દેશમા ઘણા એવા ખજાના છે જે આજદિન છે રહસ્યમય છે. સંપત્તિના ભંડારમા આવુ જ એક નામ છે ‘જ્ઞાની ચોર ની બાવડી. તે રોહતક નજીક મહમ નામના સ્થળે સ્થિત છે. આ કિલ્લો મુગલ કાળ દરમિયાન બનાવવામા આવ્યો હતો.
આ બાવડી ઘણા રહસ્યોથી ભરેલી છે. એવુ કહેવામા આવે છે કે તેમા અબજોનો ખજાનો છે પરંતુ આજ સુધી કોઈએ ખજાનો ગોતવાની હિંમત કરી નથી. કારણ કે એવુ માનવામા આવે છે કે જે આ બાવડી પર જાય છે તે ગાયબ થઈ જાય છે. આ સાથે જોડાયેલી એક વાર્તામા બ્રિટીશ સમયમા એક જાન બાવડીમા સુરંગોના રસ્તે દિલ્હી જઇ રહી હતી. પછી તે અચાનક ગાયબ થઈ ગઈ. ઘણા દિવસો વીતી ગયા છતા પણ તેમને કાંઈ શોધી શક્યો નહી.
તેનું નામ ‘ જ્ઞાની ચોરી ની બાવડી ‘ પાડવા પાછળ એક રસિક વાર્તા છે. એવુ કહેવામા આવે છે કે એક ચોર પોલીસથી બચવા માટે બાવડીમા ખજાનો છુપાવીને ગાયબ થઈ જતો હતો. કોઈ પણ તેને શોધી શક્યુ નહી. એવુ માનવામા આવે છે કે ચોરે એટલા પૈસા એકઠા કર્યા કે તે હવે અબજોના ખજાનામા ફેરવાઈ ગયો છે.
આ બાવડીને સ્વર્ગનું ઝરણુ પણ કહેવામા આવે છે. આનુ કારણ એ છે કે જે અહી જે એક વાર જાય છે તે પાછો આવતો નથી. લોકો માને છે કે જે બાવડીમા જાય છે તે સીધો સ્વર્ગ પહોંચે છે. આ માર્ગ દેવ લોક તરફ દોરી જાય છે. બાવડીમા એક કૂવો છે અહીં પહોંચવા માટે લગભગ ૧૦૧ પગથિયા ઉતરવ પડશે. હાલમા તે ચીંથરેહાલ હાલતમા છે. તેની દિવાલો ક્ષીણ થઈ રહી છે. જેના કારણે કુવાના પાણીમા ઇંટો અને પત્થરો તરતા જોવા મળે છે.