એવુ કહેવામા આવે છે કે આ વિશ્વમા ૩૩ કરોડ દેવી-દેવતાઓ રહે છે. ભગવાન હનુમાન આમાંથી એક છે. જેમ દરેક ભગવાનનો એક દિવસ હોય છે તેવી જ રીતે હનુમાનજીનો દિવસ મંગળવાર અને શનિવાર હોય છે. આ દિવસે લોકો ભગવાન હનુમાનની વિશેષ પૂજા કરે છે અને વ્રત રાખે છે. પણ શું તમે સાંભળ્યુ છે કે આજે પણ હનુમાનજી પૃથ્વી પર બિરાજમાન છે. સંભવત નહી પરંતુ આજે અમે તમને હનુમાનજીની તે દુર્લભ તસવીર વિશે જણાવી રહ્યા છીએ જેને માનસરોવરની મુલાકાત દરમિયાન એક ભક્ત દ્વારા પોતાના કેમેરામાં કેદ કરાયો હોવાનુ કહેવાય છે. જોકે આ પછી તેમનુ મ્રત્યુ થઈ ગયુ હતુ.
આ ઘટના વિશે કહેવામા આવે છે કે ૩ મિત્રો માનસરોવરની યાત્રા પર ગયા હતા. તેમાંથી એક હનુમાનનો મહાન ભક્ત હતો. તે હંમેશા હનુમાનજીની આરાધના કરતો હતો. તેમને એ જાણવાની પણ ઉત્સુકતા હતી કે હનુમાનજીનુ સાચુ રૂપ કેવુ છે? તેમની માનસરોવર યાત્રાનો હેતુ માત્ર હનુમાનજીની શોધ કરવી હતી.
એવુ કહેવામા આવે છે કે ઘણા દિવસોની યાત્રા પછી એક દિવસ માનસરોવર તળાવ પાસે પહોંચ્યો. તેમાંથી એકે લંગુર જેવો આકાર જોયો જે હિમાલયના પર્વતો તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો. ત્રણે મિત્રો આ આકૃતિને પાચળ અનુસર્યા પણ તે ત્યા પહોંચી શક્યા નહી.આ પછી તેમણે પર્વતો અને ગુફાઓમા હનુમાનજીને શોધવાની યાત્રા શરૂ કરી દીધી.
હનુમાનજીની શોધમા હનુમાન ભક્તે એક ગુફામા તેજસ્વી પ્રકાશ જોયો. તે લાઈટનો પીછો કરતા એવો એક ગુફામા પહોંચ્યો. ભક્તે તરત જ પોતાનો કેમેરો કાઢ્યો અને ફોટો પાડી લીધો. એવુ કહેવામા આવે છે કે છોકરાએ ફોટો ખેચ્યો પછી તરત જ તે મ્રત્યુ પામ્યો. જો કે આ પછી તેને હોસ્પિટલમા લઈ જવામા આવ્યો હતો. પરંતુ ડોકટરો માટે પણ આ મોત રહસ્યમય હતુ. આ પછી તેના મિત્રએ કેમેરાનો રોલ બહાર કાઢ્યો અને તેનો ફોટો બનાવડાવ્યો જેમા હનુમાનજીનુ એક ચિત્ર સામે આવ્યુ. આ ફોટામા તે પુસ્તક વાંચતો નજરે પડે છે. આ પુસ્તક બીજુ કોઈ નહી પણ રામાયણ છે.