આ વિશ્વમાં ક્યાંક સ્ત્રીઓ અને પુરુષો માટે ખાસ વસ્તુઓ તૈયાર કરવામા આવી છે. પરંતુ તેમ છતાં તે વસ્તુ તેના માટે અનુકૂળ ન હોય જેના માટે તેની વિશેષ શોધ કરવામા આવતી હતી. ખરેખર જે છોકરીઓ હાઇ હીલ્સ પહેરેલી જોવા મળે છે તે તેમના માટે બનાવવામા આવી નહોતી. હાઈ હીલ્સ વાળા બુટ અને ચપ્પલ પહેરવાની શોખીન બધી છોકરીઓ હોય છે. આ હાઈ હિલ્સ પણ ખૂબ સારા ભાવે વેચાવામા આવે છે. તેમને ખરીદવા માટે વિશેષ વેચાણનુ પણ આયોજન કરવામા આવે છે.
પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે છોકરાઓ માટે હાઈ હિલ્સ બનાવવામા આવી હતી. હાઈ હિલ્સ એટલા માટે બનવવામા આવી હતી કે પુરુષની મર્દાની દેખાય શકે. પ્રાચીન સમયમા લોકો માનતા હતા કે પુરુષ હાઈ હિલ્સ પહેરેતો તે વધારે પડતા મર્દ દેખાય શકે. તેથી પુરુષે હાઈ હિલ્સ પહેરવાનુ શરૂ કર્યુ.
ઇતિહાસ મુજબ હાઈ હિલ્સનો પહેલો ઉપયોગ આશરે ઈ.સ ૧૦૦૦ પહેલાનો છે. જે પર્સિયનો (ઈરાન) સમય માનવામા આવતો હતો. એક કહેવત મુજબ તેમનુ માનવુ હતુ કે હાઈ હિલ્સ પહેરવાથી ખૂબ સારી રીતે ધનુષ ચલાવી શકાય છે. આ સાથે ઘોડેસવારી કરવામા પણ ઘણી સરળતા રહે છે.
પરંતુ ધીરે-ધીરે સમય સાથે પરિવર્તન આવ્યું અને પરિણામે છોકરીઓએ હાઈ હિલ્સ પહેરવાનુ શરૂ કર્યું. છોકરીઓએ ખૂબ ઝડપથી હાઈ હિલ્સ અપનાવી જેનુ કારણ એ હતુ કે પુરૂષો કરતાં છોકરીઓ હાઈ હિલ્સમા વધુ આરામદાયકતા અનુભવતી હતી. જો આપણે વર્તમાન યુગમાં પુરુષોની ફૂટવેર શૈલી પર નજર નાખીશુ તો હજી પણ કેટલાક બુટ એવા હશે જે છોકરીઓની હાઈ હિલ્સ સાથે ખૂબ સરસ રીતે મેળ ખાય છે.
તેથી આપણે કહી શકીએ કે પુરુષોએ હાઈ હિલ્સ સ્વીકારી ન હતી અને કંઈક એવી શોધ કરી હતી જે હાઈ હિલ્સ આરામદાયક અને અપેક્ષા કરતા વધુ સારી હતી. જો તમે ક્યારેય છોકરીઓ સાથે આ વાતનો ઉલ્લેખ કરો છો તો તેઓ ભાગ્યે જ માને છે. ઘણી છોકરીઓ માને છે કે હાઇ હીલ્સ પહેરવાથી વ્યક્તિત્વમા નિખાલસતા પ્રગટ થાય છે. મોટાભાગે છોકરાઓ પણ હાઇ હીલ્સ પહેરતી છોકરીઓને વધુ પસંદ કરે છે.