એવુ કહેવામા આવે છે કે સ્ત્રીઓને સોના-ચાંદીના આભૂષણ ખૂબ ગમે છે પરંતુ જ્યારે હીરાની વાત આવે છે ત્યારે ભાગ્યે જ કોઈ સ્ત્રી પાછળ રહે છે. વિશ્વમા હીરાની ઘણી ખાણો છે. જ્યાંથી હીરા કાઢવામા આવે છે અને ત્યારબાદ હીરાની કંપનીઓ તેને સારા ભાવે બજારમા વેચે છે. આ કામ કંપનીને સમૃદ્ધ અને નફાકારક પણ બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામા એક હીરાની ખાણ છે જ્યા કોઈ પણ જઈને હીરાની શોધ કરી શકે છે. એટલુ જ નહી જેને અહી હીરો મળે છે તે તેનો માલિક બની જાય છે.
તમે વિચારતા જ હશો કે આવુ કયા થતુ હશે ? તો ચાલો અમે તમને જણાવી દઈએ કે આવી હીરાની ખાણ અમેરિકાના અરકાનસાસના પાઇક કાઉન્ટીના મર્ફ્રીસબોરોમા. અરકાનસાસ નેશનલ પાર્કમા સ્થિત ૩૭.૫ એકરના ખેતરની ટોચની સપાટી પર હીરા મળી આવે છે. આશ્ચર્ય પામશો નહીં કારણ કે હીરા અહી ૧૯૦૬ થી મળવા લાગ્યા હતા ત્યારબાદ તેને ધ ક્રેટર ઓફ ડાયમંડ પણ કહેવામા આવે છે.
અન્ય મીડિયા અહેવાલો અનુસાર ઓગસ્ટ ૧૯૦૬ મા જ્હોન હડલસ્ટોન નામના વ્યક્તિને પોતાના ખેતરમા ૨ ચમકતા ક્રિસ્ટલ મળ્યા હતા. તે જ સમયે જ્યારે તેની તપાસ કરવામા આવી ત્યારે જાણવા મળ્યું કે આ બંને હીરા છે. આ પછી તેણે ૨૪૩ એકરની આ જમીનને હીરાની કંપનીને ઉચા ભાવે વેચી દીધી.
તે જ સમયે કોમોડિટી કંપનીએ આ જમીન ખરીદી. તેમની જમીન ૧૯૭૨ મા રાષ્ટ્રીય ઉદ્યાનમા આવી. આ પછી પાર્કસ અને ટુરિઝમના અરકાનસાસ વિભાગે ડાયમંડ કંપની પાસેથી આ જમીન ખરીદી લીધી હતી. આ પછી તે સામાન્ય લોકો માટે ખુલી મુકવામા આવી હતી. જ્યા લોકો થોડી ફી ભરીને હીરા શોધી શકે છે.
અહી હજારો લોકને હીરા મળ્યા છે. રાષ્ટ્રીય ઉદ્યાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર ૧૯૭૨ થી અહીં ૩૦ હજારથી વધુ ડાયમંડ મળી આવ્યા છે. આ જમીન પર અંકલ સેમ નામનો હીરા પણ મળ્યો હતો જે ૪૦ કેરેટનો હતો. આ અમેરિકામા મળી આવેલ સૌથી મોટો હીરો હતો.