, જ્યારે શ્રી કૃષ્ણના ગુરુ ઋષિ ગર્ગ મુનિ અને સાંદિપનિ ઋષિ હતા. તેવી જ રીતે ભગવાન બુદ્ધના ગુરુ વિશ્વામિત્ર, અલારા, કલમ, ઉદ્દાકા રામપુત્ત વગેરે હતા. આદિશંકરાચાર્યના ગુરુ મહાવતાર બાબા હતા, જ્યારે ગુરુ ગોરખનાથના ગુરુ મત્સ્યેન્દ્રનાથ હતા, જેને 84 સિદ્ધોના ગુરુ માનવામાં આવે છે. રામકૃષ્ણ પરમહંસના ગુરુ, તોતાપુરી મહારાજ હતા, અને ઓશોના ગુરુ મગ્ગાબાબા, પાગલ બાબા અને મસ્તો બાબા હતા.

ગુરુ અને શિક્ષક વચ્ચે ખૂબ સરસ તફાવત છે. ઉપરોક્ત તમામ ગુરુઓએ તેમના શિષ્યોને જે જ્ઞાન આપ્યું છે તે આજના શિક્ષક આપી શકતા નથી. ‘ગુ’ શબ્દનો અર્થ અંધકાર (અજ્ઞાન) અને ‘રૂ’ શબ્દનો અર્થ પ્રકાશ (જ્ઞાન) થાય છે. અજ્ઞાનનો નાશ કરનાર બ્રહ્મ સ્વરૂપ જે પ્રકાશ છે તે ગુરુ છે. શાસ્ત્રો અનુસાર અને ગુરુ-શિષ્યની પરંપરા અનુસાર જાણવા મળે છે કે, ગુરુ તે છે જે તમારી નિંદ્રા તોડે છે અને તમને કોઈ પણ રીતે મુક્તિનો માર્ગ આપે છે. 

પરંતુ પ્રાચીન કાળમાં, ગુરુ એવા પણ એવા હતા કે, જેઓ માત્ર વિદ્ધા જ આપતા હતા જેમ કે ગુરુ દ્રોણે કૌરવો અને પાંડવોને મોક્ષ નહીં પરંતુ ધનુષવિદ્ધા શીખવાડી હતી. શાળામાં કોઈપણ પ્રકારનું શિક્ષણ આપી રહ્યા છે તે પણ ગુરુ છે. ગુરુ એ છે, જે તમને કોઈપણ યુક્તિઓ શીખવે છે, ભણાવે છે, સંગીત શીખવે છે અથવા નૃત્ય કરે છે અથવા ભૌતિકશાસ્ત્ર શીખવે છે.

ગુરુના બે પ્રકાર છે, એક જે આપણને ધર્મનો માર્ગ જણાવીને મુક્તિ તરફ દોરી જાય છે અને બીજો તે જે આપણને સંસારનો માર્ગ બતાવી અને સંસારમાં જ જીવવા માટે સક્ષમ બનાવે છે. બંને ગુરુ શિક્ષા જ આપે છે, તેથી તેને શિક્ષક પણ કહેવાય.

આજકાલ, કોઈ પણ વ્યક્તિ, કોઈને ગુરુ બનાવ્યા પછી, તેના ઘરે ગુરુનો મોટો ફોટો મૂકીને તેની પૂજા કરવાનું શરૂ કરે છે. કથાવાચક પણ ગુરુ છે અને દુષ્ટ કરનારા પણ ગુરુ છે. આશ્રમના નામે, જમીન પડાવનારાઓ પણ ગુરુ જ છે અને મીઠા પ્રવચનો આપનાર પણ ગુરુ છે. ગુરુની સંપત્તિ, પ્રવચન અને શિષ્યોની સંખ્યા જોઈને દરેક લોકો તેમના શિષ્ય બનવા માંગઈ છે.

અજ્ઞાની ભક્તોમાં ગુરુ પણ અજ્ઞાની હોય છે. મોટાભાગના લોકો જે આંધળા ભક્તો છે, તે સ્વાભાવિક છે કે તેમના ગુરુ પણ અંધ હશે. ગુરુ તે છે જે શિષ્યને સાચું જ્ઞાન આપે છે અને શિષ્ય તે છે જે પરીક્ષણ કરીને ગુરુ બનાવે છે.

Previous articleભારતની આ મહિલા વૈજ્ઞાનિકોએ રચ્યો ઇતિહાસ, પ્રતિકૂળ સંજોગોમાં પણ વધાર્યું દેશનું સન્માન.
Next articleકિશનગઢની મુલાકાત લઇ જાણો 18 મી સદીનો રોચક ઇતિહાસ…