કોઈપણ સમાજને વિકસિત કરવામા શિક્ષણનુ ખૂબ મહત્વ છે. શિક્ષણ મેળવવા માટે શાળાએ જવુ પણ ખૂબ મહત્વનુ છે. કેટલાક લોકો ફક્ત ઘરે રહીને જ પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે જ્યારે કેટલાક લોકો મોટી શાળાઓમા પ્રવેશ મેળવે છે. ગામમા બાળકો શાળાએ જાય છે અને જ્ઞાન મેળવે છે. લોકો પોતાની આર્થિક સ્થિતિ અનુસાર શાળાની પસંદગી કરે છે.
એક વસ્તુ સર્વત્ર જગ્યાએ સમાન્ય છે અને તે છે હોમવર્ક. શાળા હોય કે કોન્વેન્ટ સ્કૂલ હોય કે ટ્યુશન હોમવર્ક બધે જ આપવામા આવે છે. શિક્ષકો વિદ્યાર્થીઓને હોમવર્ક આપે છે. જ્યારે કોઈ હોમવર્ક સારી રીતે પૂર્ણ કરે છે ત્યારે તેની પ્રશંસા થાય છે. પરંતુ તે ન કરવા બદલ સજા પણ આપવામા આવે છે.
લોકો સદીઓથી આ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે અને આવુ ચાલુ રહેશે. શિક્ષકે આપેલુ હોમવર્ક કરતી વખતે દરેક બાળકોએ વિચાર્યું હશે કે હોમવર્ક કોણે બનાવ્યુ છે? નાનપણમા આપણે હંમેશાં આ પ્રશ્ન વિચારતા હતા કે હોમવર્ક નામના આ મુશ્કેલ કાર્યની શરૂઆત કોણે કરી? આજે અમે આ પ્રશ્નનો જવાબ આપીને વર્ષોથી મનમા દબાયેલ ઉત્સુકતાનો અંત લાવીશુ.
ચાલો તમને જણાવી દઈએ કે હોમવર્કની શરૂઆત રોબર્ટો નેવિલિસ દ્વારા કરવામા આવી હતી. ઇટાલીનો રોબર્ટો વ્યવસાયે શિક્ષક હતા. તેમણે વર્ષ ૧૯૦૫૨ મા હોમવર્ક શરૂ કર્યું હતુ અને ત્યારથી તે ચાલી આવ્યુ છે. આ વિચાર પોતાના વિદ્યાર્થીઓને સજા કરવાના હેતુથી જ આવ્યો હતો અને ત્યારથી હોમવર્ક નામની આ પરંપરા ચાલતી આવી છે.