હિમાલયના અજંતાનું આ રહસ્ય જાણીને, થઈ જશે તેની મુલાકાત લેવાનું મન…

289

ભારત દેશમાં સભ્યતા અને સંસ્કૃતિનો એક અનોખો સંગમ છે. તો આવી જ એક જગ્યા છે “હિમાલયનું અજંતા કહેવાતુ તાબો મઠ”. આશરે 10,000 ફૂટની ઉંચાઇ પર સ્થિત તાબો મઠ હિમાલયનો સૌથી જુનો મઠ છે. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતી જિલ્લામાં એક નાનું શહેર તાબો છે, આ શહેર સ્પીતી નદીના કાંઠે આવેલું છે. તાબો સમુદ્ર તળથી 3050 મીટરની ઉંચાઇ પર રેકકોંગ પિયો તથા કાજા રસ્તાની વચ્ચે આવેલું છે. તે બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા તિબ્બતમાં ‘થોલિંગ ગોંપા’ બાદ બીજુ અત્યંત વિશેષ પૂજનીય મઠ છે. તો આવો જાણીએ તેને હિમાલયનું અજંતા કેમ કહે છે અને શું છે તેનું મહત્વ…

આ ગોંપાની સ્થાપના લોચાવા રિંગચેન જંગપો (રત્નાભદ્ર) દ્વારા ઇસ.996 માં થઈ હતી. લોચાવા રીંગચેન જંગપો એક પ્રસિદ્દ વિદ્વાન હતા. તાબો મઠ સંકુલમાં કુલ 9 મંદિરો છે. આમાંથી ચોકલાખંડ, સેરલાખંડ અને ગોંડખંડ પ્રસિદ્ધ છે. ચુકલાખંડ લંડ (દેવલય) ની દિવાલો પર ખૂબ જ સુંદર ચિત્ર કામ કરવામાં આવ્યું છે. તે ગોમ્પા દ્વારા સમગ્ર બુદ્ધના જીવનને કહેવાનો પ્રયાસ કરે છે અને બૌદ્ધ ધર્મથી સંબંધિત ખૂબ જ જૂની પાંડુલિપી પણ પ્રાપ્ત થઇ છે.

તાબો ગોંપાના ચિત્ર અજંતા ગુફાના ચિત્રો જેવા જ છે. આજ કારણ છે કે તાબો ગોંપાને હિમાલયનું અજંતા કહેવામાં આવે છે. વર્ષ 1996 માં, આ ગોમ્પાની સ્થાપનાએ એક હજાર વર્ષ પૂરા કર્યા. લગભગ 60 થી 80 લામાઓ બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરે છે. તેમની દૈનિકચર્યા બૌદ્ધ ધર્મના ધાર્મિક ગ્રંથોનું અધ્યન અને સ્થાનિક લોકોના અનુરોધ પર તેમના ઘરમાં જઇને ધાર્મિક ગ્રંથોનું અધ્યયન કરવું અને પૂજા પાઠ કરાવવાનું છે.

આ ગોમ્પાનું નિર્માણ બાલૂ રેતીની અને માટીની ઇંટોથી કરવામાં આવ્યું છે મુખ્ય મંદિરની મધ્યમાં વેરોકનાની પ્રતિમા છે જે ચાર દિશાઓ સાથે મુખારબિંદ કરેલી છે. આજુબાજુના મંદિરની દિવાલની મધ્યમાં દુરયિંગની શિલ્પકૃતિઓ છે. તેમાંથી મહાબદ્ધ અમિતાભ, અક્ષોભયા અને રત્નસંભાની મૂર્તિઓ છે. 14 માં દલાઈ લામાએ 1983 અને 1996 ના વર્ષોમાં અહીં કલાચક્ર ઉજવણીનું આયોજન કર્યું હતું. આ કલાચક્ર સમારોહમાં દીક્ષા અને પુનર્જીવવન જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

માનવામાં આવે છે કે, અહીં યોજાયેલા દીક્ષા સમારોહમાં ભાગ લેવાથી વ્યક્તિની મુશ્કેલીઓ દૂર થાય છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે સિવાય દર ચાર વર્ષે અહીં ઓક્ટોબર મહિનામાં ચાહર મેળાનું આયોજન કરવામાં આવે છે. આ બૌદ્ધ મઠના ગર્ભગૃહમાં, આપણને અલૌકિક ભીતિ ચિત્રો જોવા મળે છે. તેને લઇને માન્યતા છે કે, આ બધા ભીતિ ચિત્રો દેવતાઓએ એક જ રાતમાં બનાવ્યા હતા. આજ જ કારણ છે કે, અહીં બનેલા ભીતિચિત્રો જેવા ચિત્રો વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતા નથી. 

તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ તે સાચું છે કે, ગોમ્પા કેમ્પસના તમામ મઠોની દિવાલો અને છત માટીથી નિર્મિત છે. અને તેને બનાવ્યાના એક હજાર વર્ષ કરતા વધુ થઇ ગયા છે પરંતુ તેની અનોખી વાસ્તુકલા પર વરસાદ, બરફ વર્ષાની કોઇ અસર થતી નથી. તેને દેવીય શક્તિના આશીર્વાદ માનવામાં આવે છે. વર્ષ 1975માં ભૂકંપ બાદ મઠનું પૂનર્નિર્માણ કરવામાં આવ્યું અને એક નવો એસેમ્બલી હોલ બનાવવામાં આવ્યો. ઐતિહાસિક વારસા તરીકે આ મઠનું સંરક્ષણ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને સોંપવામાં આવ્યું છે. આ મઠનું નામ યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યું છે.

Previous articleશનિદેવની બદલાતી ચાલને કારણે આ ત્રણ રાશિના જાતકોની બધી સમસ્યા થશે દૂર…
Next articleઆ 10 ઉપાયોથી તમારી આંખોને રાખો હંમેશા સ્વસ્થ.