Homeફિલ્મી વાતોએક સમયે બે ટકની રોટલી માટે તરસતી ભારતી સિંહ આજે છે કરોડો...

એક સમયે બે ટકની રોટલી માટે તરસતી ભારતી સિંહ આજે છે કરોડો રૂપિયાની માલકીન…

ફક્ત પુરુષો જ કોમેડી કરી શકે છે…આ રૂઢીવાદી માનસિકતાને તોડનાર કોમેડી ક્વીન “ભારતી સિંહે” આ વર્ષે ઘણી હેડલાઇન્સ બનાવી છે. ભારતી તેની કોમેડીના કારણે દરેક લોકોની ફેવરિટ બની ગઈ છે. આવી સ્થિતિમાં, ડ્રગ્સના મામલામાં ભારતીનું નામ આવવાને કારણે ચાહકો આ વર્ષે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ભારતી અને તેના પતિ હર્ષ પર ગાંજા પીવાનો આરોપ લગાવવામાં આવ્યો હતા અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોઝ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેને અને હર્ષને જામીન મળી ગયા છે.

ભારતીનો કૉમિક સમય અદ્દભુત છે. પુરુષોથી ભરેલા પ્લેટફોર્મ પર ભારતીએ અનેક લોકોને હસાવ્યા અને તેનું નામ પણ કમાવ્યું છે. હાસ્ય રાણી કહેવાતી ભારતી સિંહ, જે આજે દરેક ઘરમાં પ્રખ્યાત છે. આજે 36 વર્ષિય ભારતી કરોડોના બંગલાની માલિક છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેની પાસે જમવા માટે બે ટકની રોટલી પણ નહોતી.

ભારતી સિંહનું બાળપણ ખૂબ જ આઘાતજનક હતું. ભારતી તેની માતા અને ભાઈ-બહેનો સાથે એક જ રૂમમાં રહેતી હતી. તેણીએ જીવનમાં ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો, પરંતુ ક્યારેય હાર માની નહીં અને આજે તે કરોડોની સંપત્તિની માલિક છે. એક સમયે આખા કુટુંબ સાથે એક ઓરડામાં રહેતા ભારતી આજે એક વૈભવી બંગલામાં રહે છે. તેનું ઘર એક પ્રખ્યાત ડિઝાઇનર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.

થોડા સમય પહેલા જ ભારતીએ એક નવું મકાન ખરીદ્યુ છે, જેમાં બે બેડરૂમ છે. ભારતીના આ મકાનમાં દિવાલોનો રંગ ખૂબ જ વિશેષ છે. તેમનો ડાઇનિંગ એરિયા અને બેઠક રૂમ એલ શેપનો છે. તેણે પોતાનું ઘર ખૂબ જ શાનદાર રીતે બનાવરાવ્યું છે. આટલું જ નહીં ભારતી પાસે ઓડી થી લઈને મર્સિડીઝ સહિતના ઘણી મૂલ્યવાન ગાડીઓ પણ છે.

ભારતીએ લેખક હર્ષ લિંબાચીયા સાથે લગ્ન કર્યા છે. આ જોડીના પ્રેમની શરૂઆત કોમેડી સર્કસથી થઈ હતી. મિત્રતાથી શરૂ થયેલ આ સંબંધ અચાનક પ્રેમમાં ફેરવાઈ ગયો અને પછી તે બંનેએ લગ્ન કર્યા. હર્ષ ભારતીનું ખૂબ જ ધ્યાન રાખે છે. કમાણી અને ખ્યાતિના મામલે ભારતી હર્ષ કરતા ઘણી આગળ છે, પરંતુ હર્ષે તેના સબંધોમાં આ અસર ક્યારેય આ થવા દીધી નહીં.

ભારતીને પહેલાં તેના જાડાપણાથી દુઃખ થતું હતું. તે દરરોજ રડતી હતી, પરંતુ તેણે આ ઉણપને તેની સૌથી મોટી તાકાત બનાવી દીધી. ડ્રગ્સનો કેસ સામે આવતાં હર્ષે અને ભારતીએ દ્રઢપણે સાથે મળીને  મુશ્કેલીઓનો સામનો કર્યો. જોકે હવે ભારતીની મુશ્કેલીઓ ઓછી થઈ રહી છે અને તે તેના શોમાં પરત ફરી રહી છે. કમાણીની બાબતમાં ભારતી શોના એક એપિસોડ માટે 25 થી 30 લાખ રૂપિયા લે છે. ભારતી લાઇવ ઇવેન્ટ માટે 1.5 લાખ રૂપિયા લે છે. ભારતીની વાર્ષિક કમાણી આશરે 8 કરોડ રૂપિયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments