શ્રી કૃષ્ણએ ભીમને કહ્યુ હતુ કે ઋષિ મૃગાની ગતિ ખૂબ જ ઝડપી છે અને તેની સાથે સ્પર્ધા કરવામા સક્ષમ ન હોવાની સ્થિતિમા તે ભીમને મારી નાખશે. હનુમાનજી અને ભીમ બંને પવન દેવના પુત્ર હોવાને કારણે સંબંધોમા એક બીજાના ભાઈ છે. આજે અમે તેનાથી સંબંધિત ખૂબ જ રસપ્રદ પૌરાણિક કથાઓનો ઉલ્લેખ કરીશુ જે તમે પહેલા ક્યારેય નહી સાંભળી હોય.
મહાભારતના યુદ્ધ પછી પાંડવો હસ્તિનાપુરમા ખુશીથી પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. એક દિવસ નારદ મુનિ સ્વર્ગમાંથી રાજા યુધિષ્ઠિરને મળવા માટે હસ્તિનાપુર આવ્યા. તેણે કહ્યુ કે પૃથ્વી પરના તમે બધા ખુશ છો અને તમારા પિતા સ્વર્ગમા ખૂબ જ દુ;ખી છે.
જ્યારે યુધિષ્ઠિરએ તેનુ કારણ જાણવા માંગતા હતા ત્યારે નારદ મુનિએ કહ્યુ કે જ્યારે તે જીવતા હતા ત્યારે રાજસુય યજ્ઞ કરવા માંગતા હતા પરંતુ તે તે કરી શક્યા નહી અને તે તેના દુ;ખનુ કારણ છે. પિતાના આત્માની શાંતિ માટે આ યજ્ઞ કરાવવો વધુ સારુ રહેશે. આ સાંભળીને યુધિષ્ઠિરે રાજસુય યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો.
આ પ્રસંગને ભવ્ય બનાવવા માટે યુધિષ્ઠિરે ભગવાન શિવના પરમ ભક્ત ઋષિ પુરુષ મૃગાન આમંત્રણ આપવાનુ વિચાર્યું. ઋષિ પુરુષ મૃગાનુ અર્ધ શારીર પુરુષનુ હતુ અને તેના પગ હરણના હતા. ભીમને ઋષિ પુરુષ મૃગાને શોધવા અને આમંત્રિત કરવાની જવાબદારી સોંપવામા આવી હતી.
જ્યારે ભીમ બહાર જવાની ત્યારી કરતો હતો ત્યારે શ્રી કૃષ્ણે તેમને કહ્યુ કે ઋષિ પુરુષ મૃગાની ગતિ ખૂબ જ ઝડપી છે અને જો તેમની સાથે સ્પર્ધા ન કરી શક્યો તો તેને મારી નાખશે. આ સાંભળીને ભીમને ચિંતા થઈ પણ તે મોટા ભાઈની આજ્ઞાનુ પાલન કરવા નીકળી ગયો.
હિમાલય જતા હતા ત્યારે તેમને હનુમાનજી મળ્યા. ભીમે તેને આખી વાત જણાવી. ભીમના મોઢેથી આખી વાર્તા જાણી લીધા પછી હનુમાનજીએ તેમને આશીર્વાદ આપીને પોતાના શરીરના ત્રણ વાળ આપ્યા અને કહ્યુ કે આ કટોકટી દરમ્યાન કામમા આવશે.
જતા-જતા ભીમે ઋષિ મૃગાને જોયો. તે સમયે તેઓ શિવની ઉપાસના કરવામા રોકાયેલા હતા. ભીમે તેને મળવાનુ કારણ આપ્યુ. ઋષિ મૃગા આમંત્રણ સ્વીકારે છે અને ભીમ સાથે ચાલવા સંમત થાય છે. જો કે તેણે ભીમની સામે એક શરત મૂકી હતી.
શરત મુજબ ભીમે તેમના પહેલા હસ્તિનાપુર પહોંચવુ પડશે. જો તે નહી થાય તો તેઓ ભીમને મારીને ખાઈ જશે.. ભીમે શરત સ્વીકારી અને હસ્તિનાપુર તરફ દોડવા લાગ્યા. પાછળ ફરીને જોયુ તો જાણવા મળ્યુ કે ઋષિ મૃગા તેમને પકડવા જઇ રહ્યા હતા. આ જોઈને તેને હનુમાનજીએ આપેલા ત્રણ વાળ વિશે યાદ આવ્યુ.
ભીમે તેમાંથી એક વાળને જમીન પર પાડી દીધો હતો. તેને જોતા જ તે એક શિવલિંગ બની ગયુ. ઋષિ મૃગા ભગવાન શંકરના પ્રખર ભક્ત હોવાથી તેઓ પહેલા અટકીને નમ્યા અને પછી ભીમની પાછળ દોડી ગયા. ભીમે પાછળ વળીને જોયુ તો ખબર પડી કે ઋષિ મૃગા તેને ફરીથી પકડવાના છે.
પોતાને બચાવવા માટે તેણે બીજા વાળ જમીન પર પાડી દીધો. આ વખતે એક નહી પણ ઘણા શિવલિંગ બની ગયા.ઋષિ મૃગાએ શિવલિંગને નમન કરવા લાગ્યા અને ભીમ હસ્તિનાપુરના દ્વાર પાસે પહોચી ગયા પરંતુ ઋષિ મૃગાને હરાવવા સરળ નહોતુ. તે પ્રવેશવા જતો હતો ત્યારે ઋષિ મૃગાએ ભીમને પકડી લીધો.
હવે શરત પ્રમાણે પુરુષ મૃગ ભીમને ખાવા માંગતો હતો પરંતુ ત્યારે જ કૃષ્ણ અને યુધિષ્ઠિર દરવાજા પાસે પહોંચ્યા. મૃગાએ રાજા યુધિષ્ઠિર પાસે ન્યાયની માંગ કરી. યુધિષ્ઠિરે કહ્યુ કે ફક્ત ભીમના પગ દરવાજાની બહાર હોવાથી પુરુષ મૃગા ફક્ત ભીમના પગ ખાવા માટે હકદાર છે. યુધિષ્ઠિરના ન્યાયથી પુરૂષ મૃગા ખુશ થયા અને તેમણે ભીમને છોડી દીધો અને રાજસુય યજ્ઞમા ભાગ લીધો.