કસોલનુ નામ સાંભળીને કદાચ તમારા મગજમા વિદેશી પર્યટકોથી ભરેલુ ગામ યાદ આવશે. તો તમે ખોટા નથી કારણ કે કસોલ ખરેખર એવી જગ્યા છે જ્યા તમને સ્થાનિક પ્રવાસીઓ કરતા વધુ વિદેશી પ્રવાસીઓ મળશે. હિમાચલની પાર્વતી ઘાટી કસોલ ગામથી શરૂ થાય છે. કહેવામા તો આ એક નાનુ ગામ છે જેને તમે ફક્ત અડધા કલાકમા ફરી લેશો. પરંતુ અહી તમને શહેરો જેવી બધી સુવિધા મળી જશે. પાર્વતી નદીના કાંઠે વસેલુ આ ગામ ખૂબ જ અનોખું છે પરંતુ તમને તેના વિશે કંઈ ખાસ ખબર નહીં હોય.
જેને આપણે હિમાચલ પ્રદેશના સૌથી પ્રખ્યાત ગામોમા ગણાવીએ છીએ તે ખરેખર એક બસ સ્ટોપ હતુ. લોકોએ લગભગ એક દાયકા પહેલા અહી સ્થાયી થવાનુ શરૂ કર્યું હતુ અને ૨૦૧૪ થી ટ્રેકિંગ ઉત્સાહીઓ અને વિદેશી પ્રવાસીઓ અહી સ્થિર થવા લાગ્યા. કસોલ ખાતે એક પુલ છે જેના કારણે તે ઓલ્ડ કસોલ અને ન્યૂ કસોલમા વહેંચાયેલુ છે.
કસોલમાં સૌથી વધુ ઇઝરાયલી પ્રવાસીઓ આવે છે. ઘણા ટૂરિસ્ટ બ્લોગ્સમા તેને મિની ઇઝરાયલ પણ કહે છે. તમને સ્થાનિક ખોરાકમા ઇઝરાયલી સ્વાદ મળી રહેશે. અહી હોટલ, બુક શોપ અને અન્ય સ્થળોએ ઇઝરાયલી પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે.
અહીં કુટુંબ અને હનીમૂન કપલો ઓછા જોવા મળે છે. આ ગામ મનાલી જેવા પારિવારિક પર્યટક સ્થળથી થોડુ આગળ છે. એવુ નથી કે પરિવારના સભ્યો અથવા હનીમૂન ઉપર આવેલા યુગલો અહી મળશે નહી પરંતુ તે યુવાનો માટે એક ખૂબ જ યોગ્ય સ્થળ માનવામા આવે છે. તમને અહી પ્રવાસીઓની ભીડ નહી પરંતુ હિમાલયની શાંતિ મળશે.
નેટવર્ક અને ઇન્ટરનેટની કોઈ અછત રહેશે નહીં. કસોલ માં સારી રીતે નેટવર્ક આવેલ છે અને ત્યા ઘણા ઇન્ટરનેટ કાફે છે. જો તમને કોઈ ભારતીય પર્યટન સ્થળ જોઈએ છે તો અહી ભરપુર પ્રમાણમા નેટવર્ક આવે છે. તો તમે કસોલને પસંદ કરી શકો છો.
મણિકરણ કસોલથી માત્ર 5 કિલોમીટર દૂર છે. જો તમને આ વિશે ખબર નથી તો પછી તમને જણાવી દઇએ કે આ એક ખૂબ જ પ્રખ્યાત ગુરુદ્વારા છે જ્યાં દૂર-દૂરથી લોકો આવે છે. પર્વતોની ગોદમાં વસેલા આ ગુરુદ્વારામા તમે લંગરની મજા લઇ શકો છો.
કસોલમા ફક્ત ૧ એટીએમ છે. તે બધા સમય કામ કરતુ નથી. આનો અર્થ એ છે કે જો તમારે પૈસા ઉપાડવાના હોય તો તમારે મણિકરણ સુધી ચાલીને જઈ શકો છો અથવા બસ અને ટેક્સી દ્વારા ત્યા જઇ શકો છો. જો તમે અહી જાવ છો તો ઘણી બધી રોકડ રકમ સાથે લઇ જાવ.
કસોલ સુધી કેવી રીતે પહોંચવુ :- કસોલ કુલ્લુ જિલ્લામા છે અને સિમલાથી ૨૨૮ કિમી દૂર છે. દિલ્હીથી તેનુ અંતર ૫૧૧ કિ.મી છે. દિલ્હીના ‘મજનુ કા ટીલા’ વિસ્તારથી તમને મનાલી માટે રાતોરાત બસ મળશે. તેનું ભાડું ૧૦૦૦-૨૦૦૦ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. તમે બે સીટવાળી બસ લો છો અથવા સ્લીપર તે પ્રમાણે ભાડામા ફેરફાર રહે છે.
મનાલી પહોંચ્યા પછી તમે કસોલ પહોંચવા માટે લોકલ બસ અથવા ટેક્સી લઇ શકો છો. મણિકરણ તરફ જતી કોઈપણ બસ તમને અહીથી મળી જશે. જો તમે તમારી કારથી કસોલ જઇ રહ્યા છો તો અહીં પહોંચવામાં તમને ૧૩-૧૫ કલાકનો સમય લાગી શકે છે. જો તમે બસમા જઇ રહ્યા છો તો બસથી ૪ કલાક આગળ કસોલ પહોંચવામાં 12 કલાકનો સમય લાગી શકે છે. ઉનાળાના સમયે પણ અહિયાં ઘણી ઠંડી પડે છે,