આ મંદિરની કળા ખૂબ જ વિશેષ છે. લોકો અહી પૂજા કરવાનુ શુભ માનતા નથી. લોકો માને છે કે પૂજા કરવાથી દોષ લાગે છે. દેશ અને વિશ્વના તમામ દેવી-દેવતાઓના મંદિરો ઉપર ભક્તો ખૂબ વિશ્વાસ રાખે છે. ભગવાનના ભક્તો સુખ અને સમૃદ્ધ જીવનની જીવવા માટે ભગવાનના ઘરનો સહારો લે છે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યા પૂજા કરવાથી ભગવાનના આશીર્વાદ નહિ પણ શ્રાપ મળે છે.
જે મંદિરની આપણે વાત કરી રહ્યા છીએ તે ભગવાન શિવનુ મંદિર છે. આ મંદિર ઉત્તરાખંડ રાજ્યના પિથોરાગઢમા આવેલ છે. ભગવાનની સ્થાપના મંદિરમા થઈ છે પણ અહી કોઈ પૂજા કરતુ નથી કારણ કે લોકો માને છે કે આને લીધે તેમને અનેક પ્રકારના શ્રાપનો સામનો કરવો પડી શકે છે. એવુ કહેવામા આવે છે કે આ મંદિરમા ભગવાન શિવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામા આવી નથી.
જો કે શિવભક્તો આ મંદિરને જોવા માટે દૂર-દૂરથી આવે છે પરંતુ અહીં પૂજા-અર્ચના કરતા નથી. લોકો અહી આવી ને મંદિરની સ્થાપના અને કળા જુએ છે કારણ કે એવુ કહેવામા આવે છે કે આ મંદિર બનાવનારા કારીગરનો એક હાથ નહોતો અને તેણે તે એકલા હાથે જ બનાવ્યુ છે. એવુ માનવામા આવે છે કે કારીગર દ્વારા એક હાથે મંદિરના નિર્માણને કારણે આ મંદિરનુ નામ હાથિયા દેવાલ પડ્યુ છે.
ખડકને કાપી અને કોતરીને મંદિર અને શિવલિંગ બનાવવામા આવ્યુ છે. મંદિરમા પૂજા ન કરવા પાછળનુ કારણ એ છે કે મંદિર બનાવનારા શિલ્પકારે શિવલિંગને ખોટી દિશામા ગોઠવી દીધી હતી જેના કારણે તે શિવલિંગની પૂજા કરવી દોષપૂર્ણ માનવામા આવે છે. વિરુદ્ધ દિશામા સ્થાપિત શિવલિંગની ઉપાસના ફળદાયક નહીં પણ દુખદાયક માનવામા આવવા લાગી. લોકોએ કહ્યુ કે અહીં પૂજા-અર્ચના કરવાથી દોષ લાગી શકે છે અને તેથી આ મંદિરમા પૂજા કરવામા આવતી નથી