Homeરમતશું તમે જાણો છો કે ૨૯ ઓગષ્ટ ના દિવસને રાષ્ટ્રીય રમત દિવસ...

શું તમે જાણો છો કે ૨૯ ઓગષ્ટ ના દિવસને રાષ્ટ્રીય રમત દિવસ કોના લીધે ઉજવવામાં આવે છે?

મેજર ધ્યાનચંદ હોકીના જાદુગર તરીકે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. દર વર્ષે ૨૯ ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામા આવે છે. હોકીના જાદુગર તરીકે જાણીતા ભારતીય ટીમના આ હીરો આજે આખા દેશમાં એક મહાન નાયક તરીકે ઉભરી આવ્યો છે અને આખો દેશ તેમનો જન્મદિવસ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવીને તેમને યાદ કરે છે. આવા સ્ટારનુ નામ મેજર ધ્યાનચંદ છે. આ ખેલાડીના સ્ટીકમા એવો જાદુ હતો કે બોલ સ્ટીક પર આવતા ગોલ કર્યા વગર હલતી ન હતી. લોકો તેમની રમત પ્રત્યે એટલા દિવાના હતા કે આખું મેદાન દર્શકોની ભીડથી ભરાઈ જતુ હતું.

મેજર ઈન્ડિયન ધ્યાનચંદની રમત જેણે પણ એકવાર જોઈ તેવો તેની રમત પર ઘાયલ થઈ જતા. તે પછી જર્મન સરમુખત્યાર હિટલર હોય અથવા ઓસ્ટ્રેલિયન ખેલાડી ડોન બ્રેડમેન. આજે આખો દેશ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે આ વિશેષ દિવસની ઉજવણી કરે છે.

મેજર ધ્યાનચંદનો જન્મ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં ૨૯ ઓગસ્ટ ૧૯૦૫ મા થયો હતો. ધ્યાનચંદ વિશે પ્રખ્યાત હતું કે જ્યારે તે હોકી સાથે મેદાન પર દોડતા હોય ત્યારે બોલ તેની હોકી સાથે અટકી ગયો હોય તેવુ લાગતુ. વર્ષ ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬ માં ભારતની ઓલિમ્પિક રમતોમા સતત ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતનુ નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાયુ હતુ.

૧૬ વર્ષની ઉંમરે ધ્યાનચંદ ભારતીય સૈન્યમા જોડાયા અને દેશની સેવા કરવાનુ શરૂ કર્યું. દેશની સેવા કરવાની સાથે-સાથે બાકીના સમયે મૂનલાઇટમા પોતાની રમતની પ્રેક્ટિસ કરતા હતા. રમત પ્રત્યેના આ જુસ્સાએ તેનુ નામ ધ્યાન સિંહથી બદલીને ધ્યાનચંદ કરી નાખ્યુ. ચંદ્રના પ્રકાશમાં પ્રેક્ટિસ કરતા જોઈને લોકોએ તેમના નામ સાથે ‘ચાંદ’ ઉમેર્યું જે પાછળથી બદલીને ‘ચંદ’ થઈ ગયુ.

ધ્યાનચંદની રમતની સૌથી મહત્વની લાક્ષણિકતા એ હતી કે એકવાર તેને બોલ મળ્યા બાદ વિરોધી ટીમ માટે તેની પાસેથી બોલ લેવો મુશ્કેલ હતુ. રમતના મેદાનમા તે પોતાના ઇશારાથી બોલને કેવી રીતે નચાવો તે જાણતા હતા. જેના પરિણામ એ સર્વોચ્ચ સ્કોર કરનારા ખેલાડી હતા. ૧૯૨૮ ની ઓલિમ્પિક્સમા એકલા ધ્યાનચંદે ૧૪ ગોલ કરીને ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેમનુ પ્રદર્શન જોઇને લોકોએ કહ્યુ હતું કે ધ્યાનચંદ જે રીતે રમે છે તે જાદુ છે. તેની રમત ‘હોકી’ નહીં પણ ‘જાદુઈ’ છે અને તે હોકીનો ‘જાદુગર’ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments