હનુમાન ચાલીસાના રચયિતા કોણ છે? અને તેને કેમ રક્ષાનું કવચ માનવામાં આવે છે, જાણો આ પૌરાણિક કથા વિષે…

0
361

હનુમાનજી તેમના ભક્તો પર આવતી તમામ પ્રકારની પીડા અને સમસ્યાઓને દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાન ખૂબ જ જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે. તેમની ઉપાસનામાં વધારે કાઈ કરવાની જરૂર નથી. કદાચ આ જ કારણ છે કે આજના સમયમાં હનુમાનજીના ભક્તોની સંખ્યા પણ ખૂબ જ વધી ગઈ છે. હનુમાનજી રામના ભક્ત છે અને તેમના આશ્રયમાં જઈને ભક્તોની બધી સમસ્યાઓ દૂર થાય છે. ગોસ્વામી તુલસીદાસ હનુમાન ચાલીસાના લેખક છે. તે પણ રામના મહાન ભક્ત પણ હતા. એવું માનવામાં આવે છે કે તેઓ શ્રી રામને મળવા માંગતા હતા. તેમને ખબર પડી કે માત્ર હનુમાનજી જ તેમને રામજી સાથે મળાવી શકે છે, તેથી તેમણે હનુમાનજી ને ખુશ કરવા માટે હનુમાન ચાલીસાની રચના કરી હતી. હિન્દુ ધર્મમાં હનુમાનજીને અમર કહેવામાં આવે છે એટલે કે તે હજી જીવંત છે. એવું માનવામાં આવે છે કે, આજે પણ ભક્તની ઇચ્છા સાંભળ્યા પછી, તેઓ તેમની પાસે આવે છે અને તેની વેદનાઓને દૂર કરે છે. કળયુગમાં હનુમાન ચાલીસાના પાઠથી હનુમાનજીને પ્રસન્ન કરવાનો અને તેમની ઇચ્છા પૂરી કરવાનો એકમાત્ર રસ્તો માનવામાં આવે છે.

ધાર્મિક ગ્રંથોથી લઈને જ્યોતિષ સુધી હનુમાન ચાલીસાને ચમત્કારિક માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી આશ્ચર્યજનક ફાયદા થાય છે. ચાલો અમે તમને જણાવીએ કે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શું ફાયદા થાય છે. હનુમાનજી ભગવાન શિવનો 11 મો રુદ્ર અવતાર છે. તેથી ભગવાન શિવની જેમ જ તેના પૂજા પાઠ માટે કાઈ ખાસ વસ્તુઓ કરવાની જરૂર નથી. અને તે પ્રયાસ હનુમાન ચાલીસાથી થઈ શકે છે.

– દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી હનુમાનજી ભક્તની મનોકામના પૂર્ણ કરે છે.

-જો કોઈ આર્થિક સંકટમાં હોય તો દરરોજ અથવા ઓછામાં ઓછા મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરો. જેથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને આર્થિક સંકટનું નિરાકરણ લાવે છે.

-જ્યારે તમે દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવાનું પ્રતિબદ્ધ કરો છો, ત્યારબાદ મંગળવારથી જ પ્રારંભ કરો. મંગળવાર હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસથી હનુમાન ચાલીસાના પાઠ કરવાથી પણ તેને પૂર્ણ કરવામાં સફળતા મળે છે.

-જો તમને કોઈ અજાણ્યો ડર છે અથવા જો તમને શત્રુઓની વધતી શક્તિ દેખાય છે, તો દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરો. હનુમત કૃપા દ્વારા તમને શક્તિ મળશે અને જીવનનું આવા દરેક સંકટ આપમેળે દૂર થઈ જશે.

– જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી અને તેમને ભયંકર સપનાઓ આવતા હોય છે, તેઓએ રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. હનુમાનજીની કૃપાથી ભય દૂર થશે અને મનને શાંતિ મળશે. સારી ઊંઘ પણ થોડા જ દિવસોમાં આવવા લાગશે.

જો વિદ્યાર્થીઓ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, તો તેને શિક્ષણમાં સફળતા મેળવવામાં હનુમાનજી તેમની સહાય કરે છે. હનુમાન ચાલીસાના પાઠ મનને શાંત કરીને એકાગ્રતામાં વધારો કરે છે, જે દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here