તમે હીર અને રાંઝાની વાર્તા ઘણી વાર સાંભળી હશે, પરંતુ શું તમે જાણો છો કે તેમનો જન્મ કયા થયો હતો અને તેની કબર વિશ્વના કયા ખૂણામા આવેલ હશે. હીર-રાંઝા અને સોની-મહિવાલ જેવા પ્રેમીઓની વાર્તાઓ માત્ર ભારત જ નહી પણ આખા એશિયામા લોકપ્રિય છે. કેટલાક કહે છે કે તેઓ વાસ્તવિક જીવનમા નહોતા, પરંતુ તે કાલ્પનિક હતા કેટલાક ઇતિહાસકારો માને છે કે તેઓ વાસ્તવિક હતા. આ પ્રેમીઓમાંના હીર અને રાંઝા સૌથી પ્રખ્યાત નામ છે, જેઓ પંજાબના છે. ઘણા ઇતિહાસકારોનુ માનવુ છે કે આ વારસો ફક્ત શાહની કલ્પના જ હતી પરંતુ ઘણા લોકોના મતે તે દામોદરદાસ અરોરાની નજીક હતો.
દામોદરદાસ અરોરા અકબરના સમયના હતા અને તેમણે પોતાની સામે હીર અને રાંઝાની દાસ્તાન જોઈ હતી. ત્યારબાદ તેમણે તેની પ્રેમ કહાનીને કવિતામા ફેરવી હતી. સૂફી સંતોએ આ કવિતાનુ ચિત્રણ અલગ રીતે કર્યું છે. અમે તમને હીર અને રંઝાની વાર્તા સાથે સંકળાયેલ આ વિશેષ સ્થાન વિશે જણાવીશુ.
હીરનો જન્મ ઝાંગ નામના ગામમા થયો હતો. તે પાકિસ્તાનમા સ્થિત છે. હા, તે સમયે તે પાકિસ્તાન નહોતુ પણ તે ભારતનો ભાગ હતુ. ઝાંગ પાકિસ્તાનના પંજાબમા સ્થિત છે જ્યા હીરનો જન્મ ચિનાબ નદીના કાંઠે આવેલા આ ગામમા થયો હતો. આ લોધી સામ્રાજ્યનો યુગ હતો. અહીં હીર અને રાંઝાની સમાધિ પણ આવેલી છે.
તે બંનેને એક જ કબરમા દફનાવવામા આવ્યા છે અને તે મોટુ પર્યટન સ્થળ નથી તેમ છતા ઇતિહાસ પ્રેમીઓ દૂર દૂરથી આવે છે. તે કબર ઉપર લખેલું છે કે, ‘દરબાર આશિક-એ-સાદિક માઇ હીર વા મિયાં રાંઝા’ એટલે આશિકોના દરબારમા હીર અને રાંઝા મોજુદ છે.
ઈતિહાસના કેટલાક પાનામા હિરનું નામ ઇજ્જત બીબી કહેવામા આવ્યું છે. તે ચિકક સીલ અને માલ્કીની પુત્રી હતી. રાંઝાનું અસલી નામ મિયા ઉમર હતુ. તેનો જન્મ નજીકના ગામ તખ્ત હજારામા થયો હતો જે તેના ભાઈઓ સાથેના સંઘર્ષ બાદ હીરના ગામમા આવ્યો હતો. બંને પ્રેમમા પડ્યાં અને હીરે રાંજાને પોતાના ખેતરમા નોકરી આપી હતી.
તે બંને પોતાના પ્રેમ અને મહોબત સાથે સંબંધો નિભાવી રહ્યા હતા.
એક દિવસ હિરના કાકાએ તેમના ઘરે હીર વિશે કહ્યુ હતુ અને હીરને બીજા સાથે લગ્ન કરવા પડ્યા હતા. રાંઝા એ જગ્યા છોડી દીધી. હીરે બીજા પતિને અપનાવાનો ઇનકાર કરી દીધો. હીર અને રાંઝા ફરી મળી ગયા અને બંને ઘરેથી ભાગી ગયા.પરંતુ આ પ્રેમ જલ્દીથી સમાપ્ત થઈ ગયો હતો જ્યારે હીરને તેના જ પરિવારના સભ્યો દ્વારા ઝેર આપવામા આવ્યુ હતુ.
વાર્તા પ્રમાણે રાંઝા હીરની કબર ઉપર આવીને ખૂબ રડ્યો. કબર આપમેળે ખુલી અને રાંઝા તેમા દફન થઈ ગઈ.
ઘણા પ્રેમીઓ અહીં આવે છે અને આ સમાધિ ઉપર પ્રાર્થના કરે છે. હીર અને રાંઝાની વાર્તા ખૂબ પ્રખ્યાત છે પરંતુ બંનેના લગ્ન નહોતા થયા. જેના લગ્ન થવાના છે તે પણ અહી આવે છે.